આમિર ખાને રિજેક્ટ કરેલી આ ફિલ્મોથી સ્ટાર બન્યા સલમાન-શાહરૂખ જેમાં એકથી વધુ હિટ ફિલ્મોનો સમાવેશ છે

 • દરેક બોલિવૂડના સ્ટારની કારકિર્દીમાં આવી ક્ષણ આવી હશે જ્યારે તેણે સુપરહિટ ફિલ્મોને ફ્લોપ ગણી અને તે ફિલ્મો છોડી દીધી હશે.એમાં બોલિવૂડના મીસ્ટર પરફેક્ટનિસ્ટે પણ આ ભૂલો કરી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેની આટલા વર્ષોની લાંબી કારકિર્દીમાં આમિરે એવી કેટલીક ફિલ્મોને ફગાવી દીધી છે જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ છે અને તે જ ફિલ્મોએ અન્ય સ્ટાર્સની કારકિર્દી બનાવી છે. આજની આ પોસ્ટમાં અમે તમને આવી જ 9 ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને આમિરે ફ્લોપ સમજી છોડી દીધી છે.
 • સાજન
 • ફિલ્મ સાજનમાં સંજય દત્તની ભૂમિકા પહેલા આમિરને ઓફર કરવામાં આવી હતી પરંતુ આમિરે આ ભૂમિકા નિભાવવાનો ઇનકાર કરી દીધો હતો.
 • ડર
 • ફિલ્મ 'ડર' માં શાહરૂખ ના પાત્રની ઓફર પહેલા આમિરને આપવામાં આવી હતી. પરંતુ આમિરે આ ફિલ્મને ઠુકરાવી દીધી જેના પછી શાહરૂખ ખાનને કાસ્ટ કરવામાં આવ્યો. શાહરૂખ ખાનને આ ફિલ્મથી નવી ઓળખ મળી.
 • હમ આપકે હૈ કોન
 • સલમાન ની ફિલ્મ હમ આપકે હૈ કૌન થી રાતોરાત સ્ટાર બની ગયો. પરંતુ અમે તમને જણાવી દઈએ કે આમિર ખાન આ ફિલ્મમાં પ્રેમની ભૂમિકા માટે મેકર્સની પહેલી પસંદ હતો. પરંતુ તેણે આ ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો ત્યારબાદ સલમાનને આ ભૂમિકા મળી ગઇ.
 • દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે
 • ખરેખર આમિરે સુપરહિટ ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' ને પણ નકારી ચૂક્યા છે. પછીથી આ ફિલ્મ શાહરૂખ ખાન પાસે ગઈ અને આ પછી શાહરૂખ રોમાંસનો કિંગ બન્યો.
 • દિલ તો પાગલ હૈ
 • ફિલ્મ 'દિલ તો પાગલ હૈ' માં આમિર ખાનને અક્ષય કુમારની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ સાઈડ રોલ હોવાને કારણે તેણે તે ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી.
 • મોહબ્બતે
 • મોહબ્બતે ફિલ્મમાં આમિરે શાહરૂખ ખાન વાળી ભૂમિકાને પણ નકારી હતી. આ ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.
 • નાયક
 • અનિલ કપૂર પહેલાં આ ભૂમિકા આમિર ખાન પાસે ગઈ હતી પરંતુ કેટલાક કારણોસર તેણે આ ફિલ્મ માટે પણ ના પાડી દીધી હતી.
 • સ્વદેશ
 • લગાન જેવી સુપરહિટ ફિલ્મ આપનાર ડિરેક્ટર આશુતોષ ગોવારિકર આમિર સાથે ફિલ્મ સ્વદેશ બનાવવા માંગતા હતા. પરંતુ આમિરે આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો અને આ એવરગ્રીન રોલ શાહરૂખ ખાન પાસે ગયો.
 • બજરંગી ભાઈજાન
 • બહુ ઓછા લોકો જાણતા હશે કે આમિર ખાનને 'બજરંગી ભાઈજાન' માટે પણ સૌથી પહેલા સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ આમિર પોતાની જાતે સ્ક્રિપ્ટમાં કેટલાક ફેરફાર કરવા માંગતો હતો જેના માટે નિર્માતાઓ તૈયાર ન હતા અને આમિરે ફિલ્મ છોડી દીધી હતી. બાદમાં સલમાન ખાનને કાસ્ટ કરવામાં આવ્યો હતો.
 • તમને જણાવી દઈએ કે આમિર ખાન એકમાત્ર એવા બોલિવૂડ એક્ટર છે જે મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાય છે. આમિર ખાન તેના દરેક કામમાં પરફેક્શન પસંદ છે. આમિર ખાનની ફિલ્મ સુપરહિટની બાંયધરી છે. તે વર્ષમાં એક જ ફિલ્મ કરે છે અને તે ફિલ્મ સુપરહિટ બનીને કરોડોની કમાણી કરે છે. તેની ફિલ્મોને ઘણા બધા એવોર્ડ મળે છે પરંતુ તે ક્યારેય એવોર્ડ માટે નથી જતા. આમિરના વિશ્વભરના લાખો કરોડો ચાહકો છે. દરેક હોરોઇન ઓછામાં ઓછી એક વાર તેમની સાથે કામ કરવા માંગે છે. આમિરની ફિલ્મોમાં મસાલાસ્ટોરી ઓછી હોય છે અને તેથી જ પ્રેક્ષકો આતુરતાથી તેની ફિલ્મોની રાહ જોતા હોય છે.

Post a Comment

0 Comments