જો તમને મુસાફરીનો શોખ છે તો જાણી લો દુનિયાભરની શ્રેષ્ઠ જગ્યાઓ વિશે, જુઓ ફોટા

  • જો તમે પણ દર વખતે કોઈ પસંદ કરેલી જગ્યા પર જઇ જઈ ને થાકી ગયા છો, તો અમે તમારી સમસ્યા દૂર કરીશું. આ લેખમાં, અમે તમારા માટે વિશ્વભરના કેટલાક સુંદર ફરવા લાયક સ્થાનો લાવ્યા છીએ.ઉત્સાહીઓ માટે ફરવા માટેનું આ એક ઉત્તમ સ્થળ છે અને ધણા પ્રવાસીઓ પણ આ સ્થળોએ ફરવા આવે છે.
  • ફીજી એ પ્રશાંત મહાસાગર પર એક ટાપુ દેશ છે. અહીં જોવાલાયક સ્થળો - નદી, સુવા રાજધાની, લાટોકા, લબાસા વગેરે. અહીં,સમુદ્રના કિનારે રાત્રે ચંદ્રને જોવાની ઇચ્છા બધા રાખે છે.
  • નેધરલેન્ડ્સની રાજધાની, એમ્સટરડેમ, નેધરલેન્ડ્સના પશ્ચિમ ભાગમાં એક ખૂબ સુંદર સ્થળ છે. અહીંનું દૃશ્ય ખૂબ સુંદર છે, જેની સુંદરતાની ખાશ વાત અહીં ના સુંદર ફૂલો છે.
  • યુરોપ એક ખર્ચાળ સ્થળ છે, પરંતુ જો તમારે યુરોપની મુલાકાત લેવી હોય તો ચિંતા કરશો નહીં. થોડી યોજના બનાવીને અને ત્યાં ફરવા માટે સસ્તી અને સારી જગ્યાઓ પસંદ કરીને, તમે તમારા બજેટમાં આરામથી યુરોપ પ્રવાસ કરી શકો છો. તે તેના કુદરતી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે. અહીં તમને ઘણા જંગલો,હરે ભરે લૈડસ્કેપ અને વિવિધ વાનગીઓનો આનંદ માણવાની તક મળશે.
  • ઇટલી સંસ્કૃતિ, કલા અને ધર્મનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. આ દેશ પર્યટનનું મોટું આકર્ષણ છે. અહીં જોવા માટે ઘણી બધી જગ્યાઓ છે. અહીં દરિયાકિનારા, સરોવરો અને ટેકરીઓ તેમ જ ઇતિહાસ, કલા, ખોરાક, સંગીત, સ્થાપત્ય, સંસ્કૃતિ, પવિત્ર સ્થાનો, આકર્ષક ગામડાઓ, મનોહર ચિત્રો અને મૈત્રીપૂર્ણ લોકો અહીંની વિશેષતા છે.
  • સ્વિટ્ઝર્લન્ડ એક ખૂબ જ સુંદર જગ્યા છે. મોટાભાગના લોકો હેંગ આઉટ કરવા માટે સ્વિટ્ઝર્લન્ડ જવાનું પસંદ કરે છે. જો તમને પ્રકૃતિ ગમે છે, તો પછી સ્વિટ્ઝર્લન્ડ તમારા માટે શ્રેષ્ઠ સ્થાન છે. 60% સ્વિટ્ઝર્લન્ડ આલ્પ્સ પર્વતોથી આવરી લેવામાં આવે છે.

Post a Comment

0 Comments