આ છે વિશ્વનો એક એવો અનોખો ટાપુ જ્યાં રસ્તાઓથી માંડીને ઘર સુધી દરેક જગ્યાએ જોવા મળે છે કરચલાઑ

  • કરચલો સામાન્ય રીતે શેરીઓમાં ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ ઓસ્ટ્રેલિયામાં એક ટાપુ એવો છે જ્યાં દરેક જગ્યાએ ફક્ત કરચલાજ જોવા મળે છે. આ ટાપુ જોવામાં એવું લાગે છે જાણે કે ટાપુ પર કરચલાનો વરસાદ વરસ્યો હોય. અહીં તમને રસ્તાઓથી માંડીને ઘર સુધી બધે કરચલા જોવા મળે છે. આ કરચલાઓને કારણે અહીંના રસ્તાઓ સંપૂર્ણપણે લાલ થઈ જાય છે.
  • આ ટાપુનું નામ ક્રિસમસ આઇલેન્ડ રાખવામાં આવ્યું છે જે ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં સ્થિત છે. દર વર્ષે ક્રિસમસ આઇલેન્ડ પર લાખો કરચલાઓનો મેળાપ થાય છે. આ કરચલાઓ શેરીઓથી લઈને જંગલ, ઘરો, રેસ્ટોરાં, બાર, બસ સ્ટોપ દરેક જગ્યાએ જોઇ શકાય છે.
  • તમને જણાવી દઈએ કે નવેમ્બરથી જાન્યુઆરીની વચ્ચે ક્રિસમસ આઇલેન્ડ પરના આ કરચલા ઑ દર વર્ષે જંગલના એક છેડે થી બીજા છેડે હિંદ મહાસાગર સુધી પ્રજનન માટે પ્રવાસ કરે છે. જ્યારે કરચલા નું પ્રજનન થાય છે ત્યારે સરકાર ટાપુના રસ્તાઓ બંધ કરે છે.
  • આ કરચલાઓને કારણે ક્રિસમસ આઇલેન્ડની ગલીઓ સંપૂર્ણપણે લાલ થઈ ગઈ છે. એટલું જ નહીં દર વર્ષે હજારો કરચલાઓ ગાડી નીચે આવે છે અને મૃત્યુ પામે છે. જો કે આવા સ્થળોએ બોર્ડ પણ લગાવેલું હોય છે જેના પર ધીરેથી વાહન ચલાવવું એમ લખ્યું હોય છે. કેટલીકવાર આ કરચલાઓને બચાવવા માટે રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે.
  • ક્રિસમસ આઇલેન્ડ 52 ચોરસ માઇલના ક્ષેત્રમાં ફેલાયેલ છે અને તેની વસ્તી 2000 ની આસપાસ છે. આવું હોવા છતાં મોટી સંખ્યામાં લોકો આ કરચલાઓને જોવા માટે અહીં પહોંચે છે. આ ટાપુ નું વાતાવરણ લાલ કરચલા અનુકૂળ છે. લાલ કરચલા અન્ય ટાપુઓ પર રહી શકતા નથી.

Post a Comment

0 Comments