'વિવાહ' ફિલ્મ જેવા અનોખા લગ્ન, દુલ્હનની કરોડરજ્જુ તૂટી, વરરાજાએ છતાં અપનાવી

  • 2006 માં, બધાને સૂરજ બરજાત્યાની ફિલ્મ 'વિવાહ' યાદ હશે, જેમાં દુલ્હન બનેલી અમૃતા રાવ તેની ચચેરી બહેન ને બચાવવા લગ્નના દિવસે અગ્નિથી બાળી હતી.અને વરરાજા શાહિદ કપૂરે તેની સાથે લગ્ન કર્યા હતા તે રીલ લાઈફની સ્ટોરી છે જે ખૂબ હિટ પણ રહી હતી, પરંતુ યુપીના પ્રયાગરાજમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું
  • આ કેસ સંગમ શહેર પ્રયાગરાજમાં જોવા મળ્યો હતો જ્યાં નવી નવવધૂ કન્યા આરતી હાથમાં મહેંદી લગાવીને હોસ્પિટલના પલંગ પર પડી હતી અને તેની પાસે બેઠેલો યુવાન તેનો પતિ અવધેશ છે જે તેની પત્નીની દેખ રેખ રાખી રહ્યો છે.
  • હકીકતમાં, પ્રતાપગઢના કુંડા વિસ્તારમાં રહેતી આરતી માટે લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી અને 8 ડિસેમ્બરે સાંજે જાન નીકળવાની હતી પરંતુ બપોરે ટેરેસ પર રમતા તેના ત્રણ વર્ષના ભત્રીજાને બચાવાના ચક્કર માં નીચે પડી ગઈ.આ અકસ્માતમાં તેની કરોડરજ્જુ તૂટી ગઈ હતી અને બંને પગની તાકાત જતી રહી. ઘરના સાથીઓએ તેને પ્રયાગરાજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી.
  • જ્યારે વરરાજા અવધેશના ઘરને જાણ કરવામાં આવી ત્યારે તેના ઘરમાંથી બે લોકો જાણવા માટે આવ્યા હતા. કેસની સત્યતા અને બનાવની વાત વરરાજા અવધેશને આપવામાં આવી હતી. આરતીના ઘરના લોકોએ અવધેશને આરતીની નાની બહેન સાથે લગ્ન કરવાનું કહ્યું હતું, પરંતુ અવધેશે નક્કી કર્યું હતું કે આરતી જ તેની જીવન સાથી બનશે,અને તે આજીવન તેનો સાથ આપશે.
  • અવધેશ તેની ધર્મ પત્ની આરતીનું સંપૂર્ણ ધ્યાન રાખે છે.અને નજીકમાં ઉભેલા સબંધીઓ અને પરિવારના સભ્યો.બંનેની હિંમત અને હૌસલા ને સલામી આપી
  • જયારે, આરતીના પરિવારજનો એ,ડોક્ટર સાથે વાત કર્યા પછી, તેને એમ્બ્યુલન્સથી કુંડા પાછા લઈ ગયા, જ્યાં અવધેશ અને આરતી એ 7 ફેરા અને વિધિ પૂરી કરવામાં આવી હતી. તે પછી આરતીને પ્રયાગરાજની આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
  • અવધેશ અને આરતી પોતાને ખૂબ નસીબદાર માને છે કે જ્યાં પડછાયાઓ પણ મુશ્કેલીમાં સાથ મૂકી દે છે,ત્યાં, તેઓ એ એકબીજાને ટેકો આપી લોકો માટે ઉદાહરણ બની ગયા છે. તેઓ વાસ્તવિક જીવનના નાયક બન્યા છે. બંનેના આ નિર્ણયથી દરેક લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે.

Post a Comment

0 Comments