સલમાન ખાનથી લઈને માધુરી દીક્ષિત સુધી, જાણો આ સ્ટાર્સ ટીવી શો માટે કેટલો ચાર્જ લે છે

  • ટીવીનો ઉદ્યોગમાં છેલ્લા 10-15 વર્ષમાં ઘણો વિકાસ થયો છે. જ્યાં પહેલા ટીવીને ફિલ્મો સુધી પહોંચવાનો માર્ગ માનવામાં આવતો હતો હવે એવા ઘણા બોલિવૂડ સુપરસ્ટાર છે જે ટીવી પર ધમાકો કરી રહ્યા છે. તેમાં સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનથી લઈને બોલિવૂડના સુલતાન સલમાન ખાન સુધીના નામ શામેલ છે. ચાલો જાણીએ ટીવી શો માટે બોલીવુડના કલાકારો કેટલો ચાર્જ લે છે:
  • માધુરી દીક્ષિત કલર્સ ટીવી શો ઝલક દિખલા જાના ઘણી સીઝન માટે જજ રહી ચૂકી છે. આ શો માટે તેમની એપિસોડ દીઠ ફી 1 કરોડ હોવાનું કહેવાય છે.
  • કહેવાય છે કે સલમાન ખાને બિગ બોસ 13 માટે પ્રત્યેક એપિસોડ પર 13 કરોડ રૂપિયા વસૂલ્યા છે. તેવામાં બિગ બોસ 12 ના સમયે તેની ફી 11 કરોડ પર એપિસોડ બતાવાઈ રહી હતી.
  • કરીના કપૂરે જીટીવીના ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સસ: બેટલ ઓફ ચેમ્પિયનને જજ કરી હતી. કરીના કપૂર આ શોના એક એપિસોડ માટે 3 કરોડ રૂપિયા લેતી હતી.
  • શિલ્પા શેટ્ટી જજ તરીકે ઘણા રિયાલિટી શો કરી ચૂક્યા છે. જોકે તેને સોની ટીવી શો સુપર ડાન્સરમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવે છે કે શિલ્પાએ સુપર ડાન્સરની સીઝન વન માટે 13 કરોડ રૂપિયા લીધા હતા.
  • ઝલક દિખલા જાની સીઝન 9 માં જૈકલીન ફર્નાન્ડિઝ જજ તરીકે જોવા મળી હતી. આ સીઝન માટે તેમને ચેનલ તરફથી 9 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
  • મલાઈકા અરોરા કલર્સ ટીવીનો ઈંડિયાજ ગોટ ટેલેન્ટ શો ને જજ કર્યો છે. આ શો માટે તેની ફી 1 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
  • રિતિક રોશને જસ્ટ ડાન્સ નામના રિયાલિટી શો જજ કર્યો છે. આ શો માટે રિતિકની એપિસોડ ફી 2 કરોડ હોવાનું કહેવાય છે.

Post a Comment

0 Comments