બોલિવૂડની આ 5 અભિનેત્રીઓએ પંજાબી છોકરાઓ સાથે કર્યા છે લગ્ન, આમના લગ્ન રહયા સૌથી વધુ લોકપ્રિય

 • બોલિવૂડમાં કામ કરતા સ્ટાર્સ ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત લગ્નની વાતો પણ ખૂબ પ્રખ્યાત છે. આમાંની ઘણી અભિનેત્રીઓ ફક્ત ફિલ્મી સ્ટાર્સ સાથે જ લગ્ન કરે છે, પરંતુ કેટલીક ફિલ્મી દુનિયાથી અલગ જઇને લગ્ન સંબંધો બાંધે છે અને આમ કરવામાં મહિલાઓ વધુ આગળ હોય છે. હવે બોલીવુડમાં લગ્નો ને પણ લાઈવ બતાવવામાં આવી રહયા છે, જેથી તેમના વીડિયો પણ ખૂબ પ્રખ્યાત બને છે અને અહીં અમે તમને જણાવીશું કે બોલીવુડની આ અભિનેત્રીઓએ પંજાબી છોકરાઓ સાથે લગ્ન કર્યા છે, શું તમે જાણો છો કે કઈ અભિનેત્રીઓ છે?
 • બોલિવૂડ ની આ અભિનેત્રીઓ એ કર્યા છે પંજાબી છોકરાવ સાથે લગ્ન
 • બોલિવૂડ ના લગ્નમાં સામાન્ય લોકો પણ ઇન્ટરેસ્ટ રાખે છે આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવા જઈ રહ્યા છીએ જેણે પંજાબી છોકરાવ સાથે લગ્ન કર્યા.અને લગ્ન પણ પંજાબી રીતિ-રિવાજો થી થયા
 • ગુલ પનાગ
 • 90 ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી અને ઘણા શો ની હોસ્ટ ગુલ પનાગ પણ તેના સમયમાં ખૂબ પ્રખ્યાત રહી છે. બોલિવૂડની આ સુંદર અભિનેત્રી ગુલ પનાગએ 2011 માં એરલાઇન પાઇલટ ઋષિત અત્રી સાથે લગ્ન કર્યા. ચંદીગઢ ના એક ગુરુદ્વારામાં પંજાબી રિવાજો સાથે તેમનાં લગ્ન થયાં.
 • ગીતા બસરા
 • બોલિવૂડની હોટ એક્ટ્રેસ ગીતા બસરાએ ઈન્ડસ્ટ્રીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ ક્રિકેટર હરભજન સિંહ સાથે લગ્ન કર્યા બાદ 2015 માં તેણે આ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી. તેમના લગ્ન પણ પંજાબી રીતે કરવામાં આવ્યા હતા અને હવે તેમને એક સુંદર પુત્રી છે.
 • હેઝલ કીચ
 • બોડીગાર્ડ ફિલ્મમાં કરીના કપૂરની મિત્રની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી હેઝલ કીચે વર્ષ 2016 માં ભારતીય ક્રિકેટના પૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. એક સમયે સલમાન ખાનની ફિલ્મોમાં જોવા મળેલ હેઝલ લગ્ન પછી ફિલ્મો છોડી દીધી હતી. ચંદીગઢના ગુરુદ્વારામાં તેણે યુવરાજ સાથે પંજાબી શૈલીમાં લગ્ન કર્યા.
 • સોનમ કપૂર
 • બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે વર્ષ 2018 માં દિલ્હીના ઉદ્યોગપતિ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. સુપરસ્ટાર અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂરે પંજાબી રીતી રિવાજો સાથે લગ્ન કર્યા છે, જે બંને પંજાબી પરીવાર સાથે બિલોંગ કરે છે.
 • નેહા ધુપીયા
 • એક સમયે નેહા ધૂપિયા બોલિવૂડમાં હોટ પાત્રો ભજવવા માટે પ્રખ્યાત હતી અને આજે તે તેના પરિવારને સારી રીતે સંભાળી રહી છે. નેહા ધૂપિયાએ બોલિવૂડ એક્ટર અંગદ બેદી સાથે લગ્ન કર્યા હતા અને બંનેના લગ્ન પંજાબી રિવાજો સાથે થયા હતા.

Post a Comment

0 Comments