આ 6 અભિનેત્રીઓએ નામ બદલીને દુનિયા ભરમાં ઓડખ બનાવી, કેટરીના કૈફનું અસલી નામ જાણી ને હંસી પડશો?

 • વ્યક્તિની ઓળખ ફક્ત તેના નામથી થાય છે. પરંતુ કેટલીકવાર લોકોને પોતાની ઓળખ બનાવવા માટે પોતાનું નામ બદલવું પડે છે. આનું ઉત્તમ ઉદાહરણ આપણા ફિલ્મ ઉદ્યોગમાં જોવા મળે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવા ઘણા સ્ટાર્સ છે, જેમનું નામ અગાઉ કંઈક બીજું હતું, પરંતુ તેઓએ નામ બદલીને ફિલ્મોમાં પ્રવેશ મેળવ્યો અને આજે તેઓ તેમના નવા નામથી દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ સ્ટાર્સના જૂના નામો ભાગ્યે જ કોઈને ખબર હશે. તો આજે આ પોસ્ટમાં, અમે તમને એવા કેટલાક બોલિવૂડ સ્ટાર્સ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેમણે ફિલ્મોમાં આવવા માટે પોતાનું અસલી નામ બદલી નાખ્યું છે, અને આજે દુનિયા તેમના બદલાયેલા નામથી તેમને ઓળખે છે.
 • પ્રીતિ જીંટા
 • પ્રીતિ જીંટા બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. પ્રીતિએ તેની ફિલ્મી કરિયરની શરૂઆત 1998 માં આવેલી ફિલ્મ દિલ સે ફિલ્મ થી કરી હતી. ફિલ્મોમાં દેખાતા પહેલા તેનું નામ પ્રીતમ સિંહ ઝિન્ટા હતું. 2016 માં, પ્રીતિએ અમેરિકન ઉદ્યોગપતિ જેન ગુડિનફ સાથે લગ્ન કર્યા. તમને જણાવી દઈએ કે, પ્રીતિ આઈપીએલ કિંગ્સ 11 પંજાબ ટીમની માલિક છે.
 • શ્રી દેવી
 • શ્રી દેવી બોલિવૂડની પ્રથમ મહિલા સુપરસ્ટાર હતી. તે એક ઉત્તમ અભિનેત્રીની સાથે સાથે એક મહાન નૃત્યાંગના હતી. શ્રી દેવી, જેણે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે, તેનું નામ શ્રી અમ્મા યેંગર અય્યાપન હતું. પરંતુ ફિલ્મોમાં આવવા માટે તેણે પોતાનું નામ શ્રીદેવી રાખ્યું.
 • તબ્બુ
 • તબ્બુ બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી છે. તબ્બુએ અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી છે અને દરેક તેની અભિનય પ્રતિભાથી વાકેફ છે. તે બોલિવૂડની સૌથી દમદાર અભિનેત્રીઓમાં ગણાય છે. તબ્બુએ તેની ફિલ્મી કરિયરની શરૂઆત 1985 માં ફિલ્મ હમ નૌજવાનથી કરી હતી. તમને જણાવી દઈએ કે, તબ્બુનું અસલી નામ તબસ્સુમ હસીમ ખાન છે. બોલિવૂડમાં આવતાની સાથે જ તેણે પોતાનું નામ બદલીને તબ્બુ રાખ્યું.
 • શિલ્પા શેટ્ટી
 • યુપી બિહાર ને તેના ઢુમકા થી લૂટવા વાડી શિલ્પા શેટ્ટી બોલિવૂડની એક પ્રખ્યાત અભિનેત્રી છે 90 ના દાયકામાં શિલ્પાએ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટીના લગ્ન પ્રખ્યાત ઉદ્યોગપતિ રાજ કુંદ્રા સાથે થયા છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે શિલ્પા શેટ્ટીનું અસલી નામ અશ્વિની શેટ્ટી છે, જેને ફિલ્મોમાં આવ્યા પહેલા તેનું નામ શિલ્પા શેટ્ટી કરી નાખ્યું હતું.
 • સની લિયોની
 • સૌ પ્રથમ, લોકોએ બિગ બોસમાં સની લિયોનને જોઇ હતી. આ શોથી તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. બિગ બોસ પછી સનીને ફિલ્મોની ઓફર મળવાનું શરૂ થયું. સનીએ તેની ફિલ્મી કરિયરની શરૂઆત 2012 માં આવેલી ફિલ્મ જિસ્મથી કરી હતી. આજે સની બોલિવૂડની ખૂબ જ જાણીતી અભિનેત્રીઓ છે. તેમનું અસલી નામ કરણજીત કૌર વોહરા છે.
 • કટરીના કૈફ
 • દુનિયાની સૌથી સુંદર અને પ્રખ્યાત અભિનેત્રીઓમાં કેટરીના કૈફનું નામ શામેલ છે. સલમાન ખાને કેટરિનાને બોલિવૂડમાં મોટો બ્રેક આપ્યો હતો. તે હાલમાં બોલિવૂડની સર્વશ્રેષ્ઠ અને સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાંની એક છે. આજે બોલિવૂડનો દરેક હીરો અને નિર્દેર્શક તેમની સાથે કામ કરવા માંગે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે કેટરિના કૈફનું અસલી નામ કેટરિના તુર્કોટે છે.

Post a Comment

0 Comments