એક એવો દેશ, જ્યાં ફક્ત એક જ કલાકમાં ત્રણ રાષ્ટ્રપતિઓ બદલાયા હતા

  • મેક્સિકો
  • ઇતિહાસમાં આવી ઘણી ઘટનાઓ બની છે, જેના વિશે જાણીને ખૂબ આશ્ચર્ય થાય છે. ઉત્તર અમેરિકાના એક દેશમાં આવું જ આશ્ચર્ય થયું, જ્યાં એક કલાકમાં કંઈક એવું બન્યું કે ત્રણ રાષ્ટ્રપતિ બન્યા. જી હા, તે આશ્ચર્યજનક છે, પરંતુ તે એકદમ સાચું છે. આ દેશ વિશ્વનો 14 મો સૌથી મોટો રાષ્ટ્ર માનવામાં આવે છે. તે વિશ્વના સૌથી સુંદર દેશોમાં નો એક માનવામાં આવે છે. ચાલો આપણે જાણીએ કે તે કયો દેશ છે જ્યાં આ ઘટના એક જ દિવસમાં બની હતી,અને કાયમ માટે ઇતિહાસમાં તેનું નામ નોધવ્યું હતું.
  • મેક્સિકો ના ભૂતપૂર્વ પ્રમુખ પેડ્રો લસ્કુરિન
  • આ દેશનું નામ મેક્સિકો છે. આ ઘટના 106 વર્ષ પહેલાંની એટલે કે 1913 ની છે.ત્યારે 19 ફેબ્રુઆરી હતી.ત્યારે રાષ્ટ્રપતિ ફ્રાન્સિસ્કો આઈ.મેડેરો હતા. એના રાષ્ટ્રપતિ પદ પર થી હટાવાના એક કલાકમાં પેડ્રો લસ્કુરિન રાષ્ટ્રપતિ બન્યા પરંતુ તેમણે મિનિટોમાં જ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું, ત્યારબાદ વિક્ટોરિયાનો હુઇર્ટા રાષ્ટ્રપતિ બન્યા. પેડ્રો માત્ર 26 મિનિટ માટે રાષ્ટ્રપતિ બન્યા. આ એક વર્લ્ડ રેકોર્ડ છે.
  • વિશ્વનું સૌથી જૂનું વૃક્ષ
  • ચાલો હવે જાણીએ મેક્સિકો વિશેની કેટલીક વિશેષ અને રસપ્રદ બાબતો. તમને ભાગ્યે જ ખબર હશે કે વિશ્વનું સૌથી જૂનું વૃક્ષ આ દેશમાં છે, જેને મોન્ટેઝુમા સાયપ્રસ નામ આપવામાં આવ્યું છે. આ વૃક્ષ લગભગ 2000 વર્ષ જૂનું છે, જેની લંબાઈ લગભગ 40 ફૂટ છે.
  • વિશ્વનું સૌથી નાનું જ્વાળામુખી
  • શું તમે જાણો છો કે વિશ્વનું સૌથી નાનું જ્વાળામુખી મેક્સિકોમાં છે, તેનું નામ ક્યુસ્કોમેટ છે. આ જ્વાળામુખી પ્યુબલા શહેરમાં સ્થિત છે. તે 13 ફુટ લાંબો અને 23 મીટર પહોળો છે. મોટી સંખ્યામાં લોકો અહીં ફરવા અને જ્વાળામુખીને નજીકથી જોવા માટે આવે છે.
  • ચિચેન ઇત્ઝા,મેક્સિકો
  • આ દેશમાં એક પ્રાચીન પિરામિડ પણ છે, જેને ચિચેન ઇત્ઝા તરીકે ઓળખાય છે. તે આ વિશ્વની સાત અજાયબીઓમાં શામેલ છે. માનવામાં આવે છે કે ચિચેન ઇત્ઝા પિરામિડ માયા સંસ્કૃતિના લોકો દ્વારા બનાવવામાં આવ્યું હતું.

Post a Comment

0 Comments