લગ્ન કર્યા પછી પણ કરવાચૌથ નું વ્રત નથી રાખતી આ 6 અભિનેત્રીઓ, આ વાત થી લાગે છે ડર

 • પતિના લાંબા આયુષ્ય માટે રાખવામાં આવતા કરવાચૌથના ઉપવાસને કારણે આખા દેશમાં ધૂમ મચી છે. એવું માનવામાં આવે છે કે સુહાગિન સ્ત્રીઓ માટે આનાથી મોટો કોઈ તહેવાર નથી. કરવાચૌથના દિવસે સામાન્ય થી લઈને ખાસ સુધીની દરેક સુહાગિન સ્ત્રી પતિના લાંબા જીવન માટે નિર્જલા ઉપવાસ કરે છે. તમને જણાવી દઇએ કે બોલિવૂડ અભિનેત્રીઓમાં પણ કરવ કરવાચૌથનો જબરદસ્ત ક્રેઝ છે. પરિણીત અભિનેત્રીઓ ધૂમ-ધામ થી કરવાચૌથ ઉજવે છે. કેટલીક એવી અભિનેત્રીઓ પણ છે, જેઓ કરવાચૌથનાની ઉજવણી કરતી નથી. ચાલો આપણે જાણીએ કે આ સૂચિમાં કોણ શામેલ છે…
 • કરીના કપૂર
 • બોલિવૂડના નવાબ તરીકે ઓળખાતા સૈફ અલી ખાનની બેગમ કરીના કપૂર એ અભિનેત્રીઓમાંની એક છે જે કરવાચૌથની ઉજવણી કરતી નથી. કરીના અને સૈફના લગ્નને 8 વર્ષ પૂરા થયા છે, પરંતુ અત્યાર સુધી કરીનાએ કરવાચૌથને એક વાર પણ સૈફ માટે રાખી નથી. કરીના આ વિશે સ્પષ્ટ છે કે, પતિને પ્રેમ બતાવવા માટે કરવાચૌથનો ઉપવાસ રાખવો જરૂરી નથી. કરીનાએ એકવાર તો એમ પણ કહ્યું હતું કે હું આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહી શકતી નથી. તેના બદલે, મને ખાવું અને કામમાં વ્યસ્ત રહેવું ગમે છે. જોકે કરીના કરવાચૌથ રહેતી નથી, પરંતુ કરવાચૌથના દિવસે ખાસ તૈયાર થાય છે.
 • દિપીકા પાદુકોણ
 • જણાવી દઈ કે અભિનેત્રી દીપિકા પાદુકોણ સિંધી પરિવારની પુત્રવધૂ છે. સિંધીઓ અને પંજાબીઓમાં કરવાચૌથનો જબરદસ્ત ક્રેઝ છે. પરંતુ દીપિકા પાદુકોણ તેના પતિ રણવીર સિંહ માટે કરવાચૌથ વ્રતનું પાલન કરતી નથી. દીપિકા એમ માને છે કે, પતિ પ્રત્યેનો પ્રેમ સાબિત કરવા માટે ઉપવાસ કરવો જરૂરી નથી.
 • ટ્વિંકલ ખન્ના
 • અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના લગ્નને 19 વર્ષ પૂરા થયા છે, પરંતુ હજી સુધી ટ્વિંકલ ખન્નાએ અક્ષય માટે ક્યારેય પણ કરવાચૌથના ઉપવાસ નથી કર્યો. થોડા વર્ષો પહેલા ટ્વિંકલ દ્વારા કરવામાં આવેલ એક ટ્વિટથી વિવાદ થયો હતો. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું, આજકાલ, જ્યાં લોકો 40 વર્ષની ઉંમરે લગ્ન કરે છે, તો પછી પતિ માટે વ્રત રાખવાનો શું ફાયદો, જ્યારે તમે આખી જિંદગી તેમની સાથે નહીં રહી શકો.
 • ટ્વિંકલના આ ટ્વીટથી ઘણા લોકો ગુસ્સે થયા. આ પછી, ટ્વિંકલે આંકડા સાથે પોતાની વાત કરી. તેમણે કહ્યું કે મેં લાંબી ઉમરના આંકડા ચકાસી લીધા. વિશ્વના 100 દેશો એવા છે જ્યાં પુરુષો કોઈના વ્રત રાખ્યા વિના ભારતીય પુરુષો કરતા વધારે જીવે છે.
 • સોનમ કપૂર
 • વર્ષ 2018 માં સોનમે દિલ્હીના ઉદ્યોગપતિ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી, સોનમ તેના પહેલા કરવાચૌથ માટે ખૂબ જ ઉત્સાહિત હતી, જેના માટે તેણે તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. પરંતુ ઉપવાસ રાખવામાં આવ્યા ન હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આનંદે કરવાચૌથના દિવસે સોનમ કપૂરને બહાર ડિનર લેવાની અને સાથે સમય ગાળવાની ઓફર કરી હતી. સોનમે આનંદની આ ઓફર સહેલાઇથી સ્વીકારી લીધી.
 • વિદ્યા બાલન
 • અભિનેત્રી વિદ્યા બાલન પણ આ યાદીમાં શામેલ છે. આમ તો વિધ્યા નો સાડી પહેરવાની રીત લોકોને ખૂબ પસંદ આવે છે અને ઘણી સ્ત્રીઓ તેમની પાસેથી ટીપ્સ લે છે, પરંતુ વિદ્યા પોતે કરવાચૌથ કરતી નથી.
 • હેમા માલિની
 • બોલિવૂડની ડ્રીમ ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી હેમા માલિની એ પંજાબી પરિવારની પુત્રવધૂ છે, પરંતુ કરવાચૌથ કરવામાં વિશ્વાસ નથી કરતી. જો કે ફિલ્મ બગબાનમાં તેમની અને અમિતાભ બચ્ચન વચ્ચે ફિલ્માવવામાં આવેલા કરવાચૌથનો સીન ઘણો હિટ રહ્યો હતો, પરંતુ હેમાએ ધર્મેન્દ્ર માટે ક્યારેય કરવાચૌથ રાખ્યું નહીં.

Post a Comment

0 Comments