તરબૂચના આકાર જેવું લીંબુ જોઈને તમે પણ થઈ જશો આશ્ચર્યચકિત, ગિનીસ બુકમાં રેકોર્ડ નોંધાવ્યો આ ખેડૂતે

  • સામાન્ય રીતે લીંબુનું કદ એકદમ નાનું હોય છે. ખરેખર તો લીંબુની એવી ઘણી પ્રજાતિઓ છે જે વિવિધ પ્રકારની બનાવટ ધરાવે છે. પરંતુ કોઈપણ લીંબુનું કદ હથેળીની લંબાઈ કરતા વધારે હોતું નથી. જો તમને કહેવામાં આવે કે લીંબુનું વજન અઢી કિલો છે અને તેનું કદ તરબૂચ જેવું છે તો તમને ચોક્કસ થોડુ વિચિત્ર લાગશે. પરંતુ હરિયાણાના હિસારમાં એક ખેડૂતે આવા કેટલાક લીંબુ ઉગાડ્યા છે.
  • હકીકતમાં હિસારમાં કિસાનગઢના ખેડૂત વિજેન્દ્ર થોરીના ખેતરમાં તડબૂચ જેવડા કદના લીંબુ આવે છે જેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવી રહ્યા છે. તેઓ લીંબુને સાથે પણ લઈ જાય છે. મળતી માહિતી મુજબ ખેડૂતના છોડ ઉપર અઢીથી સાડા ત્રણ કિલો લીંબુ લાગે છે. આટલા મોટા કદના લીંબુ જોઇને દરેક આશ્ચર્યચકિત થાય છે. તમને જણાવી દઈએ કે ખેડૂત વિજેન્દ્ર થોરી જલ્દીથી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી માટે અરજી કરશે.
  • ખેડૂત વિજેન્દ્ર થોરીએ થોડા વર્ષો પહેલા પંજાબથી તેમની એક એકર જમીનમાં કિન્ના છોડ રોપ્યા હતા. તેઓએ વચ્ચે માલ્ટા, મોસમી અને લીંબુના છોડ પણ રોપ્યા. કિન્નુ સિવાય લીંબુ લાગવાના શરૂ થઈ ગયા. મહત્વની વાત એ છે કે ઝાડ પર લીંબુ ખૂબ મોટા આકારનું છે. વીજેન્દ્રના વાડીમાં વાવેલા લીંબુનું વજન અઢીથી સાડા ત્રણ કિલો જેટલું છે.
  • વિજેન્દ્રએ આ છોડને ઓર્ગેનિક ખાતર ઉમેરીને સંપૂર્ણપણે તૈયાર કરી દીધા છે. ગામલોકોનું માનવું છે કે આ કારણે લીંબુનું વજન એટલું વધી ગયું છે. વૃક્ષ ઉપર લીંબુની ચર્ચા સાંભળી મોટી સંખ્યાના ગ્રામીણો ત્યાં પહોંચી ગયા છે. આટલું જ નહીં લોકો આ લીંબુ સાથે ફોટા પણ પડાવી રહ્યા છે.
  • વિજેન્દર થોરીએ પણ ઘણા નિષ્ણાતોને આ લીંબુ બતાવ્યું હતું પરંતુ કોઈએ તેની ચોક્કસ જાતિ વિશે કોઈ દાવા કર્યા નથી. તેવામાં મોટા કદનું આ લીંબુ પથ્થરીની બિમારીવાળા દર્દીઓ માટે રામબાણ સાબિત થઈ રહ્યું છે. ખેડૂત વિજેન્દ્ર થોરીએ દાવો કર્યો છે કે લીંબુનૂ સિકંજી પીવાથી તેના ગામમાં એક પણ પત્થરીનો દર્દી નથી.

Post a Comment

0 Comments