આ દિવાળી પર ઘર માં માતા લક્ષ્મીના કાયમી વાસ માટે કરો સાવરણીના આ ચમત્કારી ઉપાયો

  • વર્ષ 2020 માં ધનતેરસનો પવિત્ર તહેવાર 12 અને 13 નવેમ્બરના રોજ બે દિવસ ઉજવવામાં આવી રહ્યો છે અને ધનતેરસના દિવસે કિંમતી વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસની ખરીદી માટે પણ આ એક ખાસ પ્રસંગ છે. પિત્તળની ચીજો ખરીદવા ઉપરાંત આ દિવસે સાવરણી ખરીદવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે જો તમે ધનતેરસના દિવસે કંઈપણ ખરીદતા નથી તો સાવરણી ખરીદવી સૌથી મહત્વપૂર્ણ છે અને તેના વિના ધનતેરસની પૂજા અધૂરી માનવામાં આવે છે.
  • જણાવી દઈ કે ધનતેરસના દિવસે બજારમાંથી સાવરણી ખરીદિને ઘરે લઈ આવી અને તેજ સાવરણીથી આખા ઘરની સફાઇ કરવી તેથી માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ તેના ભક્તો ઉપર રહે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. સાવરણી ખરીદવાનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે અને આ દિવસે સાવરણી ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે જે અમે તમને અહીં જણાવીશું તેમ જ ધનતેરસ પર સાવરણીને લગતા કેટલાક ખૂબ જ ચમત્કારિક પગલાં પણ છે. જેથી માતા લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે અને ઘરમાં આનંદ રહેશે આવો અને જાણો.
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લક્ષ્મી દેવીના આશીર્વાદ મેળવવા માટે કોઈ મોટી વ્યવસ્થાની જરૂર નથી પરંતુ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સ્વચ્છતાની ખૂબ કાળજી લેવી પડે છે કારણ કે શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે માતા લક્ષ્મીને સ્વચ્છતા ખુબજ પસંદ છે. અને જ્યાં સ્વચ્છતા અને સફાય છે ત્યાં માતા લક્ષ્મી કાયમી વસવાટ કરે છે અને ગંદા સ્થાનોમાં ગરીબી અને નકારાત્મક શક્તિનો વાસ રહે છે.
  • શાસ્ત્રો અનુસાર સફાઈ માટે સાવરણીનો સૌથી વધુ ઉપયોગ થાય છે આ કારણે સાવરણી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ કારણે ધનતેરસ પર પ્રથમ સાવરણીની પૂજા કરવામાં આવે છે તેનાથી ઘરની સફાઇ થાઇ છે. ત્યારે માતા લક્ષ્મીના સ્વાગતની તૈયારી થાઈ છે.
  • તો ચાલો આપણે જાણીએ સાવરણીમાંથી કેટલીક અખંડ સંપત્તિ મેળવવાના કેટલાક ઉપાય
  • માતા લક્ષ્મીની અનંત કૃપા મેળવવા માટે દિવાળીના દિવસે બ્રહ્મા મુહૂર્તમાં (સૂર્યોદય સમયે) તમારા ઘરની આજુબાજુ સ્થિત એક મંદિરમાં ત્રણ સાવરણીનું કોઈને કહ્યા વિના ગુપ્ત દાન આપો. દિવાળી ના દિવસે ગુપ્ત દાન કરતી વખતે શુભ સમયની સંભાળ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
  • જણાવી દઈ કે દિવાળીના દિવસે સાવરણી દાન આપતી વખતે ધ્યાનમાં રાખો કે જો તે દિવસે પુષ્ય અથવા રવિ નક્ષત્ર જેવા કોઈ શુભ યોગ હોય અથવા દિવાળી, દશેરા વગેરે જેવા કોઈ તહેવારો હોય તો તે દિવસે આપેલા દાનનું મહત્વ અનેકગણું વધી જાય છે અને માતા લક્ષ્મી કાયમી ઘરમાં રહે છે.
  • આ સાથે જણાવી દઈ કે દાન આપવાની સાવરણી દિવાળીના દિવસ પહેલા જ ખરીદવી પડે છે આ સાથે લોકો એક નવી સાવરણી લઇને ઘરમાં પ્રવેશ કરે છે અને નવી સાવરણી સાથે ઘરમાં પ્રવેશ કરવાથી હંમેશા માતા લક્ષ્મીના આશીર્વાદ અને સંપત્તિ હંમેશાં ઘરમાં બન્યા રહે છે.
  • સાવરણીથી સંબંધિત કેટલાક નિયમો
  • સાવરણી હંમેશા ઘરની દરેકની નજરથી છુપાવવી રાખવી જોઈએ અને રાત્રે સાવરણીને મુખ્ય દ્વાર પર રાખવા થી ઘરની બધી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે.
  • સાવરણીને ક્યારેય રસોડામાં જમવાના ઓરડામાં અથવા સ્ટોર રૂમમાં ન રાખવી જોઈએ જેના કારણે ઘરમાં સાધનનો અભાવ થઈ શકે છે.
  • સાવરણીને ક્યારેય ઉભી દિવાલથી ન રાખો હંમેશા તેને જમીન પર રાખો
  • આકસ્મિક રીતે તમારા પગથી સાવરણીને સ્પર્શ કરશો નહીં અને જો તમે આકસ્મિક રીતે તમારા પગથી સ્પર્શ કરો છો તો માફી માગવી જોઈએ નહીં તો માતા ગુસ્સે થઈ જાય છે અને તેને ખરાબ શુકન માનવામાં આવે છે.

Post a Comment

0 Comments