આ છે વિશ્વના 6 સૌથી ખતરનાક એરપોર્ટ, જ્યાં વિમાન ઉતારતી વખતે પાઇલટ્સ પણ ધ્રૂજતા હોય છે

  • તમે આવા ઘણા એરપોર્ટ જોયા હશે જે એકદમ સુંદર છે. તેમની સુંદરતા ઘણીવાર તમને તેની તરફ ખેંચે છે. પરંતુ આજે અમે તમને વિશ્વના કેટલાક એવા એરપોર્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જોખમી છે. આ વિમાનમથકો પર વિમાન ઉતારતી વખતે અથવા ટેકઓફ કરતી વખતે પાઇલટ્સ પણ સો વખત વિચારે છે. કોઈપણ નવા પાઇલટ આ સ્થળોએ વિમાન ઉડવાનું વિચારી પણ શકતા નથી પ્રશિક્ષિત પાઇલટ્સ માટે પણ આસન નથી માટેજ આ વિમાની મથકો વિશ્વના સૌથી ખતરનાક એરપોર્ટ્સમાં ગણાય છે.
  • નેપાળનું તેનશિંગ-હિલેરી એરપોર્ટ એ એક ખતરનાક એરપોર્ટ છે. એરપોર્ટ લુકલા શહેરમાં સ્થિત છે જે હિમાલયના શિખરોની તળેટી વચ્ચે વસેલું છે જેના રનવેની લંબાઈ ફક્ત 460 મીટરની છે. અહીં ફક્ત નાના વિમાન અને હેલિકોપ્ટરને જ ઉતરવાની મંજૂરી છે. આ વિમાનમથકના રનવેની ઉત્તરમાં પર્વતના શિખરો છે અને દક્ષિણમાં 600 મીટર ઊંડી ખીણ છે. આથી જ આ વિમાનમથકને વિશ્વના સૌથી ખતરનાક એરપોર્ટ્સમાંથી એક માનવામાં આવે છે.
  • સ્કોટલેન્ડનું બારા એરપોર્ટ પણ ઓછું નથી. આ એરપોર્ટ સમુદ્રના કાંઠે આવેલું છે તેથી જ્યારે પણ દરિયામાં ભરતી આવે છે ત્યારે એરપોર્ટ પાણીમાં ડૂબી જાય છે. અહી દરિયામાં અવારનવાર તોફાનો આવે છે આને લીધે સમુદ્રના તોફાનો અનુસારજ વિમાન ઉતારાય અથવા ટેકઓફ કરાવવાંમાં આવે છે.
  • પાઇલટ્સ માટે માલદીવના માલે આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી વિમાન ઉડાડવું અથવા વિમાન ઉતારવું ખૂબ જ પડકારજનક છે. આ એરપોર્ટ દરિયા કિનારેથી માત્ર બે મીટરની ઉંચાઇ પર સ્થિત છે. ખાસ વાત એ છે કે આ વિશ્વનું એકમાત્ર એરપોર્ટ છે જે અલકતરાથી બનેલું છે. આ વિમાનમથક સમુદ્રની મધ્યમાં સ્થિત છે. અહીં વિમાનચાલકોની થોડીક ચૂક વિમાનને સીધા હિંદ મહાસાગરમાં પાડી શકે છે.
  • સબાના કેરેબિયન ટાપુમાં જુઆનકો ઇ ઇરાસ્કીન એરપોર્ટ પર વિમાન લેંડિંગ કરવું એ નબળા હૃદયવાળા પાઇલટ્સનું કામ નથી. તે વિશ્વની સૌથી ટૂંકી રનવે છે જેની લંબાઈ આશરે 396 મીટર છે. રનવે એક ખડક પર બનાવવામાં આવ્યો છે જે ત્રણ બાજુ સમુદ્રથી ઘેરાયેલો છે અને એક બાજુ પર્વતની ટોચ છે. અહિયાં પાઇલટની સહેજ પણ ચૂક વિમાનને સમુદ્રમાં ડૂબાડી શકે છે.
  • અમેરિકા ના કોલોરાડોમાં ટેલ્યુરાઇડ રીજનલ એરપોર્ટ 2,767 મીટરની ઉંચાઇએ સ્થિત છે. અહીં એક જ રનવે છે જે રોકી પર્વતના એક ભાગ પર બનાવવામાં આવ્યો છે. તેની સામે 300 મીટરની ઉંડાઈએ સાન મિગુલ નદી વહે છે. અહીં વિમાન ઉતરવું એ રૂવાડા ઊભા કરે તેવો અનુભવ છે.
  • હોંગકોંગનું કાઇ ટાક એરપોર્ટ પણ એક સૌથી જોખમી એરપોર્ટ હતું. 1925 થી 1998 ના વર્ષો દરમિયાન વિમાન અહીં ઉતરાણ કરી રહ્યા હતા.પરંતુ હવે આ વિમાનમથક બંધ કરવામાં આવ્યું છે. આ વિમાનમથક એટલા માટે ખતરનાક હતું કારણ કે તેની બંને તરફ ઉંચી ઇમારતો હતી આમતો એરપોર્ટની આજુબાજુ ઉંચી ઇમારત બાંધવાની મનાઈ છે. આ સિવાય આ વિમાનમથકનો રનવે પણ ખૂબ જ ટૂંકો હતો.

Post a Comment

0 Comments