આ 5 હસીનાઓને ડેટ કરી ચૂક્યો છે કાર્તિક આર્યન, તેમાથી એક માટે તો ડ્રાઇવર બની ગયો હતો

 • પ્યાર કા પંચનામા ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર કાર્તિક આર્યને પોતાનો 30 મો જન્મદિવસ ઉજ્વયો હતો. કાર્તિક આર્યનનો જન્મ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો પરંતુ તે સ્વપ્નાની દુનિયાને જીવવા મુંબઈ પહોંચી ગયો.
 • કાર્તિક આર્યનના જન્મદિવસ પર તેમના ચાહકો તેમને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હવે કાર્તિક આર્યન 30 વર્ષનો છે અને માત્ર 30 વર્ષની ઉંમરે કાર્તિકે અત્યાર સુધીની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે જેમાંની મોટાભાગની સુપરહિટ રહી છે.
 • અહીં અમે કાર્તિક આર્યનની ફિલ્મ્સ વિશે વાત કરી રહ્યા નથી પરંતુ તમને તેના અફેર્સ વિશે જણાવીશું. ખરેખર તો કાર્તિક આર્યનનું નામ અનેક સુંદર સુંદરીઓ સાથે સંકળાયેલું છે. તો ચાલો જાણીએ કે આ સૂચિમાં કઇ સુંદરીઓ શામેલ છે?
 • 1. કાર્તિક આર્યન અને ફાતિમા સના શેખ
 • કાર્તિક આર્યન જે દરેક યુવતીને પોતાના મોહક લુકથી પોતાની તરફ આકર્ષિત કરે છે તે ફાતિમા સના શેખની સુંદરતા તરફ સૌ પ્રથમ આકર્ષિત થઈ હતી. વર્ષ 2017 માં તેમના અફેરના સમાચાર સામે આવ્યા હતા.
 • મીડિયા રિપોર્ટ્સ અનુસાર કાર્તિક આર્યન અને ફાતિમા સના શેખે ફક્ત થોડા મહિના માટે એકબીજાને ડેટ કરી હતી. વર્ષ 2017 માં બંને એકબીજા સાથે જોવા મળ્યા હતા પરંતુ બંનેએ ક્યારેય ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત નથી કર્યો.
 • તમને જણાવી દઈએ કે ફાતિમા સના શેખે આમિર ખાનની ફિલ્મ દંગલથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી જેના કારણે તે રાતોરાત ફેમસ થઈ ગઈ હતી.
 • 2. કાર્તિક આર્યન અને નુસરત ભરૂચા
 • કાર્તિક આર્યન અને નુસરત ભરૂચાએ 'પ્યાર કા પંચનામા', 'પ્યાર કા પંચનામા 2, આકાશ વાણી', સોનુ કે ટીટુ કી સ્વીટી જેવી ઘણી ફિલ્મો સાથે મળીને કરી છે.
 • આ ફિલ્મોમાં સાથે કામ કરતી વખતે ક્યાંરે બંનેના દિલ મળી ગયા તેની તેઓને પણ ખબર નહોતી. એવું કહેવામાં આવે છે કે તે બંને એક બીજા સાથે સમય પસાર કરવાનું પસંદ કરતા હતા, જેના કારણે તે ઘણીવાર સાથે જોવા મળતા હતા.
 • મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંનેનું અફેર ચાલી રહ્યું હતું પરંતુ કાર્તિક આર્યન અને નુસરત ભરૂચાએ ક્યારેય તેમના પ્રેમની કબૂલાત કરી ન હતી. તેમણે મીડિયા સમક્ષ પ્રેમના અહેવાલોને ફગાવી દીધા. અને જણાવ્યું હતું કે અમે ફક્ત મિત્રો છીએ.
 • 3. કાર્તિક આર્યન અને મોડેલ ડિમ્પલ શર્મા
 • કાર્તિક આર્યનના મોહક લુકથી મોડેલ ડિમ્પલ શર્મા પણ ફીદા થઈ ગઇ હતી. એક સમય એવો હતો કે જ્યારે બંને એક બીજા વિના ખૂબ જ ઓછા દેખાતા હતા પરંતુ હવે બંને એક બીજા સાથે દેખાતા નથી.
 • ડિમ્પલ શર્મા કાર્તિક આર્યનની લેડી લવ અને મિસ્ટ્રી ગર્લ તરીકે ઓળખાતી હતી. હકીકતમાં તે બંને ઇવેન્ટ્સ અને ડિનર ડેટ પર એક બીજા સાથે જોવા મળ્યા હતા જેના કારણે તેમના અફેરના સમાચાર પણ ખૂબ જ વધ્યા હતા.
 • આટલું જ નહીં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે બંને એકબીજા સાથે ખૂબ બોલાચાલી કરતા હતા. જોકે બંનેએ ક્યારેય મીડિયા સમક્ષ પોતાના પ્રેમની કબૂલાત કરી ન હતી પરંતુ એકબીજા પ્રત્યેની તેમની સમજણ જોઈને ચોક્કસપણે બંને વચ્ચે પ્રેમની લાગણી જોવા મળી હતી.
 • 4. કાર્તિક આર્યન અને અનન્યા પાંડે
 • ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેએ જાહેરમાં કાર્તિક આર્યન વિશે તેમના દિલ ની વાત જણાવી છે. ખરેખર કોફી વિથ કરન શોમાં અનન્યા પાંડેએ સ્વીકાર્યું કે કાર્તિક આર્યન તેમને ખૂબ જ ક્યૂટ લાગે છે.
 • કાર્તિક આર્યન અને અનન્યા પાંડે પતિ, પત્ની અને વો માં એક બીજા સાથે કામ કરતા હતા. શૂટિંગ દરમિયાન બંનેએ એકબીજા સાથે ઘણો સમય પસાર કર્યો હતો જેના કારણે તેમના અફેરના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
 • એવું કહેવામાં આવે છે કે બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. બંનેની જોડીને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી પરંતુ કાર્તિક આર્યન અને અનન્યા પાંડે હંમેશાં તેમના પ્રેમ ઉપર મૌન રાખે છે. જો કે તેમના ચાહકોને તેમની વચ્ચે પ્રેમ વિશે ખબર પડી ગઈ હતી.
 • 5. કાર્તિક આર્યન અને સારા અલી ખાન
 • બોલિવૂડના નવાબ સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાને કોફી વિથ કરણ શો પર કાર્તિક આર્યનને ડેટ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. એમાં પણ જ્યારે તેને કાર્તિક આર્યન સાથે કામ કરવાની તક મળી ત્યારે તેની લવ સ્ટોરી પણ ટ્રેક પર આવી ગઈ.
 • લવ આજકલ ફિલ્મના બીજા ભાગમાં કાર્તિક આર્યન અને સારા અલી ખાને અભિનય કર્યો હતો. શૂટિંગ દરમિયાન બંને એકબીજા સાથે ઘણો સમય પસાર કરતા હતા જેના કારણે પ્રણયના સમાચાર પ્રસારિત થવા લાગ્યા હતા.
 • શૂટિંગ પછી પણ બંને સાથે જોવા મળ્યા હતા. એટલું જ નહીં કાર્તિક આર્યનને સારાને તેડવા માટે ઘણી વખત એરપોર્ટ પર જોવામાં આવ્યો હતો. જોકે હવે બંનેનું બ્રેકઅપ થય ગયુ છે. પ્રોફેશનલ જીવનને કારણે બંને એક બીજાથી અલગ થઈ ગયા છે.

Post a Comment

0 Comments