આ ખેલાડીઓની આઈપીએલ 2021માં લાગી શકે છે સૌથી મોટી બોલી, જુઓ પૂરી સૂચિ

 • આઈપીએલની 14 મી સીરીઝની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મીની ઓક્શન ફેબ્રુઆરીમાં યોજાશે. આ પહેલા તમામ ટીમોએ ખેલાડીઓ રિટેન અને રિલિજ કર્યા છે. આ પહેલા તમામ ટીમોએ ખેલાડીઓ રિટેન અને રિલિજ કર્યા છે. ઘણા આશ્ચર્યજનક નિર્ણયો પણ જોવામાં આવ્યાં છે જેમાં સ્ટીવ સ્મિથનું નામ પહેલા આવે છે. આવામાં ટીમો આ વખતે રિલિજ કરાયેલા મોટા ખેલાડીઓ માટે મોટી બોલી લગાવી શકે છે. જાણો કે ત્યાં કયા ખેલાડીઓ છે જે આ મીની હરાજીમાં મોટી રકમ મેળવી શકે છે.
 • સ્ટીવ સ્મિથ
 • આઈપીએલ હરાજી 2021 દરમિયાન ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી સ્ટીવ સ્મિથની વધારે બોલી લાગે તેવી સંભાવના છે. તાજેતરમાં જ રાજસ્થાન રોયલ્સે સ્મિથને રિલિજ કર્યો છે. અત્યારે સ્મિથ સારા ફોર્મમાં છે અને આરસીબી સહિત ઘણી ટીમો છે જેને ઓપનરની જરૂર છે. ક્રિકેટમાં સ્મિથ એક મોટું નામ છે અને આ ખેલાડીને ખરીદવા માટે ફ્રેન્ચાઇઝીમાં જંગ થવાની ખાતરી છે.
 • ગ્લેન મેક્સવેલ
 • ગ્લેન મેક્સવેલ કિંગ્સ ઇલેવન પંજાબ માટે ફ્લોપ થતા જોવા મળ્યો છે. ઘણી વખત ટીમે આ ઓસ્ટ્રેલિયન ખેલાડીને તક આપી હતી પરંતુ તેઓ તે તકને જડપવામાં નિષ્ફળ ગયા હતા. આવામાં આ વખતે પંજાબે તેમને રિલિજ કર્યા છે. મેક્સવેલ મોટા ખેલાડીઓમાં આવે છે અને કોઈને તેની હિટ મારવાની ક્ષમતા પર શંકા નથી. આવી સ્થિતિમાં ગ્લેન મેક્સવેલના નામે આ સીઝનની હરાજીમાં મોટી બોલી લાગી શકે છે.
 • આરોન ફિંચ
 • ઑસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર એરોન ફિન્ચ ગયા સીઝનમાં આરસીબી માટે ખાસ કંઈ કરી શક્યા ન હતા અને તેના કારણે તેણે ફિંચને રિલિજ કર્યો છે. જોકે આ સમયે ફિંચ પણ સારા ફોર્મમાં છે. આવામાં ફિંચના નામે મોટી બોલી લગાવી શકાય છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, કેકેઆર અને પંજાબની ટીમો તેના પર મોટી બોલી લગાવી શકે છે.
 • ક્રિસ મોરિસ
 • ક્રિસ મોરિસ માટે આ વર્ષે ખરીદી માટે ઘણી ટીમો વચ્ચે જંગ થઈ શકે છે. મોરિસ 140 કિ.મી.ની ઝડપે બોલિંગ કરી શકે છે. એટલું જ નહીં આ ખેલાડીઓ શાનદાર બેટિંગ પણ કરે છે. મોરિસ પાસે ઓલરાઉન્ડ બનવાની મહાન શક્તિ છે અને આને કારણે જો હરાજી દરમિયાન ફ્રેન્ચાઇઝી માલિકો વચ્ચે જંગ થાય તો તેમાં કોઈ આશ્ચર્ય થશે નહીં.
 • મુજીબ ઉર રેહમાન
 • અફઘાનિસ્તાનના સ્પિનર મુજીબ ઉર રેહમાન ભારતની પીચો પર ખૂબ જ સફળ રહ્યા છે. રહેમાન ટી-20 ક્રિકેટમાં પણ શ્રેષ્ઠ બોલરોમાંનો એક છે. પંજાબે આ સિઝન પહેલાજ રિલીઝ કરી દીધો છે. જો કે આ બોલરના પ્રદર્શનને જોતા અને ભારતીય પીચોને ધ્યાનમાં રાખીને આ ખેલાડીની મોટી બોલી લાગી શકે છે.

Post a Comment

0 Comments