ટાલ્યા ન હોવા છતાં રાકેશ રોશન નથી રાખતા વાળ, જાણો તેની પાછળની દિલચસ્પ કહાની

  • રાકેશ રોશન બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા રહ્યા છે. જોકે ફિલ્મ હીરો તરીકે ઈન્ડસ્ટ્રીમાં તે વધારે કમાણીકરી શક્યાં નહતા પરંતુ દિગ્દર્શક તરીકે તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે. તેમના સમયમાં રાકેશ રોશનનું નામ ઉદ્યોગના સૌથી હેન્ડસમ અભિનેતાઓમાં શામેલ હતું. રાકેશ રોશન હવે બોલિવૂડના જાણીતા નિર્દેશક છે. તેમણે કોઈ મિલ ગયા, કહો ના પ્યાર હૈ, ક્રિશ, ક્રિશ 3, કોયલા અને ખુદગર્ઝ જેવી ઘણી સુપર હિટ ફિલ્મો બનાવી છે.
  • જ્યારે રાકેશ રોશન ફિલ્મોમાં કામ કરતો હતો ત્યારે તેના માથા પર જાડા, નરમ, કાળા અને લહેરતા હોય તેવા વાળ હતા પરંતુ દિગ્દર્શક બનતાંની સાથે જ તેના બધા વાળ ગાયબ થઈ ગયા હતા. આખરે શા માટે આવું બન્યું અને તમે જાણો છો કે જ્યારે તેઓને છેલ્લે ક્યારે ટાલ પડી? તમને જણાવી દઇએ કે ઉંમર સાથે ટાલ પડવાના કારણે રાકેશ રોશને તેના બધા વાળ ગુમાવ્યા નથી પરંતુ તેની પાછળ એક ધાર્મિક માન્યતા છે.
  • ખરેખર વર્ષ 1987 માં રાકેશ રોશનની ફિલ્મ 'ખુદગર્ઝ' આવી. નિર્દેશક તરીકેની આ તેમની પ્રથમ ફિલ્મ હતી. રાકેશ રોશને આ ફિલ્મની સફળતા માટે તિરૂપતિ બાલાજીનું વ્રત કર્યું હતું. તેણે પ્રતિજ્ઞા લીધી હતી કે જો તેની ફિલ્મ હિટ થશે તો તે તિરૂપતિ બાલાજીને તેના વાળ દાન કરશે.
  • 31 જુલાઈ 1987 ના રોજ ફિલ્મ 'ખુદગર્ઝ' રિલીઝ થઈ અને તે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ. ફિલ્મની સફળતા પછી તેમના વ્રતને યાદ કરીને રાકેશ રોશન તિરૂપતિ બાલાજી ગયા અને તેના બધા વાળ દાન કર્યા. રાકેશ રોશનની પત્ની પિંકી પણ તેમના વ્રત વિશે જાણતી હતી. આવામાં જ્યારે ફિલ્મ હિટ બની હતી ત્યારે પત્નીએ જાતે જ તેમને તેના વ્રતનું યાદ અપાવ્યૂ હતું.
  • લાંબા સમય પછી રાકેશ રોશન આખરે તિરૂપતિ પાસે ગયા અને વાળ ચડાવી દીધા. આ પછી રાકેશ રોશનની બીજી ફિલ્મ 'ખુન ભરી માંગ' આવી અને તે પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ બની. તેની બીજી ફિલ્મની સફળતા જોઈને અભિનેતાએ ભગવાન સમક્ષ પ્રતિજ્ઞા લીધી કે હવે તે હમેશા વાળ વગરજ રહેશે અને તે પછી અભિનેતા હંમેશા વાળ વગરજ દેખાયો હતો.
  • આ પછી રાકેશ રોશનની બીજી ફિલ્મ સુપરહિટ થઈ ત્યારબાદ તેને ખાતરી થઈ ગઈ કે તેનું વાળ વગર રહેવું તેના માટે ભાગ્યશાળી છે. ત્યારથી નિર્માતા આવાજ અવતારમાં દેખાય છે. તો કઈક આવી રીતે ચાલુ થઈ રાકેશ રોશન ની સફળ નિર્દેશક ની વાર્તા જે આજ સુધી ચાલુ છે. તેણે ઘણી સુપરહિટ ફિલ્મ્સનું નિર્દેશન કર્યું છે.
  • આ દિવસોમાં રાકેશ રોશન 'ક્રિશ' ફ્રેન્ચાઇઝી 'ક્રિશ 4' પર કામ કરી રહ્યા છે. અભિનેતા રિતિક રોશન ફરી એકવાર આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મની સ્ક્રીપ્ટ પૂર્ણ થતાંની સાથે જ શૂટિંગ શરૂ થશે. તમને જણાવી દઈએ કે 'ક્રિશ' અને 'ક્રિશ 3' બંનેએ મોટા પડદે હીટ થઈ હતી તેથી ચાહકોને 'ક્રિશ 4' નીઘણી અપેક્ષાઓ છે. તે એક મોટા બજેટની ફિલ્મ હશે જેના માટે એક્શન સિક્વન્સ માટે એક્શન ડિરેક્ટરને હોલીવુડથી લાવવામાં આવશે.

Post a Comment

0 Comments