બોલિવૂડ ની આ 8 દમદાર જોડી એ ઓનસ્ક્રીન સાથે કામ નહીં કરવા નો કર્યો છે નિર્ણય, જોવો પૂરી લિસ્ટ

 • આપણા બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં દર અઠવાડિયે એક ફિલ્મ રિલીઝ થાય છે અને તેમાંથી કેટલીક ફિલ્મો સુપર હિટ હોય છે, તો તેમાંથી કેટલીક ફિલ્મો ફ્લોપ થઈ જાય છે અને ફિલ્મો સુપર હિટ જવામાં મુખ્ય ભૂમિકા કલાકારો પણ હોય છે.આપણા ફિલ્મ જગતમાં,ઘણા અભિનેતા-અભિનેત્રી યુગલોએ તેમની રજૂઆતથી લોકોનું દિલ જીતી લીધું છે, જ્યારે ધણી જોડીઓને લોકોએ પણ નાપસંદ કરી છે.
 • ચાલો તમને જણાવી દઈએ કે આપણા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા અભિનેતા અને અભિનેત્રીઓ છે, જેની જોડી એક જ વાર ઓનસ્ક્રીન આવી હતી અને આ યુગલોને પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળ્યો હતો અને તેમની જોડી ફિલ્મોમાં સુપરહિટ સાબિત થઈ હતી, પરંતુ તે અભિનેતાઓ ની જોડી ફરી ઓનસ્ક્રીન દેખાઈ ન હતી.પણ ચાહકો હજી પણ તેમની જોડીને જોવા માંગે છે અને આજે અમે તમને બોલીવુડના કેટલાક પ્રખ્યાત યુગલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે એક વાર ફિલ્મમાં સાથે કર્યું અને તેમની ફિલ્મે ઘણી ધૂમ મચાવી, પરંતુ આ જોડીએ ફરી ક્યારેય કોઈ પણ ફિલ્મમાં સાથે કામ કર્યું ન હતું.
 • સલમાન ખાન-એશ્વર્યા રાય બચ્ચન
 • બોલીવુડની પ્રખ્યાત જોડી એશ્વર્યા રાય અને સલમાન ખાનને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી અને આ બંનેએ ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે અને સાથે કામ કર્યા પછી તેઓ એકબીજાની નજીક આવી ગયા હતા, પરંતુ બાદમાં બંને વચ્ચે બ્રેકઅપ થયું.અને આ કારણે એશ અને સલમાને ક્યારેય પણ એક બીજા સાથે કોઈ પણ ફિલ્મમાં કામ કર્યું નહીં
 • રણબીર કપૂર-સોનાક્ષી સિંહા
 • બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા અને રણવીર સિંહની જોડી એક સાથે સ્ક્રીન પર દેખાઈ ન હતી, બોલિવૂડની એક ફિલ્મમાં તેમની જોડીને કાસ્ટ કરવાની વાત પણ થઈ રહી હતી, પરંતુ રણવીરસિંહે સોનાક્ષી સિંહા સાથે કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો. તેમના કહેવા મુજબ તેઓ લુકમાં ખૂબ જ મોટા લાગે છે, જેના કારણે આ જોડી ક્યારેય ઓનસ્ક્રીન દેખાઈ નથી.
>
 • શાહરુખ ખાન-પ્રિયંકા ચોપડા
 • બોલીવુડના કિંગ ખાન અને દેશી ગર્લ પ્રિયંકાની જોડીને ફિલ્મ ડોન ફિલ્મમાં ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને ત્યારબાદ બંને વચ્ચે નજદીકી વધી ગઈ હોય તેવી કેટલીક બાબતો સામે આવવા લાગી હતી, પરંતુ કિંગ ખાને પરિવારની ખાતર આ વસ્તુને ઉડવા ન દીધી, પરંતુ આ ફિલ્મ પછી ક્યારેય કોઈ પણ ફિલ્મમાં તેવો એક સાથે દેખાયા નહીં.
 • અક્ષય કુમાર-પ્રિયંકા ચોપડા
 • બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપડાએ સાથે મળીને કેટલીક ફિલ્મો કરી હતી, પરંતુ સમાચાર મુજબ શૂટિંગ દરમિયાન બંને વચ્ચે થોડી નિકટતા શરૂ થઈ હતી, પરંતુ તે પછી જ અક્ષયની પત્ની ટ્વિંકલને તેમના સંબંધો વિશે ખબર મળી હતી. ટ્વિંકલે પતિ અક્ષયને પ્રિયંકા સાથે કામ કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ આ જોડી ક્યારેય સાથે જોવા ન હોતી મળી.
 • ઋતિક રોશન-કરીના કપૂર ખાન
 • બોલિવૂડની બેબો એટલે કે કરીના કપૂર ખાન અને ઋતિક રોશનને સુપરહિટ ફિલ્મ કહો ના પ્યાર હૈમાં સાથે કામ કરવાનો મોકો મળ્યો, પરંતુ કરીનાએ તેમનો અભ્યાસ ખરાબ થસે તેવું કહી ફિલ્મ કરવાની ના પાડી અને ત્યાર પછી 2 થી 4 ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ આ બંને ક્યારેય એક સાથે મોટા પડદા પર જોવા મળ્યા નહીં
 • સલમાન ખાન-દિપીકા પાદુકોણ
 • સલમાન ખાન અને દીપિકા પાદુકોણ હજી સુધી કોઇપણ ફિલ્મમાં દેખાયા નથી અને એવું કહેવામાં આવે છે કે દીપિકા અને સલમાનને સાથે કાસ્ટ કરવાની ઘણી વાતો થઈ છે, પરંતુ દરેક વખતે અભિનેત્રીએ કોઈ કારણસર સલમાન સાથે ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો અને આજ સુધી પ્રેક્ષકો બનેને સાથે જોવા રાહ જોઈ રહ્યા છે.
 • અજય દેવગન-કંગના રનોત
 • બોલીવુડ અભિનેત્રી કંગના રાનોત અને અજય દેવગનની જોડીને પણ ઓન સ્ક્રીન લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી અને તેઓએ સાથે મળીને 3 થી 4 ફિલ્મો પણ કરી હતી, પરંતુ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે સંબંધ વધવા માંડ્યા, જેના કારણે અજય દેવગનની પત્ની કાજોલે અજયને કંગના સાથે કામ કરવાની ના પાડી અને આ જોડી ક્યારેય સાથે ન દેખાઇ.
 • અમિતાભ બચ્ચન-રેખા
 • બોલીવુડના બિગ બી અમિતાભ બચ્ચન અને રેખાની જોડીને પડદા પર ખૂબ પસંદ કરવામાં આવી હતી, પરંતુ રેખા સાથે અમિતાભનું કામ જયા બચ્ચનને ગમતું ન હતું, જેના કારણે અમિતાભએ રેખા સાથે શૂટિંગ કરવાનું છોડી દીધું હતું. આ જોડી મુકદ્દર કા સિકંદર ફિલ્મમાં જોવા મળી હતી જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી.

Post a Comment

0 Comments