લિંગ પરિવર્તન કરીને પુરુષમાથી મહિલા બન્યા આ 6 સ્ટાર, સુંદરતમાં બોલીવુડની સુંદરીઓને પણ આપે છે ટકકર

 • બોલિવૂડની દુનિયા ઘણી જુદી છે. અહીં એવા ઘણા તારાઓ પણ છે જેઓ પુરુષ નું જીવન જીવી કંટાળી ગયા હતા. આવામાં તેઓએ લિંગ પરીવર્તન કરાવ્યુ અને તેનું નસીબ બદલાઈ ગયું. અહીં અમે તમને આવા જ કેટલાક સ્ટાર્સનો પરિચય આપી રહ્યા છીએ.
 • ગૌરી અરોડા
 • સાચેજ ગૌરી અરોડા જે સ્પ્લિટ્સવિલામાં જોવા મળી હતી તે એક સમયે એક પુરુષ હતી. તેને તેનું લિંગ પરીવર્તન કરાવ્યુ. તેનું નામ ગૌરવ અરોડા હતું. તેને નાનપણથી જ છોકરીઓની જેમ પોશાક પહેરવાનું પસંદ હતું. તેઓ છોકરીઓની જેમ વર્તન પણ કરતાં. તેઓએ ભારતના નેક્સ્ટ ટોપ મોડેલમાં પણ ભાગ લીધો છે. છોકરી બનતા પહેલા તે હેન્ડસમ છોકરો હતા પરંતુ તેને યુવતીનો દેખાવ એટલો ગમી ગયો કે તેની કારકિર્દી બનાવતા પહેલા જ તે સ્ત્રીમાં ફેરવાઈ ગયા.
 • શિનાતા સાંઘા
 • શિનાતા સંઘ દક્ષિણ એશિયાના લોકપ્રિય ટ્રાંસજેન્ડર મોડેલ તરીકે ઓળખાય છે. જ્યારે તેને તેનું લિંગ બદલાવ્યું ત્યાર પછી તેણે ઘણાં સુંદરતાના પુરસ્કારો પણ જીત્યા. તેણે ઘણા પ્રખ્યાત સામયિકોના કવર પેજ પર પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. વર્ષ 2010, 2011 અને 2012 માં તેણે સતત ત્રણ વખત વિશ્વના સૌથી સુંદર ટ્રાંસજેન્ડરનો ખિતાબ મેળવ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે શિનાતા કરોડોની કમાણી કરી રહી છે.
 • નિક્કી ચાવલા
 • તેમની સુંદરતા જોઈને કોઈ પણ અનુમાન કરી શકશે નહીં કે તેઓ એક સમયે છોકરો હતા. દિલ્હીની રહેવાસી નિક્કી ચાવલાનું 2009 માં તેનું લિંગ પરીવર્તન કરાવ્યુ હતું. હવે તેમની ગણતરી ટોચની મોડેલોમાં થાય છે. જ્યારે નીક્કીએ તેનું લિંગ બદલવાનું નક્કી કર્યું ત્યારે તેનો પરિવાર તેને મંજૂરી આપી રહ્યો ન હતો. તેમ છતાં નીક્કી તેની વિરુદ્ધ ગઈ અને તેનું લિંગ પરીવર્તન કરાવ્યુ હતું.
 • ગઝલ ધાલીવાલ
 • લેખક અને અભિનેત્રી તરીકે પોતાનું સ્થાન બનાવનાર ગઝલ ધાલીવાલ પણ એક પુરુષ હતા. તેણે તેનું લિંગ બદલી નાખ્યું હતું. તેણે આ વિશે કહ્યું હતું કે નાનપણથી જ તેને લાગતું હતું કે તે એક છોકરી છે. આ અંગે તેણે પરિવારના સભ્યોને પણ જણાવ્યું હતું. ત્યારબાદ અનેક ઓપરેશન બાદ તે એક છોકરીમાં પરિવર્તિત થઈ ગઈ.
 • બોબી ડાર્લિંગ
 • ફિલ્મ તાલમાં જ તે પ્રથમ વખત 1999 માં જોવા મળી હતી. તે તેની કારકિર્દીની પહેલી ફિલ્મ હતી. તેણે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ એક ખાસ ઓળખ બનાવી છે. બાળપણમાં તે પંકજ શર્મા તરીકે જાણીતી હતી. 2010 માં પંકજે સ્તન રોપ્યું હતું અને તેણે પોતાનું નામ પાખી શર્મા રાખ્યું હતું.
 • બોલિવૂડમાં આવ્યા બાદ ફરી એક વખત તેનું નામ બદલ્યું. આ વખતે તેણે બોબી ડાર્લિંગનું નામ રાખ્યું. તે હસી તો ફસી, ક્યા કૂલ હૈ હમ 3 અને પેજ 3 જેવી ફિલ્મોમાં જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં તે વર્ષ 2006 માં બિગ બોસમાં ભાગ લેતો પણ જોવા મળ્યો હતો.
 • અંજલિ લામા
 • તેનો જન્મ નેપાળની રાજધાની કાઠમાંડુમાં થયો હતો. પહેલા તે અહીં મોડેલિંગ કરતી હતી. નાનપણમાં તેનું નામ નવીન વહીબા હતું. બાદમાં તેનું લિંગ બદલાયું અને તેણે પોતાનું નામ અંજલિ લામા રાખ્યું. તેણે પ્રથમ કાઠમંડુ મોડેલિંગમાં ભાગ લીધો હતો.
 • આ સમય દરમિયાન તેના ગામની એક વ્યક્તિને જાણ થઈ કે અંજલિ ટ્રાંસજેન્ડર મહિલા તરીકે જીવન જીવી રહી છે. આવામાં તેણે અંજલિના પરિવારને તેના વિશે જણાવ્યું. આ પછી અંજલિ સાથેના તેના પરિવારના સભ્યોએ તેની સાથે બધા સંબંધો તોડી નાખ્યા.

Post a Comment

0 Comments