દુનિયાના આ 10 દેશો પાસે છે સોનાનો સૌથી મોટો જથ્થો, આ નંબર પર આવે છે ભારત

  • આખું વિશ્વ જાણે છે કે આપણી વચ્ચે સોનું કેટલું મહત્વનું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતીયો વિશ્વમાં સૌથી વધુ સોનું ખરીદે છે. તમને જણાવી દઈએ કે જે દેશ ની રિઝર્વ બેંક અથવા સેન્ટ્રલ બેંકો પાસે જેટલું વધુ સોનું હોય છે, તે દેશનું અર્થતંત્ર વધુ મજબૂત ગણાય છે. પરંતુ આ સ્થિતિ ભારતમાં સંપૂર્ણ વિપરીત છે, જ્યાં દેશના લોકો પાસે રિઝર્વ કરતાં વધુ સોનું છે.
  • સોનાના ભંડારની બાબતમાં યુ.એસ. પ્રથમ ક્રમે છે. અમેરિકા વિશ્વનો સૌથી વધુ સોનું રાખતો દેશ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, યુએસ પાસે 8,133.5 ટન સોનું છે.
  • સોનાના ભંડારની બાબતમાં જર્મની બીજા ક્રમે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે, જર્મનીની પાસે 3,367 ટન સોનું છે. નોંઘીલો કે યુરોપિયન દેશોમાં જર્મનીમાં સૌથી વધુ સોનું છે.
  • સોનાના ભંડારના મામલે ઇટાલી વિશ્વમાં ત્રીજા ક્રમે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, ઇટાલી પાસે 2,452 ટન સોનું છે. તમને જણાવી દઈ કે ઇટાલી પાસે વિશ્વના સોનાનો 64 ટકા હિસ્સો છે. ઇટાલી જર્મની પછી યુરોપિયન દેશોમાં બીજો સૌથી મોટો દેશ છે, જેની પાસે આટલું સોનું છે.
  • ફ્રાન્સ સોનાના ભંડારની દ્રષ્ટિએ વિશ્વમાં ચોથું સ્થાન ધરાવે છે. તે વિશ્વના 60% સોના સાથે યુરોપમાં ત્રીજા ક્રમ એ સૌથી વધુ સોનું રાખતો દેશ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા મુજબ,ફાન્સ પાસે 2,436 ટન સોનું છે.
  • ક્ષેત્રની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો દેશ રશિયા સોનાના ભંડાર હોવાના મામલામાં પાંચમા ક્રમે આવે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, રશિયા પાસે 2228.2 ટન સોનું છે.
  • સોનાના રિજર્વની બાબતમાં ભારતનો પાડોશી ચીન છઠ્ઠા ક્રમે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, ચીન પાસે 2141 ટન સોનું છે.
  • સોનાના રિજર્વની યાદીમાં સ્વિટ્ઝર્લન્ડ દેશ સાતમા ક્રમે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા મુજબ સ્વિટ્ઝર્લન્ડ પાસે 1,040 ટન સોનું છે.
  • વિશ્વનો સૌથી નાનો દેશ જાપાન સોનાના ભંડારના મામલે આઠમા ક્રમે આવે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, જાપાનની સત્તાવાર ગોલ્ડ હોલ્ડિંગ 765 ટન છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જાપાન પાસે 1950 માં માત્ર 6 ટન સોનું હતું.
  • ગોલ્ડ રિઝર્વ રાખવાની બાબતમાં નેધરલેન્ડ 9 મા સ્થાને છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, નેધરલેન્ડ્સ પાસે 612 ટન સોનું છે.
  • સોનાના ભંડારની બાબતમાં ભારત દસમા ક્રમે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, ભારતમાં 557.7 ટનનું સત્તાવાર ગોલ્ડ હોલ્ડિંગ છે. પરંતુ ઈન્ડિયા મીડિયા રિપોર્ટ અનુસાર ભારતના નાગરિકો અને મંદિરોમાં સોનાનું પ્રમાણ વધુ છે. ભારત વિશ્વમાં સોનાનો સૌથી મોટો આયાત કરનાર દેશ બની ગયો છે.

Post a Comment

0 Comments