આમિર ખાન સાથે પહેલી ફિલ્મમાં રોમાંસ કરનારી આ એક્ટ્રેસ હવે સન્યાસી બની ગઈ છે! જોવો તસવીરો

  • 90 ના દાયકામાં બોલિવૂડમાં કામ કરનારી કેટલીક અભિનેત્રીઓ ગુમનામી માં ગુમ થઈ ગઈ હતી અને કેટલીક લગ્ન કરીને સ્થાયી થઈ ગઈ હતી. તેમાંથી એક એક્ટ્રેસ ગ્રેસી સિંહ છે જેણે આમિર ખાન સાથે ફિલ્મ લગાનથી બોલિવૂડની કરિયરની શરૂઆત કરી હતી. 20 જુલાઈ 1980 ના રોજ નવી દિલ્હીમાં જન્મેલા ગ્રેસીએ તેનો 39 મો જન્મદિવસ ઉજવ્યો. પરંતુ તેઓ કેટલાક સમયથી ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ હતા અને હવે સમાચાર છે કે આમિર ખાન સાથેની પહેલી ફિલ્મમાં રોમાંસ કરી ચૂકેલી અભિનેત્રી સન્યાસીનું જીવન જીવે છે ચાલો જાણીએ કે આ વાત માં કેટલી સત્યતા છે?
  • આ અભિનેત્રી આમિર ખાન સાથે પહેલી ફિલ્મમાં રોમાંસ કરી ચૂકી છે
  • 1997 મા ગ્રેસી સિંહે જીટીવી પરની લોકપ્રિય સિરિયલ અમાનતમાં ડિંકીનો કિરદાર ભજવ્યો હતો. આ પછી કેટલીક સિરિયલ કર્યા પછી જ તેને ફિલ્મ લગન ની ઓફર કરવામાં આવી હતી. દિગ્દર્શક આશુતોષ ગોવરિકર ને ફિલ્મ લગાન માટે ક્લાસિકલ ડાન્સ કરતી હોય તેવી અભિનેત્રી ની શોધ હતી અને સીરીયલ અમાનતની ડિંકી થી તેમની શોધને પૂરી કરી.
  • જ્યારે ગ્રેસી સિંઘ ઓડિશન માટે પહોંચ્યા ત્યારે સેંકડો છોકરીઓની વચ્ચે તેણીની પસંદગી કરવામાં આવી હતી અને આ ફિલ્મ પછી એવું લાગી રહ્યું હતું કે તેની કારકિર્દી શરૂ થઈ ગઈ છે હવે તે સિરિયલમાં જોવા નહીં મળે. કારણ કે લગાન ફિલ્મ એક બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને તેના પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. એક ઇન્ટરવ્યૂમાં ગ્રેસીસિંહે કહ્યું હતું કે તે ક્લાસિકલ ડાન્સર બનવા માંગતી હતી પરંતુ તે એક અભિનેત્રી બની હતી. તેનું સ્વપ્ન હતું કે તેનું નામ ફિલ્મ ઈન્ડસ્ટ્રી કોરિયોગ્રાફર તરીકે રહે તેથી તેણે કોરિયોગ્રાફર તરીકે લગાનનું ઓડિશન આપ્યું પરંતુ તે પછી આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી તરીકે તેને પસંદ કરવામાં આવી.
  • ગ્રેસીસિંહે કહ્યું કે પ્રકાશ ઝાની ગંગાજલમાં અજય દેવગનની વિરુદ્ધ અભિનય કર્યો હતો પરંતુ આ ફિલ્મમાં તેની ભૂમિકા બહુ ઓછી હતી તેથી તેને નુકસાન ભોગવવું પડ્યું. ગ્રેસી સિંઘ વર્ષ 2004 માં સંજય દત્ત સાથે મુન્ના ભાઈ એમ.બી.બી.એસ માં પણ જોવા મલ્યા હતા અને આ ભૂમિકાનો પણ કોઈ ફાયદો થયો ન હતો. ફિલ્મો ન મળ્યા બાદ ગ્રેસી સિંહે બી ગ્રેડની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને વર્ષ 2008 માં તેની ફિલ્મ કમાલ રાશિદ ખાન સાથે દેશરોહી આવી. ફિલ્મોનો અવકાશ ન જોઈને ગ્રેસી સિંહે ટીવી પર કમબેક કર્યું અને તેને ઘણા વર્ષો પછી સંતોષી મા શોમાં મુખ્ય ભૂમિકા મળી. આ પાત્રમાં ગ્રેસી સિંહને ઓળખ મળી.
  • હવે ડાન્સ એકેડમી શરૂકરી છે
  • ગ્રેસી સિંહે વર્ષ 2009 માં નૃત્ય એકેડમી શરૂ કરી હતી જ્યાં તે બાળકોને ક્લાસિકલ નૃત્ય શીખવે છે. ગ્રેસી સિંઘ હાલમાં આધ્યાત્મિક પ્રવચનમાં સમય વિતાવી રહી છે તાજેતરમાં જ તેણે બ્રહ્માકુમારી આધ્યાત્મિક સંગઠનનું સભ્યપદ મેળવ્યું છે અને તેનો મોટાભાગનો સમય આધ્યાત્મિક તાલીમ લેવામાં અને આપવા માટે વિતાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બ્રહ્માકુમારી સંસ્થાના સભ્ય બનવાના કારણે ગ્રેસી સિંહ લગ્ન કરી રહ્યા નથી. ગ્રેસીસિંહે કહ્યું કે તેની પોતાના માટે કોઈ યોજના નથી. ઘરના લોકો લગ્ન માટે પૂછે છે પરંતુ તેઓએ હજી સુધી આ વિશે કશું વિચાર્યું નથી.

Post a Comment

0 Comments