હૂબહૂ એશ્વર્યા રાય જેવી જ દેખાઈ છે આ છોકરી, પતિ અભિષેક બચ્ચન પણ જોયા પછી છેતરાઈ શકે છે જુવો તસ્વીરો

  • વિશ્વમાં તમને એવા ઘણા લોકો મળશે જેમના ચહેરા એકબીજાને મળે છે. તમે કોઈ એવાને જોયો જ હશે જેનો ચહેરો તમારા સબંધી અથવા મિત્ર જેવો જ લાગતો હશે. વિજ્ઞાન પણ એમ કહે છે કે વિશ્વમાં એક જેવાજ દેખાતા હોય તેવા વ્યક્તિઓ અસ્તિત્વ ધરાવે છે. જો તમને આ વિશે ખાતરી ન હોય તો અમે તમને આજે આવા ફોટા બતાવીશું જેને જોયા પછી તમને પણ આ અંગે ખાતરી થઈ જશે. એશ્વર્યા રાયને બધાં જાણે છે. એશ્વર્યા રાય જેવી દેખાતી અભિનેત્રી સ્નેહા ઉલ્લાલને સલમાન ખાને લકી ફિલ્મમાં બ્રેક આપ્યો હતો. જોકે સ્નેહાની કેટલાક ફીચર્સ એશ્વર્યાને મળતા હતા પણ સંપૂર્ણ રીતે નહીં. પરંતુ આજે આ મોડેલની તસવીર જોયા પછી તમે એશ્વર્યા રાય અને આ મોડેલ વચ્ચેનો ભેદ પારખી શકશો નહીં. આ મોડલ બરાબર એશ્વર્યા રાય બચ્ચન જેવીજ લાગે છે. 28 વર્ષીય મોડલ મહલાઘા એટલી સુંદર છે કે લોકોએ તેની સરખામણી એશ્વર્યા રાય સાથે કરવાનું શરૂ કરી દીધું છે. કેટલાક લોકો તેને એશ્વર્યાની હમશકલ તરીકે પણ માને છે.
  • મહલાઘા જબેરી કોણ છે?
  • અમે તમને જણાવી દઈએ કે મહલાઘા જાબેરી એક ઇરાનમાં જન્મેલી મોડેલ છે. મહલાઘાનો જન્મ 17 જૂન 1989 માં ઇરાનના ઇસ્ફહાન શહેરમાં થયો હતો. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગભગ 2.3 (23 લાખ) મિલિયન ફોલોઅર્સ છે. તેની મોડલિંગ કારકિર્દીને કારણે મહલાઘાને ઈરાન છોડીને યુએસએના સૈન ડિએગોમાં શિફ્ટ થવું પડ્યું. 5 ફૂટ 8 ઇંચની આ મોડેલ આજકાલ ફેશન ડિઝાઇનર્સની પહેલી પસંદ બની ગઇ છે. મહલાઘાએ વૉલ્ટર મેંડેઝ અને હોલી ક્લોથીંગ માટે મોડલિંગ કર્યું છે.
  • આ વસ્તુઓની શોખીન છે મહલાઘા
  • મહલાઘાને મોડેલિંગ ઉપરાંત ઘોડા સવારીમાં પણ ખૂબ રસ છે. તે ફ્રી ટાઇમમાં ખરીદી કરવા અથવા ઘોડા પર સવાર થવાનું પસંદ કરે છે. આ સિવાય તેને મૂવીઝ જોવાનું પણ પસંદ છે. તેને અંગ્રેજી રોમેન્ટિક અને સાયન્સ ફિક્શન જોવાનો શોખ છે.
  • આ કારણે હેડલાઇન્સમાં હતી
  • મહલાઘા વર્ષ 2009 માં સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર આવી હતી અને ત્યારથી તે હંમેશા રાજકીય વાતોને કારણે હેડલાઇન્સમાં રહે છે. તેમણે એક વખત એક ટ્વીટમાં લખ્યું છે કે, "જો ઈરાનમાં ઈરાની સરકારને લોકોના મતથી ફરક પડતો તો પછી સરકાર કોઈને પણ મત આપવા જવા દેત નહી". તેના દ્વારા કરવામાં આવેલ આ ટ્વિટ પછી તે ઘણા દિવસો સુધી ચર્ચામાં રહી હતી. આ સુંદર મોડેલની કેટલીક તસવીરો તમે પણ જુઓ.

Post a Comment

0 Comments