ગરુડ પુરાણ મુજબ આ 6 પ્રકારના લોકો પાસે પૈસા નથી ટકતા પૈસા, હંમેશા રહે છે પૈસાની તંગી

  • કેટલીકવાર અજાણતાં માં કરાઇ ગયેલું કામ આપણી સફળતામાં અવરોધ ઉભો કરવાનું શરૂ કરે છે. કારણ કે આપણે આ કામ અજાણતાં જ કરી રહ્યા છીએ તેથી આપણને આની લાંબા સમય સુધી જાણ થતી નથી અને જ્યારે જાણ થાય છે ત્યારે ખૂબ મોડું થઈ જાય છે. તમે આવા ઘણા લોકો જોયા હશે જેઓ ખૂબ જ મહેનતુ હોય છે તેમ છતાં તેઓ તેમના પોતાના મુજબની નોકરી મેળવી શકતા નથી અથવા જે પૈસાના તેઓ હકદાર છે તેટલા તેઓ કમાઈ શકતા નથી. આવા લોકોની મહેનતમાં કોઈ ઘટાડો થતો નથી પરંતુ આ લોકોએ અજાણતાં ઘણી ભૂલો કરેલી હોય છે. ગરુડ પુરાણ અનુસાર એવા ઘણા કાર્યો છે જે વ્યક્તિએ તેમના જીવનકાળ દરમિયાન કયારેક કરે છે અને આ અજાણતાં કાર્યો તેની સફળતાથી અવરોધે છે. આજે અમે આવા જ કેટલાક કાર્યો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે કરવામાં આવે તો વ્યક્તિને મોટું નુકસાન વેઠવું પડી શકે છે.
  • ગંદા કપડા પહેરવા
  • ગરુડ પુરાણ મુજબ વ્યક્તિએ હંમેશાં સ્વચ્છ કપડાં જ પહેરવા જોઈએ. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ ગંદા કપડા પહેરે છે તેની પાસે લક્ષ્મીજી રહેતા નથી. લક્ષ્મીજી ક્યારેય ગંદા કપડા પહેરેલી વ્યક્તિની પાસે આવતા નથી. પૈસા આવે તો પણ તે લાંબો સમય ચાલતા નથી.
  • ખોટુ ખાન પાન
  • ગરુડ પુરાણમાં માનવીય નિષ્ફળતાનું કારણ ખોટું ખાવાનું અને પીવાનું પણ માનવામાં આવે છે. પુરાણમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ હંમેશાં સંતુલિત આહાર લેવો જોઈએ. કારણ કે મોટાભાગના રોગો ખોટા ખાન પાનથી થાય છે. માનવી બીમાર હોય ત્યારે નિષ્ફળતાનો સામનો કરવો પડે છે.
  • વધુ ખાવું
  • ઘણા લોકો એવા હોય છે કે જ્યારે તેઓનું પેટ ભરાઈ જાય છે છતાં પણ વધુ ખાય છે. અતિશય આહારને લીધે તેઓ આળસુ થઈ જાય છે અને તેઓ એક જ જગ્યાએ પડ્યા રહે છે. આવી સ્થિતિમાં દેવી લક્ષ્મી જેમને વધુ ખાવાની ટેવ હોય છે તેનાથી દૂર રહે છે. વધુ ખાવાથી વ્યક્તિ સખત મહેનત કરવાનું પણ ટાળે છે. તેથી હંમેશાં જરૂરીયાત મુજબ ખાવું જોઈએ.
  • ગંદા દાંત અને શરીર
  • જે લોકોના દાંત / શરીર ગંદા રહે છે તેમને પાણ દેવી લક્ષ્મી છોડી દે છે. એટલે કે માણસે તેના શરીર પર ધ્યાન આપવું જોઈએ અને તેને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું જોઈએ. વ્યવહારિક દ્રષ્ટિએ પણ તેને ખોટું ગણવામાં આવ્યું છે.
  • નીતિઓનું પાલન કરો
  • જ્યારે તમે સફળતા તરફ આગળ વધી રહ્યા છો ત્યારે ઘણા લોકો તમારી સફળતાને અવરોધે છે. આને કારણે ઘણા લોકો આપણા દુશ્મન પણ બની જાય છે. તેથી આવા લોકોનો ઘણી સાવચેતીથી સામનો કરવો જોઇએ. આવા લોકોનો સામનો હોશિયારી અને ચતુરાઇથી કરવો જોઇએ જેથી તેઓ આપણને કોઈપણ રીતે નુકસાન ન પહોંચાડે.

  • અભ્યાસ કરતા રહો
  • માણસે હંમેશાં કંઇક નવું શીખવું જોઈએ અને જે તે પહેલાથી જ શીખ્યો છે એ અભ્યાસ દ્વારા મજબૂત બનાવું જોઈએ. અભ્યાસ ન કરવાથી જ્ઞાન ધીમે ધીમે નબળુ થવા લાગે છે અને જૂના જ્ઞાનથી સફળતા પ્રાપ્ત કરવી અશક્ય છે. તેથી માણસનો પ્રયત્ન એ હોવો જોઈએ કે તે દર વખતે કંઇક નવું શીખે અને જે શીખે છે તેનો અભ્યાસ ચાલુ રાખે.

Post a Comment

0 Comments