બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યા છે કેરી મિનાટી, અમિતાભ-અજય સાથે આ ફિલ્મમાં કરશે કામ

  • આજના સમયમાં સોશિયલ મીડિયા એ એક માધ્યમ છે જે તમને ગમે ત્યાં, ગમે ત્યારે વાઇરલ કરી શકે છે. દરરોજ ઘણા લોકો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તેમાંથી કેટલાક કારણ વગર વાઇરાલ થાય છે અને કેટલાક ચોક્કસ કાર્યને કારણે વાયરલ થાય છે. સોશિયલ મીડિયા પર મોટાભાગના લોકો યુ ટ્યુબની મદદથી વાયરલ થાય છે.
  • યુટ્યુબ એ કમાણીની સાથે ઓળખ મેળવવાનું એક શ્રેષ્ઠ માધ્યમ પણ છે. થોડા મહિના પહેલા પ્રખ્યાત યુ ટ્યુબર કેરી મિનાટી સાથે કંઈક આવું જ બન્યું હતું. સોશ્યલ મીડિયા અને યુ ટ્યુબની દુનિયાના લોકો કેરી મિનાટીને ખૂબ સારી રીતે જાણે છે. તે તેની એક વિડિઓના કારણે ખૂબ જ લોકપ્રિય થયો હતો. તેને ઘણી ઓળખ મળી હતી.
  • નાની ઉંમર માંજ કેરી મીનાટી વિશે ખબર બધા જાણે છે હવે તેને તેની ઓળખ માટે એક મોટું ઈનામ મળવા જઇ રહ્યું છે. કેરીની સાથે તેના ચાહકો માટે પણ આ ખૂબ મોટી વાત છે કે હવે તેઓ બોલિવૂડમાં પગ મૂકવા જઇ રહ્યા છે. બોલિવૂડમાં તેની એન્ટ્રી પણ ખૂબ ભવ્ય બનવાની છે.
  • કેરી હિન્દી સિનેમાના બે મહાન કલાકારો સાથે કામ કરવા જઈ રહયો છે. પહેલી જ ફિલ્મમાં તેને બોલિવૂડના બે મોટા કલાકારો સાથે કામ કરવાની તક મળશે. તમને જણાવી દઈએ કે કેરી મિનાટી દિગ્દજ અભિનેતા અમિતાભ બચ્ચન અને સુપરસ્ટાર અજય દેવગન સાથેની એક ફિલ્મમાં કામ કરવા જઈ રહયો છે. આ ફિલ્મનું નામ 'મેડે' હશે.
  • ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં કેરી તેની પોતાના પરિચિત અંદાજમાં જોવા મળશે. મળતી માહિતી મુજબ તેને આ યુટ્યુબના પાત્રની જેમ જ આ ફિલ્મમાં પણ ભૂમિકા આપવામાં આવી છે. કેરી પણ અમિતાભ બચ્ચન અને અજય દેવગન જેવા દિગ્ગજ લોકો સાથે આ ફિલ્મમાં કામ કરવા સંમત થયા છે.
  • જણાવી દઈએ કે અજય અને અમિતાભની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મનું શૂટિંગ ઘણા દીવસો થી શરૂ થઈ ગયું છે. હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવવા ઉપરાંત અજય દેવગન આ ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક પણ છે. અજય દેવગન સાથે અમિતાભ બચ્ચન અને કેરી મિનાટી, રકુલ પ્રીત સિંહ, અંગિરા ધર અને આકાંક્ષા સિંહ પણ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.
  • તાજેતરમાં યુટ્યુબર કેરી મીનટીએ ફિલ્મમાં પોતાના કામ વિશે માહિતી આપતા કહ્યું હતું કે તેના ભાઈ અને કામ સહયોગી દિપકને 'મેડે' ફિલ્મના સહ નિર્માતા કુમાર મંગત પાઠકે ફોન કર્યો હતો. તેમણે કહ્યું કે કુમાર મંગત પાઠક સાથે ઘણા દિવસોથી વાતચીત ચાલી રહી હતી અને તેઓ આ ફિલ્મમાં કામ કરવા માટે સંમત થયા છે.
  • કેરી મીનાટી માટે તે ખૂબ મોટી વાત છે કે તેને બોલવુડમાં તેની પહેલી ફિલ્મ અમિતાભ બચ્ચન અને અજય દેવગન જેવા બે દિગ્ગજ કલાકારો સાથે કામ કરવાની તક મળી રહી છે. વળી તેઓ પણ ખુશ થશે કે તેઓ જે વસ્તુ માટે જાણીતા છે તેઓને તેવી જ ભૂમિકા ફિલ્મમાં આપવામાં આવી છે.
  • તમને જણાવી દઈએ કે કેરી જ્યારે એક પ્રખ્યાત ટિક ટોકરને રોસ્ટ કર્યો હતો ત્યારે તે ઘણો ચર્ચામાં આવ્યો હતો. યુટ્યુબ પર તેની આ વિડિઓના રેકોર્ડ મળ્યો હતો. આ વિડિઓ પર એટલો હોબાળો થયો હતો કે યુટ્યુબને આ વિડિઓ કાઢી નાખવો પડ્યો હતો. કેરી યુટ્યુબ પર કેરી મિનાટી નામની તેની એક ચેનલ ચલાવે છે જેમાં તે જાણીતા લોકોને રોસ્ટ કરતો રહે છે.
  • કેરીને આ વિડિઓ દ્વારા વિશ્વભરમાં ઓળખ મળી હતી. આ સાથે જ અમિતાભ બચ્ચને પણ તેમના વિશે એક પોસ્ટ કરી હતી. જ્યારે તેમણે પોતાના શો કૌન બનેગા કરોડપતિમાં કેરી મિનાટીને લગતો એક સવાલ પણ પૂછ્યો હતો.

Post a Comment

0 Comments