અનીતા હસનંદાનીને યાદ કરીને દૂ:ખી થયા એજાઝ ખાન, આ વિદેશી છોકરી માટે ઠુકરાવી હતી અનીતાને જુવો તસ્વીરો

 • તમને ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં એવી ઘણી પ્રેમ કથાઓ જોવા મળશે, જેનો અંત ખૂબ જ દુખદ રહ્યો છે. સારા પ્રેમનો સંબંધ તૂટીને વેરવિખેર થઈ જાય છે. આમાંનો એક એજાઝ ખાન અને અનિતા હસનંદની વચ્ચેનો સંબંધ હતો જે આખરે તૂટી ગયો. ખરેખર ઘણા વર્ષોના બ્રેકઅપ પછી એક શોમાં આવ્યા બાદ ઇજાઝ ખાને પોતાની ભૂલની કબૂલાત કરી હતી. ચાલો આ વિશેષ લેખ દ્વારા તમને જણાવી દઈએ કે ખરેખર એવું શું થયું હતું કે એટલી પ્યારી જોડીને અલગ થવું પડ્યું.
 • એજાઝ અને અનિતાના સંબંધને મળી ઘણી હેડલાઇન્સ
 • તમને જણાવી દઇએ કે એજાઝ ખાન અને અનિતા હસનંદાની વચ્ચેના સંબંધોએ ટેલિવિઝનના ઇતિહાસમાં ઘણી હેડલાઇન્સ બનાવી હતી. તે જોડી ખૂબ જ સુંદર અને ખૂબ પ્રખ્યાત પણ હતી. બંનેની જોડીએ લોકોનું દિલ જીતી લીધું. રીયલ લાઇફની સાથે સાથે બંનેએ પડદા પર પણ ખૂબ નામ કમાવ્યું હતું.
 • એકબીજા પર આપતા હતા જાન
 • જોકે એક સમય એવો હતો જ્યારે અનિતા હસનંદાની અને એજાઝ ખાન એક બીજા પર પોતાનો જીવ આપવા તૈયાર હતા અને બંને એકબીજા માટે કંઇ પણ કરવા તૈયાર હતા પણ આ સમય બદલાયો અને ઘણું એવું બન્યું કે બંને અલગ થઈ ગયા એવી પરિસ્થિતિ આવી અને આખરે બંનેએ અલગ થવું પડ્યું.
 • ખુશ રાખવા તમામ પ્રયત્નો કરતા એજાઝ ખાન
 • આમ તો બહારથી સખ્ત દેખાતા એજાઝ ખાનનું દિલ એક બાળક જેવું છે. અનિતા હસનદાનીના ચહેરા પર સ્મિત લાવવાના તેવો તમામ પ્રયત્નો કરતા હતા. તેઓને ખુશ રાખવા તે તમામ પ્રકારના પ્રયત્નો કરતા. પરંતુ તે પછી પણ તેમનો સંબંધ ટકી શક્યો નહીં અને તેમના સંબંધોનો અંત ખૂબ જ પીડાદાયક સાબિત થયો.
 • પબ્લિકી એકબીજાને સ્વીકાર કરી ચૂક્યા હતા બંને
 • ખરેખર અનિતા હસનંદની અને એજાઝ ખાન વચ્ચેના સંબંધો કોઈથી છુપાયેલા ન હતા. બંનેએ મીડિયા સાથે પોતાના સંબંધની કબૂલાત આપી હતી. બંને એક બીજાના પ્રેમમાં હતા અને પબ્લિકલી સ્વીકાર પણ કરી લીધા હતા. બંનેને આ વાત કહેવામાં કોઈ પ્રકારનું હર્જ થયું નહીં. બંને એક બીજા માટે ખૂબ ગંભીર હતા.
 • સીરિયલ 'કાવ્યંજલિ' દરમિયાન વધી હતી નજદીકિયા
 • જણાવી દઇએ કે એજાઝ ખાન અને અનિતા હસનંદાનીએ એકતા કપૂરની સિરિયલ 'કાવ્યંજલિ'માં કામ કર્યું હતું. આ સીરિયલના શૂટિંગ દરમિયાન બંને નજીક આવી ગયા હતા. તેમના પ્રેમની વાર્તા શરૂ થઈ ગઈ હતી. આ નજદીકિયાને કારણે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા.
 • તેની કેમિસ્ટ્રીએ જીત્યું હતું દરેકનું દિલ
 • તમને યાદ છે એજાઝ ખાન અને અનિતા હસનંદાનીની ઓન સ્ક્રીન કેમિસ્ટ્રીએ દરેકનું દિલ જીતી લીધું હતું. બંને તેમના પાત્રો પૂરા દિલથી ભજવતા, પછી બંને વચ્ચેની કેમિસ્ટ્રી ખુલ્લેઆમ સામને આવી. રીઅલ લાઇફમાં આ બંનેની લવ સ્ટોરી કઈક આવી હતી.
 • એજાઝ ખાન સાથે લગ્ન કરવા માંગતી હતી અનિતા
 • ખરેખર અનિતા હસનંદાનીએ એજાઝ ખાન સાથે લગ્નના સપના જોવાનું શરૂ કર્યું. અનિતા તેના લગ્ન એજાઝ સાથે ખૂબ જ ધામધૂમથી ઇચ્છતી હતી પરંતુ અનિતા હસનંદાનીને લાંબા સમય સુધી ડેટ કર્યા પછી એજાઝ ખાને તેને અવગણના કરવાનું શરૂ કર્યું. અનિતા હસનંદાની શરૂઆતમાં ખૂબ જ પરેશાન થઈ. બાદમાં તેને ખબર પડી કે એજાઝ ખાન તેમની સાથે બે છોકરીઓને કારણે છેતરપિંડી કરી રહ્યો છે. જેનાથી તેનું દિલ તૂટી ગયું.
 • આ 2 હસીનાઓને ચુપકે ડેટ કરી રહ્યા હતા એજાઝ
 • તમને જણાવી દઈએ કે અનીતા હસનંદાની સિવાય એજાઝ ખાનના જીવનમાં સિંગર નતાલી અને નિધિ કશ્યપ પણ હતી. આ બાબતની જાણ થતાં જ અનીતા હસનંદાનીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. 2010 માં અનીતા હસનંદાનીએ એજાઝ ખાનથી અલગ થવાનો નિર્ણય કર્યો. આ જ કારણ હતું કે બંને છૂટા થયા અને પાછળથી એજાઝ ખાનને આ વાતનો અહેસાસ થયો.

Post a Comment

0 Comments