ક્યારેક સલમાન-ઋતિક થી પણ હૈડસમ હતા આ 6 અભિનેતા,અને પછી કામ માટે દર દર ભટક્યા

  • તે સાચું છે કે કોઈ ગમે તેટલૂ સુંદર અથવા પ્રસિદ્ધ હોય પરંતુ આવળત ન હોય તો લોકો તેનો અસ્વીકાર કરશે. બોલીવુડના કેટલાક કલાકારો સાથે પણ આવું જ થયું છે. બોલિવૂડમાં કેટલાક એવા કલાકારો આવ્યા છે કે, જેમણે ફિલ્મોમાં એન્ટ્રી લીધા પછી, તેમની સુંદરતા અને દેખાવને કારણે પ્રેક્ષકોએ તેમને લાંબી રેસનો ઘોડો માનવાનું શરૂ કર્યું. પરંતુ આવું કશું થયું નહી.
  • આજે અમે તમને હિન્દી સિનેમાના આવા 6 કલાકારો વિશે માહિતી આપી રહ્યા છીએ. થોડા વર્ષો ફિલ્મોમાં કામ કર્યા પછી, આ અભિનેતાઓની હાલત એવી હતી કે તેમને ફક્ત બાજુની ભૂમિકાઓ આપવાનું શરૂ થયું. અને આજે આ કલાકારોનો ફિલ્મ જગત સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. તો ચાલો જાણીએ આવા જાણીતા અને કમનસીબ કલાકારો વિશે…
  • વિવેક ઓબેરોય
  • આ સૂચિમાં, અમે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુરેશ ઓબેરોયના પુત્ર અભિનેતા વિવેક ઓબેરોયનું નામ પ્રથમ રાખ્યું છે. 18 વર્ષ પહેલાં વિવેકે કંપની નામની ફિલ્મની મદદથી ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. ઉદ્યોગમાં પ્રવેશ સાથે, તેમને ઉદ્યોગના આગામી શાહરૂખ ખાન કહેવાયો અને ચાહકોને આશા હતી કે વિવેક ઉદ્યોગમાં મોટું નામ કમાવશે. તેણે 'દમ' અને 'ઓમકારા' જેવી ફિલ્મોમાં તેના શ્રેષ્ઠ અભિનયના આધારે ચાહકોની અપેક્ષાઓ પણ પૂર્ણ કરી હતી.આ સમયે, બોલિવૂડની દમદાર અને સુંદર અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન સાથે તેમનો પ્રેમ પણ સારો થયો. જોકે, અભિનેતા સલમાન ખાન સાથેના વિવાદ પછી તેની કારકિર્દીએ એક અલગ જ વળાંક લીધો અને તેની ફિલ્મી કરિયર ખરાબ થવા લાગી. તેને સારી ભૂમિકા આપવામાં ના આવી.
  • આજે પરિસ્થિતિ એવી છે કે તેઓ લાંબા સમયથી કોઈ મોટી ફિલ્મનો ભાગ બની શક્યા નથી.
  • ડેનો મોરિયા
  • તેની લાંબી-ચોડી કદ કાઠી અને સુંદરતામાં એનો કોઈ જવાબ નહોતો. ડેનોએ યુવાને પ્રભાવિત કર્યા, પરંતુ તે દરેક વર્ગના પ્રેક્ષકોનું દિલ જીતવામાં નિષ્ફળ ગયા. તેની ફિલ્મ કારકીર્દિ 21 વર્ષ પહેલા 1999 માં આવેલી ફિલ્મ 'પ્યાર મેં કભી કભી' થી શરૂ થઈ હતી. તેની કારકિર્દીમાં 2003 માં આવેલી ફિલ્મ 'રાજ' એ તેમને એક મોટી ઓળખ આપી. આ તેની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઈ અને ડેનો મોરિયા બીજી કોઇ પણ ફિલ્મમાં તેના પરાક્રમનું પુનરાવર્તન કરી શક્યો નહીં.
  • જો કે, આ સમય દરમિયાન, તેમને સહાયક ભૂમિકા આપવામાં આવી હતી. ડીનો, તેના મજબૂત દેખાવ અને શરીરને કારણે પ્રખ્યાત હતા, તેને ગયા દિવસો માં વેબ સિરીઝ હોસ્ટેજમાં જોવા મળિયા હતા.
  • રાહુલ રોય
  • 90 ના દાયકામાં રાહુલ રોય બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એક મોટા નામ તરીકે ઉભરી આવ્યો હતો. રાહુલ રોયે, તેની પ્રથમ ફિલ્મના કારણે અને, તેના લાંબા વાળ અને સારા દેખાવને આધારે ખૂબ પ્ર્સંસા થઈ હતી, જે આજે પણ ચાલુ છે. જોકે, રાહુલ તેની ફિલ્મ કારકીર્દિમાં તે ફિલ્મની સફળતાને ક્યારેય પુનરાવર્તિત કરી શક્યાં નહીં. તે ફિલ્મ પછી તેણે માત્ર થોડીક ફિલ્મોમાં કામ કર્યું અને પછી અચાનક બોલિવૂડ સાથેનો તેનો સંગ તોડ્યો.
  • તમને જણાવી દઈએ કે રાહુલ રોય કોમેડિયન કપિલ શર્માના શો 'ધ કપિલ શર્મા શો'માં જોવા મળ્યો હતો. આ દરમિયાન તેની સાથે આશિકી ફિલ્મની અભિનેત્રી અનુ અગ્રવાલ પણ જોવા મળી હતી.
  • ફરદીન ખાન
  • 1998 માં આવેલી ફિલ્મ પ્રેમ અગનથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર અભિનેતાને આજે કોઈ ઓળખ વાનું તો દૂર કોઈ જોવાનું પણ પસંદ નથી કરતાં. બોલિવૂડમાં પ્રવેશતાની સાથે જ છોકરીઓના દિલ પર જાદુ કરનાર ફરદીન ખાન ફિલ્મ પરિવાર સાથે સંબંધ હોવા છતાં અને સુંદર દેખાવ હોવા છતાં પણ ઉદ્યોગમાં કંઇક ખાસ કરી શક્યાં નહી. છેલ્લી વખત તે 2010 માં દુલ્હા મિલ ગયા ફિલ્મમાં દેખાયો હતો. 46 વર્ષની ઉંમરે વધેલા વજનને કારણે ફરદીન ખાન, જે એક સમયે છોકરીઓનો પ્રિય હતો, આજે ખૂબ જ વૃદ્ધ લાગે છે.
  • ફરદીન ખાન તેના વાધેલા વજને કારણે ઘણી વાર ટ્રોલ થઈ ચૂક્યો છે.
>
  • ઝાયદ ખાન
  • ફિલ્મમાં આવતા પહેલા ઝાયદ ખાન પણ એક ફિલ્મી ધર સાથે સબંધ રાખે છે. તેના પિતા સંજય ખાન પણ બોલિવૂડ એક્ટર રહી ચૂક્યા છે. ઝાયદની ફિલ્મ કારકીર્દિની શરૂઆત વર્ષ 2003 માં ફિલ્મ 'ચુરા લિયા હૈ તુમને' થી થઈ હતી. આ પછી તે ફિલ્મના પડદે અભિનેતા શાહરૂખ ખાનના નાના ભાઈની ભૂમિકામાં પણ જોવા મળ્યો હતો. બંનેએ 'મૈં હૂં ના' ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી, સુષ્મિતા સેન, અમૃતા રાવ અને નસીરુદ્દીન શાહ જેવા કલાકારો પણ હતાં.
  • પરંતુ ટૂંક સમયમાં જ ઝાયદ ખાનની ફિલ્મી સફર પૂરી થઈ ગઇ.
  • જુગલ હંસરાજ
  • આ નિર્દોષ ચહેરો 'સદીના સુપરસ્ટાર' અમિતાભ બચ્ચન અને અભિનેતા શાહરૂખ ખાનની સુપર હિટ ફિલ્મ મોહબ્બતેન દેખાયો હતો જણાવી દઈ કે જુગલે નાની ઉંમરે બોલિવૂડમાં પગ મૂક્યો હતો. 1983 માં આવેલી ફિલ્મ માસૂમમાં, તે બાળ કલાકાર તરીકે જોવા મળ્યો હતો અને નાના જુગલ ને પ્રેક્ષકો એ ખૂબ પ્રેમ કર્યો હતો. જુગલ હંસરાજ એકદમ સુંદર દેખાવ હોવા છતાં અને અમિતાભ બચ્ચન-શાહરૂખ ખાન જેવા મહાન અભિનેતા ઑ સાથે કામ કરવા છતાં તેની ફિલ્મી કારકીર્દિ માં સફળતા મળી નહીં
  • જુગલ હંસરાજ ઘણા લાંબા સમયથી ફિલ્મ જગતથી દૂર છે. તેમની છેલ્લી ફિલ્મ 2016 માં 'કહાની 2' હતી. તમને જણાવી દઈએ કે જુગલ હંસરાજ તેમના એક ગીત 'ઘર સે નિકલતે હી'ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. ઉદિત નારાયણ દ્વારા ગાયેલું આ ગીત આજે પણ દરેક વર્ગના પ્રેક્ષકોને ખૂબ ગમે છે.

Post a Comment

0 Comments