જે યૂટ્યૂબરે "બાબા કા ઢાબા" ને રાતો રાત બનાવ્યું હતું મસહુર, હવે ઢાબા ના માલિકે એના પર જ કર્યો કેસ,જાણો કારણ

  • સોશિયલ મીડિયા આજના સમયમાં એક એવી શક્તિ બની ગઈ છે કે તે કોઈ પણ માણસ ને નીચે થી ઉપર પહોચાળવાની શક્તિ રાખે છે અને આજે અમે આવા જ એક વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે છેલ્લા કેટલાક દિવસોથી હેડલાઇન્સમાં છે. અને તે એક વૃદ્ધ દંપતી છે જે એક ઢાબા ચલાવે છે અને છેલ્લા કેટલાક દિવસોમાં તેમનો ઢાબા "બાબા કે ધાબા" તરીકે ખૂબ જ લોકપ્રિય થઈ ગયો છે અને તેમના ઢાબા પર અચાનક ભીડ જમા થવા લાગી અને બોલિવૂડની કેટલીક પ્રખ્યાત હસ્તીઓ પણ તેમના ઢાબા પર પહોંચી અને આ પછી બાબાના ઢાબા રાતોરાત પ્રખ્યાત થયુ.
  • જણાવી દઈએ કે બાબાના ઢાબાને જાણનારા યુટ્યુબર્સ થોડા દિવસો પહેલા તેમના ઢાબા પર જમવા આવ્યા હતા અને આ વૃદ્ધ દંપતીની પીડા જોઇને તેમનું હૃદય ઓગળી ગયું કારણ કે આ વૃદ્ધ દંપતી પૈસા માટે દરરોજ તેમના ઢાબા પર થોડુક રાંધતા હતા. પરંતુ લોકડાઉન અને કોરોનાને કારણે લોકો તેમના ઢાબામાં ખૂબ ઓછા આવવા લાગ્યા હતા જેના કારણે તેમને રાંધેલ ખોરાક દિવસમાં પૂરો થઈ શક્તો નહી અને તેઓ તેમાંથી થોડુંક ખાતા અને બીજો વધેલ ખોરાક ફેંકી દેવો પડ્તો હતો.
  • આ રીતે આ વૃદ્ધ દંપતી પર આર્થિક મુશ્કેલી વધી રહી હતી અને તેઓ એક દિવસમાં 100 રૂપિયા પણ કમાઈ શક્તા ન હતા, અને પછી જ્યારે આ યુટ્યુબરે આ વૃદ્ધ દંપતીના દુ:ખની વાત સાંભળી ત્યારે તેણે તેમના ઢાબાનો એક વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર મૂક્યો અને લોકોને મદદ કરવા વિનંતી કરી અને ત્યારબાદ ભગવાનની કૃપાથી બાબાના ઢાબાનો વીડિયો રાતોરાત સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને ઢાબાના માલિક કાંતા પ્રસાદ અને તેની પત્નીના ચહેરા પરની સ્મિત ફરી એક વાર પાછી આવી ગઈ.
  • હવે લોકોના મોટા ટોળાઓ બાબાના ઢાબા પર એકત્ર થવા લાગ્યા છે અને હવે તેમને ઓનલાઇન ખાવાના ઓર્ડર મળવાનું શરૂ થયું છે, તમને જણાવી દઇએ કે કેટલાક લોકોએ આ બાબાના ઢાબા માટે પૈસા દાન આપ્યા છે અહી આટલા દિવસો બાદ બાબાના ઢાબાના માલિક કાંતા પ્રસાદે એ એજ યુટુબર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે અને તેના પર પૈસાની છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે.જણાવી દઈએ કે કાંતા પ્ર્શાદ નુ કહવું છે કે ગોરવ વાસન એ ઢાબા માટે પૈસા દાન કરનારા લોકો સાથે તેમના અને તેના પરિવારના બેંક ખાતાની વિગતો શેર કરી છે જેથી તેઓ દાન થનારા તમામ પૈસા પડાવી શકે.
  • કાંતા પ્રસાદે કહ્યું કે લોકોએ દાન કરેલા પૈસામાંથી તેમને કોઈ પૈસા મળ્યા નથી, પરંતુ ગૌરવે તમામ પૈસા તેના ખાતામાં જમા કરાવી દીધા છે અને જે લોકો તેમને મદદ કરવા માંગતા હતા ગૌરવએ તેમની સાથે પણ ઘણી છેતરપિંડી કરી છે.

Post a Comment

0 Comments