શરીર માટે રામબાણ ઈલાજ સમાન છે આ 10 ફળો, ઘણી સમસ્યાઓ કરે છે દૂર

  • ફળો ખાવાથી શરીર સ્વસ્થ રહે છે અને સ્વસ્થ શરીર માટે ફળો ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ એવું નથી કે દરેક ફળ તમને સમાન પોષણ અને વિટામિન્સ આપશે. કેટલાક ફળો એવા પણ છે જે ઓછા પોષણ આપે છે. તે જ સમયે કેટલાક ફળો એવા છે જે શરીરને ઘણી ગંભીર બીમારીઓથી બચાવે છે. તો આજે આપણે જાણીશું 10 એવા ફળો વિશે જે શરીર માટે સૌથી હેલ્ધી છે…
  • સંતરા
  • સંતરા જોકે ખાટા હોય છે પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ તે શ્રેષ્ઠ ફળ માનવામાં આવે છે. સંતરા એ વિટામિન અને ખનિજોનો શ્રેષ્ઠ સ્રોત છે. આ ફળના સેવનથી વજન તોઓછું થાયજ છે પરંતુ સાથેજ શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ પણ ઓછું થાય છે.
  • સંતરા શરીરના કોલેસ્ટરોલનું સ્તર પણ ઘટાડે છે. ઉપરાંત કિડની અને પથરીની બીમારીથી પીડિત લોકો માટે સંતરું ખૂબ મદદરૂપ સાબિત થાય છે.
  • અનાનસ
  • અનાનાસમાં ફળની દ્રષ્ટિએ સૌથી વધુ પોષણ હોય છે. અનાનાસના એક કપમાં 131 ટકા વિટામિન સી અને 76 ટકા મેગ્નેશિયમ હોય છે. આ સિવાય તેમાં બ્રોમેલેઇન પણ હોય છે જે એન્ટી-ઇન્ફ્લેમેટરી એન્ઝાઇમ્સનું મિશ્રણ છે જેનાથી પ્રોટીન પણ પછિ જાય છે.
  • એવોકાડો
  • જોકે મોટાભાગના ફળોમાં કાર્બ્સ જોવા મળે છે એવોકાડોમાં કાર્બ્સની માત્રા ખૂબ ઓછી હોય છે અને તેમાં હેલ્ધી ફેટ પણ જોવા મળે છે. એવોકાડોમાં જોવા મળતી મોનોસેટ્યુરેટેડ ચરબી બળતરા ઘટાડે છે અને હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
  • એવોકાડોમાં પોટેશિયમ, ફાઇબર અને મેગ્નેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. એવું માનવામાં આવે છે કે એવોકાડો ખાવાથી શરીરમાં પોટેશિયમનો 28 ટકા ભાગ પૂરો થાય છે. તમને જણાવી દઈએ કે પોટેશિયમની અછતને કારણે હાઈ બ્લડ પ્રેશર અને સ્ટ્રોક જેવા રોગોનું જોખમ રહેલું છે.
  • સફરજન
  • સફરજન એ પોષણયુક્ત સમૃદ્ધ ફળ પણ છે તે સૌથી વધુ લોકપ્રિય પણ છે. આ ફળમાં ફાઇબર, વિટામિન સી, પોટેશિયમ, વિટામિન કે અને વિટામિન બી વધુ પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત તેમાં પુષ્કળ એન્ટીઓકિસડન્ટ્સ પણ જોવા મળે છે જે હૃદય માટે સારું છે.
  • સફરજન હાડકાની ઘનતામાં પણ વધારો કરે છે. સફરજનમાં મળતું પેક્ટીન આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારે છે અને પાચન, ચયાપચય ને સારું બનાવે છે.
  • કેળા
  • કેળામાં વિટામિન અને ખનિજોથી ભરપુર માત્રા છે. હળવા કાચા કેળામાંથી મળતું કાર્બ બ્લડ સુગરનું પ્રમાણ નિયંત્રિત કરે છે. કેળા પાચનતંત્રને પણ મજબુત બનાવે છે અને તેને ખાવાથી ભૂખ જલ્દીથી લાગતી નથી. ઉપરાંત કેળા પણ શક્તિનો સારો સ્રોત છે.
  • પપૈયા
  • પપૈયામાં વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ અને ફોલેટ જેવા તત્વો હોય છે. તેમાં એન્ટી-કેન્સર, એન્ટી ઓક્સિડેન્ટ જેવા કે લાઇકોપીન પણ છે. પપૈયા પાચનમાં પણ સુધારો કરે છે તે વજન ઘટાડવા માટે પણ અસરકારક છે.
  • દાડમ
  • દાડમ એક ખૂબ જ સ્વસ્થ ફળ છે. દાડમ ખૂબ એન્ટી ઓક્સિડેન્ટ હોય છે તેમજ તેમાં જોવા મળતું એન્ટી-ઇન્ફ્લેમેટરી કેન્સરનું જોખમ ઘટાડે છે.
  • તરબૂચ
  • તરબૂચમાં વિટામિન એ અને વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. ઘણા એન્ટી ઓક્સિડેન્ટ્સ જેમ કે લાઇકોપીન, કેરોટિનોઇડ્સ અને કુકરબિટામિન ઇ તરબૂચમાં જોવા મળે છે જે કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ ઘટાડે છે. લાઇકોપીન બ્લડ પ્રેશર અને કોલેસ્ટરોલને પણ ઘટાડે છે. વળી તરબૂચ ખાવાથી શરીરમાં ક્યારેય પાણીની તંગી રહેતી નથી.
  • કેરી
  • ફળોનો રાજા કેરી વિટામિન સીનો ખૂબ સારો સ્રોત છે. તેમાં દ્રાવ્ય ફાઇબર હોય છે જે શરીર માટે એકદમ ફાયદાકારક છે. આ ઉપરાંત કેરીમાં એન્ટીઓકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો પણ જોવા મળે છે જેનાથી રોગોનું જોખમ ઓછું થાય છે.

Post a Comment

0 Comments