શાહરૂખ-જુહી અને અભિષેક-ધોની સહિત આ હસ્તીઓ બિઝનેસ પાર્ટનર છે જુઓ સંપૂર્ણ લિસ્ટ

 • બોલિવૂડ સેલેબ્સની વચ્ચે જેટલી ઝડપથી મિત્રતા થાય છે તેટલી જ ઝડપથી દુશ્મનાવટ પણ થાય છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રી માટે મિત્રતા અને દુશ્મની ની વાત સામાન્ય છે. આજે ઘણા ફિલ્મ સ્ટાર્સ એકબીજા ના ખૂબ સારા મિત્રો છે જ્યારે કેટલાક સ્ટાર્સ છે જે એક બીજાને જોવાનું પણ પસંદ નથી કરતા.
 • અને આજે આપણે તે સ્ટાર્સ વિશે વાત કરવાના છીએ જેમણે તેમની મિત્રતાને વ્યવસાયિક જીવનમાં બદલી દીધી છે. જી હા બોલીવુડમાં એવા ઘણા છે જેઓ સાથે બિઝનેસ કરે છે. તો ચાલો જાણીએ આ સૂચિમાં કોનો સમાવેશ થાય છે ..
 • અક્ષય કુમાર અને રાણા દગ્ગુબતી
 • બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમાર અને સાઉથ સિને વર્લ્ડના પ્રખ્યાત અભિનેતા રાણા દગ્ગુબતી ખૂબ સારા મિત્રો છે. બંનેની મિત્રતાની મિશાલ આપવામાં આવે છે. આ બંનેએ એક બીજા સાથે કેટલીક ફિલ્મોમાં કામ પણ કર્યું છે. જેમાં બેબી અને હાઉસફુલ 4 ના નામ અગ્રણી છે.
 • ફિલ્મોમાં કામ કર્યા પછી રાણા અને અક્ષયની મિત્રતા ઘણી ગાઢ થઈ ગઈ. આ પછી બંનેએ તેમની મિત્રતાને બિઝનેસ પાર્ટનરના રૂપમાં ફેરવી દીધી. તાજેતરમાં જ અક્ષય અને રાણાએ એક નવી ઓનલાઈન પ્રભાવીત કરવાવાળી એલઇડી માર્કેટપ્પલેસ, સોશલ્સ્વાગ લોંચ કરવા માટે હાથ મિલાવ્યા છે. બંને વચ્ચેની આ ભાગીદારી થોડા દિવસો પહેલા જ થય છે.
 • અભિષેક બચ્ચન અને મહેન્દ્રસિંહ ધોની
 • બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ બિઝનેસ પાર્ટનર છે. હકીકતમાં તે બંને ઇન્ડિયન સુપર લીગ માં ફૂટવાલ ટિમ ચેન્નાઈન એફસીના કો-ઓનર છે. બંને ઘણી વખત તેમની ટીમને ચીયર કરતા જોવા મળ્યા છે. કહી એકે અભિષેક બચ્ચન કબડ્ડી ટીમ જયપુર પિંક પેન્થર્સના સહ-માલિક છે.
 • શાહરૂખ ખાન અને જુહી ચાવલા
 • બોલીવુડના કિંગ ઓફ રોમાંસ તરીકે જાણીતા અભિનેતા શાહરૂખ ખાન અને જાણીતી અભિનેત્રી જૂહી ચાવલા પણ બિઝનેસ પાર્ટનર છે. વ્યવસાયમાં એક બીજાના ભાગીદાર બનતા પહેલા પણ બંનેને ખૂબ સારા મિત્રો પણ માનવમાં આવે છે. જો કે હવે તેમની મિત્રતા વ્યવસાયિક ભાગીદારીમાં ફેરવાઈ ગઈ છે.
 • તમને જણાવી દઈએ કે જૂહી ચાવલા શાહરૂખ ખાનની સાથે આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સની કો-ઓનર છે. આ સિવાય શાહરૂખ ખાન રેડ ચીલી એંટરટેમેંટ પ્રોડક્શન હાઉસનો પણ માલિક છે. આ પ્રોડક્શન હાઉસની સહ-માલિક શાહરૂખની પત્ની ગૌરી ખાન છે.
 • જણાવી દઈએ કે રેડ ચીલી એંટરટેમેંટ બોલિવૂડના ટોપના પ્રોડક્શન હાઉસમાંની એક છે. આ પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી હિટ ફિલ્મો બની છે.
 • અક્ષય કુમાર, શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા
 • એક સમય એવો હતો જ્યારે અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટી એકબીજાના પ્રેમમાં પાગલ હતા પરંતુ આ પ્રેમ કહાની ખૂબ જ પીડાદાયક રીતે સમાપ્ત થઈ અને બંનેએ તેમના માર્ગ હંમેશા માટે અલગ કરી લીધા. ફિલ્મ ધડકન પછી શિલ્પાએ તો એમ પણ કહ્યું કે અક્ષયે મારી સાથે છેતરપિંડી કરી છે અને ભવિષ્યમાં અક્ષય સાથે ક્યારેય કામ નહીં કરે.
 • જોકે આ બંનેની મિત્રતા હજી પણ ચાલુ છે. હવે બંનેની મિત્રતા વ્યવસાયિક ભાગીદારીમાં ફેરવાઈ ગઈ છે. જણાવી દઇએ કે શિલ્પા અને તેના પતિ રાજ કુંદ્રા અક્ષય કુમાર સાથે બિઝનેસ પાર્ટનર છે. જણાવી દઈએ કે અક્ષય શિલ્પા અને રાજે ભારતમાં પ્રથમ સેલિબ્રિટી ટેલિશોપિંગ ચેનલ ખોલ્યા છે.

Post a Comment

0 Comments