ઓડિશાના જંગલોમાં જોવા મળ્યો કાળા રંગનો દુર્લભ વાઘ, કેમેરોમાં કેદ થઈ તસ્વીરો જુવો

  • ઓડિશાના જંગલોમાં ભટકતા એક શોકિયા ફોટોગ્રાફરે વાઘની દુર્લભ પ્રજાતિના ફોટા કેમેરામાં કેદ કરી શક્યો હતો. આ વાઘનો રંગ કાળો હતો, જે સામાન્ય વાઘથી સંપૂર્ણપણે અલગ છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ વાઘની આ પ્રજાતિને મેલાનિસ્ટિક વાઘ કહેવામાં આવે છે, જે લુપ્ત થવાની આરે છે. સમગ્ર રાજ્યમાં આવા ફક્ત 7 થી 8 વાઘ બાકી છે. જણાવી દઈએ કે વિશ્વભરમાં કાળા રંગના વાઘની 70% વસ્તી ઓડિશામાં રહે છે.
  • જેનેટિક ડિફેક્ટને કારણે બને છે કાળા રંગ ના પટ્ટાઓ
  • મેલાનિસ્ટિક ટાઈગરના શરીર પર કાળા પટ્ટાઓ જેનેટિક ડિફેક્ટને કારણે બને છે. આ દુર્લભ પ્રજાતિના વાઘ માત્ર ભારતના ઓડિશામાં જ જોવા મળે છે. જો કે, આ વાઘની સંખ્યા ઝડપથી ઓછી થઈ રહી છે. ટાઇગર સેન્સસ 2018 ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કાળા પટ્ટાવાળા વાઘની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે.
  • નોંધપાત્ર વાત એ છે કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ઓડિશાના નંદનકાનન પશ્ચિમ બંગાળના રહેવાસી સૌમૈન બાજપાઇ બર્ડ વોચિંગ કરતા હતા. જંગલમાં ઝાડ પર સૌમેન વિવિધ પક્ષીઓ અને વાંદરાઓ જોઈ રહ્યા હતા. આ સમય દરમિયાન તેમણે એક વાઘ જોયો, જે સામાન્ય વાઘ જેવો નહોતો. સૌમનને આની પેહલા મેલાનીસ્ટિક વાઘ વિશે કંઇ ખબર નહોતી.
  • સૌમનએ તરત જ આ ડિજિટલ કેમેરામાં આ દુર્લભ વાઘની તસવીરો કેદ કરી. હાલમાં આ કાળા વાઘની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર આવ્યા બાદ સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે.
  • જણાવી દઈએ કે પ્રથમ વખત વર્ષ 1993 માં ઓડીશાના સિમલિપાલ ટાઇગર રિઝર્વેમાં મેલિસ્ટિક વાઘ ની હાજરીની જાણ થઈ હતી. કેમેરાની ટ્રેપમાંથી એકત્રિત કરવામાં આવેલી માહિતી મુજબ ભારતમાં આજે ફક્ત સાતથી આઠ મેલાનીસ્ટિક વાઘ છે.

Post a Comment

0 Comments