દેઓલ પરિવાર માત્ર આટલો જ છે શિક્ષિત ,ધર્મેન્દ્ર 12 પાસ પણ નથી સની-બોબીની છે આવી હાલત

  • દેઓલ પરિવારનું નામ પણ હિન્દી સિનેમાના સૌથી આઇકોનિક અને પ્રખ્યાત પરિવારોમાં શામેલ છે. દેઓલ પરિવારની ત્રીજી પેઢી એ હિન્દી સિનેમામાં પગ મૂકી દીધો છે.
  • હિન્દી સિનેમાના કલાકારોની ફિલ્મો અને તેમના અભિનય વગેરે વિશે અવારનવાર વાતો થતી રહે છે. પરંતુ આજે અમે તમને દેઓલ પરિવારના સભ્યોના શિક્ષણ વિશે માહિતી આપી રહ્યા છીએ. તો ચાલો જાણીએ બોલીવુડના દેઓલ પરિવારનો કયો સભ્ય કેટલા શિક્ષિત છે?
  • ધર્મેન્દ્ર
  • દેઓલ પરિવાર ની હિન્દી સિનેમામાં શરૂવાત થાય છે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રથી. ધર્મેન્દ્રએ તેમના સમય દરમિયાન ઘણી યાદગાર અને સદાબહાર ફિલ્મો આપી છે. 85 વર્ષિય અભિનેતા ધર્મેન્દ્ર ને હજી પણ ઘણા ચાહકો નો પ્યાર મળે છે.
  • ધરમ જીના શિક્ષણની વાત કરીએ તો તેણે પંજાબના ફાગવાડા શહેરની આર્ય હાઈસ્કૂલ અને રામગઢીયા સ્કૂલથી પોતાનું 10 મુ ધોરણ પૂર્ણ કર્યું છે. તેઓ 10 મુ ધોરણ પાસ છે. જણાવી દઈએ કે, ધર્મેન્દ્ર હાલમાં મુંબઇ નજીક લોનાવલામાં આવેલા તેમના ફાર્મ હાઉસમાં રહે છે. જ્યાં તેઓ ઘણીવાર ખેતી કરતા જોવા મળે છે.
  • સન્ની દેઓલ
  • ધર્મેન્દ્રના મોટા દીકરા અને બોલિવૂડના મજબૂત અભિનેતા સન્ની દેઓલ લગભગ 38 વર્ષથી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તે પણ પોતાના પિતાની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવવામાં સફળ છે. તેનું અભિનય અને ડાયલોગ ડિલિવરી ની દુનિયા દિવાની છે.
  • સની દેઓલ આ દિવસોમાં રાજકારણમાં સક્રિય છે. તે પંજાબના ગોરખપુરના ભાજપના સાંસદ છે. તેમના શિક્ષણ વિશે વાત કરીએ તો, તેમણે રામનીરંજન અનદીલાલ પોદાર કોલેજ ઑફ કોમર્સ અને ઇકોનોમિક્સમાંથી ગ્રેજુઅશન કર્યું છે.
  • બોબી દેઓલ
  • બોબી દેઓલ તેના પિતા અને મોટા ભાઈની જેમ ઇન્ડસ્ટ્રીમાં સફળ રહ્યો નથી. જોકે તેની કારકિર્દી ખરાબ રીતે નિષ્ફળ થઈ નથી. બોબીએ બોલિવૂડમાં સારું પ્રદર્શન કર્યું છે. 51 વર્ષીય અભિનેતા બોબીએ 1995 માં આવેલી ફિલ્મ બરસાતથી ફિલ્મની શરૂઆત કરી હતી. તે હજી પણ બોલીવુડમાં સક્રિય છે.
  • જો બોબી દેઓલના શિક્ષણ પર નજર નાખીએ તો તેણે સ્કૂલનું શિક્ષણ જમનાબાઈ નરસી સ્કૂલ ઓફ મુંબઈ મહારાષ્ટ્ર અને અજમેરની મેયો કોલેજથી પૂરું કર્યું છે.
  • કરણ દેઓલ
  • કરણે પણ તેમના દાદા, પિતા અને કાકાની જેમ જ ફિલ્મ જગતમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું.કરણની સાથે દેઓલ પરિવારની ત્રીજી પેઢી એ હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2019 માં કરણે તેની ફિલ્મ કારકીર્દિની શરૂઆત ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ' થી કરી હતી.
  • ધર્મેન્દ્રના પુત્ર કરણના શિક્ષણની વાત કરીએ તો તેમનું શિક્ષણ મુંબઇના જુહુની ઇકોલ મોન્ડિયલ વર્લ્ડ સ્કૂલમાંથી પૂરું થયું.જ્યારે,તેની કોલેજ સંબંધિત શિક્ષણ વિશે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી.
  • આર્યમન દેઓલ
  • આર્યમાન દેઓલ બોબી દેઓલનો પુત્ર છે. તે હાલમાં તેનું શૈક્ષણિક જીવન જીવે છે. આર્યમન ફિલ્મોથી દૂર ન્યૂયોર્કમાં બિઝનેસમેન મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે. બોબી દેઓલ ઈચ્છે છે કે તેનો પુત્ર હિન્દી સિનેમામાં અભિનેતા તરીકે કામ કરે. આર્યમાન હાલમાં 19 વર્ષનો છે અને તેનું ધ્યાન તેના અભ્યાસ પર છે.

Post a Comment

0 Comments