માલદીવમાં રજાઓ માણી રહી છે મિસ વર્લ્ડ માનુષી છિલ્લર,બ્લુ બિકિનીમાં જુઓ અદભૂત લૂક

  • બોલિવૂડના તમામ સેલેબ્સ પછી હવે માનુષી છિલ્લર પણ માલદીવમાં રજાઓ માણી રહી છે. તેણે અહીં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસ્વીરો શેર કરી છે, જેમાં તે સ્વિમસુટ પહેરીને દરિયા કિનારે સુંદર દૃશ્ય ને નિહાળી રહી છે. તેણે વાદળી રંગનો સ્વીમસુટ પહેર્યો છે અને ખુલ્લા વાળમાં તે ખૂબ જ સુંદર લાગે છે.
  • માનુષીએ બ્લેક કલરના સનગ્લાસ પહેર્યા છે અને તે વાદળી પાણી અને સુંદર આકાશ ને નિહાળી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તસ્વીરો શેર કરતાં માનુષીએ લખ્યું કે, મને એક સુંદર સમુદ્ર મળ્યો છે.
  • વર્ષ 2017 માં મિસ વર્લ્ડનો તાજ જીતનાર માનુષી છિલ્લર ટૂંક સમયમાં અક્ષય કુમાર સાથે ફિલ્મ પૃથ્વીરાજમાં જોવા મળશે. તે ફિલ્મમાં લીડ રોલ ભજવતી જોવા મળશે.
  • તેના લુકની કેટલીક ઝલક ફિલ્મમાંથી જારી થઈ હતી, પરંતુ તેના અને અક્ષય કુમારના લુકનું પોસ્ટર આવવાનું બાકી છે. આ સિવાય માનુશી વિક્કી કૌશલની ફિલ્મમાં પણ કામ કરતી જોવા મળશે.
  • વિજય કૃષ્ણ આચાર્યના નિર્દેશનમાં બનેલી આ એક કોમેડી ફિલ્મ હશે. એક તરફ લોકડાઉનને કારણે પૃથ્વીરાજનું શૂટિંગ થોડું મોડું થઈ ગયું છે, બીજી તરફ માનુષીએ પણ વિકી સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે.
  • જોકે, આ ફિલ્મના નામની ઘોષણા હજુ સુધી કરવામાં આવી નથી. યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું શૂટિંગ શહેરના બીજા સ્ટુડિયોમાં કરવામાં આવશે, કેમ કે શાહરૂખની ફિલ્મ પઠાણ માટે યશ રાજ ફિલ્મ્સનો સ્ટુડિયો પહેલેથી જ બુક કરાઈ ચૂક્યો છે.
  • જોકે, એવી અપેક્ષા છે કે વિક્કી કૌશલ સ્તરર ફિલ્મ ની રજૂઆત પહેલા પૃથ્વીરાજ ફિલ્મ પ્રેક્ષકો ને જોવા મળશે. જો કે, આ ફિલ્મ પર ઘણાં વીએફએક્સ પર કામ થવાની પણ ચર્ચા છે જે તેના સિલિજ માં વિલંબ કરી શકે છે.

Post a Comment

0 Comments