હાર્દિક પંડ્યા ની પાસે છે કરોડો રૂપિયાની કારનું કલેક્શન,લેંમ્બોર્ગિની થી લઇ ને આ કાર છે લિસ્ટ માં શામિલ....

 • હાર્દિક પંડ્યા ભારતનો સર્વોચ્ચ ઓલરાઉન્ડર છે. તેની શાનદાર શૈલીથી દેશ-વિદેશમાં તેની ખૂબ પ્રશંસા મળે છે. તાજેતરમાં જ તેણે નતાશા સાથે લગ્ન કર્યા અને તેમનું એક બાળક પણ છે. જેટલો તે તેની રમત માટે જાણીતો છે, એટલો જ તે તેની જીવનશૈલી માટે પણ જાણીતો છે.
 • તે આજકાલ પોતાના કાર કલેક્શનને કારણે હેડલાઇન્સમાં છે. તે ઘણી વાર મુંબઈમાં તેની મોંઘી કારો સાથે જોવા મળે છે. ચાલો જાણીએ તેમના પ્રીમિયમ સંગ્રહ વિશે.
 • 2.2 કરોડ ની છે મર્સિડીઝ
 • હાર્દિક પંડ્યા પાસે કોઈ પણ વસ્તુનો અભાવ નથી, પરંતુ કારના મામલે તે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થયો છે. તેની પાસે મર્સિડીઝની એએમજી જી63 છે. તમને જણાવી દઈએ કે આ મર્સિડીઝ કાર એક સાનદાર એસયુવી છે. તેની ક્ષમતા 5.5 લિટરની છે અને તેમાં વી 8 ટ્વીન એન્જિન પણ છે. પેટ્રોલમાં તેનું માઇલેજ 8.50 કેએમપીએલ છે.
 • 3.75 કરોડ ની લેંમ્બોર્ગિની
 • હાર્દિક પંડ્યાના સંગ્રહમાં લેમ્બોર્ગિની હુરાકન ઇવીઓ જેવી ઉત્તમ કારો પણ શામેલ છે. આ વાહનની વિશેષતા એ છે કે તે 0-100 કેએમપીએલ પહોચવા માત્ર 2.9 સેકન્ડ નો સંમય લાગે છે તેના આંતરિક ભાગોને ખૂબ વૈભવી લુક આપવામાં આવ્યો છે.
 • 73 લાખ ની રેંજ રોવર
 • પંડ્યા પાસે એક વૈભવી રેન્જ રોવર પણ છે, જેની કિંમત 73 લાખ છે. જે મોડેલનું વાહન પંડ્યા સાથે છે તે ભારતમાં ઘણા ઓછા લોકો પાસે જોવા મળે છે. મતલબ કે આ કાર મર્યાદિત છે.
 • 70 લાખ ની ઓડી કાર
 • ભારતમાં મોટાભાગના લોકો ઓડી કાર રાખવાના શોખીન છે, જો કે તેને ખરીદવી દરેકની વાત નથી. આપણાં ઓલરાઉન્ડર હાર્દિકની પાસે ઑડી એ6 35ટીડીઆઈ છે. આ વાહનમાં 2 લિટર ડ્રાઇવ ટ્રેન લગાવાઈ છે, જે તેને વધુ ઝડપી બનાવે છે. ઉપરાંત, તેની પાસે ટોયોટા ઇટીયોસ સેડાન 8 લાખની છે જે ખૂબ જ ઉચુ મોડેલ છે તે આ કારમાં તે મોટા ભાગે તેના ભાઈ સાથે જોવા મળે છે.
 • ધણી વાર રહે છે ચર્ચામાં
 • હાર્દિક પંડ્યાની જીવનશૈલી તેમના અંગત જીવન જેટલી તેજસ્વી છે. તેની અને અભિનેત્રી નતાશાની લવ સ્ટોરી સ્પષ્ટ છે. તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા અને નતાશાએ સોશિયલ મીડિયા પર તેમની સગાઈના રોમેન્ટિક ફોટા શેર કર્યા હતા અને દુનિયાને આ અંગેની જાણકારી આપી હતી ત્યારે આ કપલ અચાનક હેડલાઇન્સમાં આવી ગયું હતું. કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. હાર્દિક પંડ્યાએ લોકડાઉન દરમિયાન તેની પ્રેમિકા નતાશા સ્ટેનકોવિક સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યાં હતાં. તેણે પોતાના પુત્રનું નામ અગસ્ત્ય પંડ્યા રાખ્યું છે. પત્ની નતાસા સ્ટેનકોવિચે 30 જુલાઈએ એક પુત્રને જન્મ આપ્યો હતો.તેણે ઈન્સ્ટાગ્રામ માં એક ફોટો પોસ્ટ કર્યો હતો, અને ચાહકોને તેમના બાળકનું નામ જણાવ્યુ હતું.

Post a Comment

0 Comments