શાસ્ત્રોમાં આ કાર્યો કરવા પર છે પ્રતિબંધ, તેના કારણે થાય છે પૈસામાં નુકસાન

  • આપણને વડીલો દ્વારા સમયાંતરે સદીઓથી ચાલતા આવતા નિયમો કહેવામા આવે છે અને દરેક વ્યક્તિ આ નિયમોનું પાલન કરે છે. એવું માનવામાં આવે છે કે આ નિયમોનું પાલન કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. બીજી તરફ, આ નિયમોનું પાલન ન કરનારાઓને ખરાબ પરિણામોનો સામનો કરવો પડે છે. આજે અમે તમને એવા કેટલાક નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને વારંવાર વડીલો દ્વારા અનુસરવાની સલાહ આપવામાં આવે છે.
  • શાસ્ત્રોમાં આ કાર્યો કરવું માનવમાં આવ્યું છે,નિષિદ્ર આ કરવાથી લાગે છે પાપ
  • સાંજે ન સૂવું
  • સાંજે ઊઘવું યોગ્ય માનવામાં આવતું નથી એટલે કે સાંજે 5 થી 7 ની વચ્ચે, એવું કહેવામાં આવે છે કે જે લોકો સાંજે સુતા હોય છે તેમના ઘરે ઉદાસીનું વાતાવરણ હોય છે અને તેઓ જીવનમાં નિષ્ફળ જાય છે. આથી જ જ્યારે પણ આપણે સાંજે સૂઈએ છીએ ત્યારે વડીલો આપણને આવું કરતા રોકે છે.
  • રાત્રે ન ખાવ દહીં
  • રાત્રે ઠંડી વસ્તુઓનું સેવન કરવાથી શરીર બીમાર પડે છે. તેથી આપણને રાત્રિના સમયે દહીં ન ખાવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે રાત્રે દહીં ખાવાથી ભાગ્ય પર ખરાબ અસર પડે છે અને તમારા જીવનમાં ગરીબી આવે છે. તેથી, જે લોકો રાત્રે દહીં ખાઈને સૂતા હોય તેઓએ તરત જ આમ કરવાનું બંધ કરી દેવું જોઈએ.
  • સાંજે ન કરો ભોજન
  • વડીલો દ્વારા સાંજે ખાવું પણ યોગ્ય માનવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે જેઓ રાત્રીનું ભોજન સાંજે કરે છે. તેમને રોગો થાય છે અને તેઓ બીમાર થઈ જાય છે.
  • ના કાપો વૃક્ષ અને છોડવા
  • રાત્રે ઝાડ અને પાંદડા તોડવા ન જોઈએ. આ સિવાય, સક્રાંતિ, ગ્રહણ, પૂર્ણિમા, અમાવસ્ય વગેરે દિવસે ઝાડ અને છોડને નુકસાન ન કરવું જોઈએ. કારણ કે આમ કરવાથી બ્રહ્મ હત્યા નો પાપ લાગે છે.
  • ન રાખો ભીના પગ
  • પગ ધોયા પછી હંમેશાં તેને સાફ કરો અને સૂકાયા પછી જ સૂવો. ઘણીવાર જોવા મળે છે કે લોકો પગ ધોયા પછી સીધા પથારીમાં જાય છે અને સૂઈ જાય છે. જે ખોટું છે. કારણ કે ભીના પગ રાખી સૂવાથી સંપત્તિનું નુકસાન થાય છે અને જીવનમાં સમૃદ્ધિ આવતી નથી.
  • ફક્ત ઉનાળામાં જ ઊંધો
  • સુશ્રુત સંહિતા અનુસાર તમારે ઉનાળાની ઋતુમાં જ દિવસ દરમિયાન સૂવું જોઈએ. ઉનાળા સિવાય અન્ય ઋતુઓમાં દિવસ દરમિયાન ઉંધ લેવાની મનાઈ છે, અને આમ કરવાથી શરીરમાં રોગો થાય છે.
  • ગુરુવારે ન ધોવો વાળ
  • ગુરુવારે વાળ અને કપડા ધોવા અશુભ માનવામાં આવે છે અને આમ કરવાથી પરિવારના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે. આ સિવાય ગુરુવારે મકાનમાં પોતા મારવાથી પૈસાની ખોટ થાય છે અને ઘરમાં દુ:ખ રહે છે. તેથી તમે ગુરુવારે આ કાર્ય ન કરો.

Post a Comment

0 Comments