આમિર અને શાહરૂખ ખાન સાથે કામ કરી ચૂકેલા આ કલાકારની હાલત છે ખરાબ, શાકભાજીનું વેચી ગુજરાન ચલાવે છે

  • શાહરૂખ ખાનની સાથે રામ જાને અને આમિર ખાન સાથે ગુલામમાં કામ કરનાર અભિનેતા જાવેદ હૈદર આજકાલ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના વાયરસ લોકડાઉનને કારણે તેની પાસે ન તો કામ છે અને ન તો નાણાં છે જેથી તે પોતાના અને પરિવારનું પેટ ભરી શકે. તેને રસ્તાની એક ગાડી પર શાકભાજી વેચવાની ફરજ પડી છે. જાવેદ હૈદરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
  • ટીવી અને ફિલ્મ અભિનેત્રી ડોલી બિન્દ્રાએ પણ જાવેદ હૈદરનો એક વીડિયો ટ્વીટ કરીને લખ્યું છે કે તે એક અભિનેતા છે અને શાકભાજી વેચી રહ્યો છે.
  • જાવેદ હૈદરે ચાઇલ્ડ આર્ટિસ્ટ સહિત અનેક ફિલ્મોમાં સાઇડ રોલ કર્યા છે.
  • જાવેદ હૈદરે 2009 માં 'બાબર' અને ટીવી સિરીજ 'જીની ઔર જુજુ'માં પણ કામ કર્યું હતું.
  • જાવેદ હૈદરનો આ વીડિયો મુંબઇનો કહેવામાં આવી રહ્યો છે.
  • તમને જણાવી દઈએ કે લોકડાઉનમાં ફિલ્મોનું શૂટિંગ બંધ થવાને કારણે ઘણા કલાકારો પર આર્થિક સંકટનો પહાડ તૂટી પડ્યો છે.

Post a Comment

0 Comments