આ છે વિશ્વના 5 વિચિત્ર પ્રાણીઓ જેમની અનોખી રચનાઓ જોઈને થઈ જશો આશ્ચર્યચકિત

  • દુનિયા ઘણા પ્રાણીઓ થી ભરેલી છે જે ખૂબ જ વિચિત્ર લાગે છે. આવા પ્રાણીઓ ને જોઈને લોકો વિચારવા લાગે છે કે તેઓ આ પૃથ્વીના છે કે કોઈ બીજા ગ્રહથી આવ્યા છે. આજે અમે તમને આવા જ કેટલાક વિચિત્ર જીવો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જોયા પછી તમે પણ કહેશો કે અરે આ ક્યૂ પ્રાણી છે ?
  • આ આર્કટિક મહાસાગરમાં જોવા મળેલી માછલી જેવી છે જેને જોયને કોઈને પણ ડર લાગી શકે છે. આ વિચિત્ર 'માછલી' લેમ્પ્રે તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે એકવાર આ માછલી તેના પોઇન્ટેડ દાંત અને લાંબી જીભ થી શિકારને પકડી લે પછી તેનું છટકવું લગભગ અશક્ય છે. તે તેના શિકારને ખાતી નથી પરંતુ તેના શરીર પર દાંત ભરાવી દે છે અને તેના શરીરમાંથી લોહી અને અન્ય તમામ આવશ્યક તત્વો કાઢીને ઘણા દિવસો સુધી પીવે છે.
  • આને 'સ્ટાર નોઝ મોલ' કહે છે. તેના મોં પર વિચિત્ર નાક કોઈ તારા જેવું લાગે છે તેથી જ તેનું આવું નામ પડ્યું. તેની વિચિત્ર નાક તેને ખૂબ ઓછી ઓક્સિજનવાળી જગ્યાએ પણ જીવંત રાખે છે. સામે પડેલી વસ્તુ ખાવા યોગ્ય છે કે નહીં તેની જાણકારી તે તેમના નાક વડે સ્પર્શ કરીને મેળવી લે છે.
  • આ પ્રાણીને 'નેક્ડ મોલ રેટ' કહેવામાં આવે છે જે પૂર્વ આફ્રિકામાં જોવા મળે છે. તે એક પ્રકારનો ઉંદર છે પરંતુ તેની ત્વચા એવી લાગે છે કે કોઈએ તેના ઉપર ચામડું કાઢી નાખ્યું હોય. તેના શરીરમાં સામાન્ય ઉંદર જેવા વાળ હોતા નથી અને તેની ત્વચા કરચલીઓ વાળી હોય છે.
  • આ પ્રાણી એક ઉંદર જેવું દેખાય છે પરંતુ તેના ઉપરના શરીર પર એવું લાગે છે કે જાણે એક અલગથી કોઈ પરત હોય. તેને 'પિંક ફેયરી આર્માડિલો' કહેવામાં આવે છે. આ જીવો જે ખોદવામાં નિષ્ણાત છે તે જમીનમાં એટલી ઝડપથી ખોદવા લાગે કે તેઓ પાણી માં તરી રહ્યા હોય.
  • આને 'સાઈગા એંટીલોપ' કહેવામાં આવે છે. તેઓ દેખાવમાં હરણની જેમ છે પરંતુ તેમની લાંબી કડક નાક તેમને અલગ અને વિશેષ બનાવે છે. 'સાઇગા એંટીલોપ' રશિયા અને કઝાકિસ્તાન જેવા દેશોમાં જોવા મળે છે.

Post a Comment

0 Comments