54 વર્ષની વયે 25 વર્ષીય અભિનેત્રીઓને માત આપે છે રામાયણ ની સિતા, નવો લુક જોઈને ચોંકી જશો જુવો તસવીરો

  • કેટલીક સિરિયલો 90 ના દાયકામાં ખૂબ જ પ્રખ્યાત હતી. શનિવાર અને રવિવારે બધા બાળકો અને મોટા ટીવી સામે પડાપડી કરીને બેસી જોતા હતા. તે સમયે લોકો પાસે મનોરંજન ઓછા હોવા છતાં ખુશ રહેતા હતા. તે સમયે મોટાભાગના લોકોના ઘરે ફક્ત દૂરદર્શન જ જોવા મળતું હતું. મનોરંજનના સાધનો ના અભાવને કારણે જે સીરીયલો આવતી તે જોવી પડતી. જો કે તે બીજી બાબત છે કે તે સમયમાં જે સિરિયલો આવતી હતી તે આજ સુધી ક્યારેય નથી આવી અને ક્યારેય આવી શકવાની પણ નથી. તે જમાનામાં આવી ઘણી સિરિયલો હતી જે બધાને પસંદ આવતી હતી અને જેની લોકો આતુરતાથી રાહ જોતા હતા. 90 નો દાયકો તો વીતી ગયો છે પરંતુ લોકોને તે દાયકામાં બનેલી સિરીયલો ને લોકો હજી યાદ કરે છે.
  • તેમાંથી એક પ્રખ્યાત સીરિયલ 'રામાયણ' હતી. આજે પણ આપણને બધાને રામાયણના બધા પાત્રો યાદ છે. રામાયણની શરૂઆત વર્ષ 1987 માં 90 ના દાયકામાં થઈ હતી. રામાયણે ભારતીયોના દિલમાં એક અલગ ઓળખ ઉભી કરી હતી. એવું કહેવામાં આવે છે કે રામાયણ શરૂ થય ત્યારે રસ્તાઓ સુમસાન થઈ જતાં હતા જેમ અત્યારે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ દરમિયાન થય જતાં હોય છે. રામાનંદ સાગરની રામાયણની વિશેષ વાત એ હતી કે રામાયણના તમામ પાત્રોએ ભારતીયોના હૃદયમાં સ્થાન બનાવ્યું હતું. તેમાનું સૌથી મહત્વનું પાત્ર હતું માતા સીતાનું.
  • એવું કહેવામાં આવે છે કે લોકો સીતા માતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી દીપિકા ચિખલીયાને સાચા સિતા માતા માનવા લાગ્યા હતા. તેની સાથે મુલાકાત થતાં લોકો તેના પગને સ્પર્શ કરતા અને આશીર્વાદ લેતા હતા. દીપિકા તે યુગની સૌથી સુંદર અભિનેત્રીઓ મણિ એક હતી. તેણે માતા સીતાનું પાત્ર સારી રીતે ભજવ્યું. તે આ પાત્રમાં એવી રીતે ઢળી ગઈ હતી જાણે કે આ ભૂમિકા ફક્ત તેના માટે બનાવવામાં આવી હોય. દીપિકાએ માતા સીતાનું પાત્ર પોતાની અભિનયથી જીવંત બનાવ્યું હતું. સીતા તરીકે દીપિકાની છબી આજે પણ ઘણા લોકોના મનમાં છે.
  • દિપીકાને તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ પણ તેમના અભિનય બદલ સન્માનિત કર્યા હતા. દીપિકાએ પોતે વિચાર્યું નહી હોય કે રામાયણની આ સીરિયલથી તેને આટલી સફળતા મળશે. પરંતુ આ સિરિયલ બંધ થયા બાદ દીપિકા ખબર નહીં ક્યાં ખોવાઈ ગઈ હતી. રામાયણ પછી દીપિકા ક્યાંય દેખાઈ નથી જાણે તે ગાયબ થઈ ગઈ હોય. પરંતુ તે અદૃશ્ય થઈ ન હતી તેઓએ લગ્ન કરી લીધા હતા.
  • તમને જણાવી દઈએ કે દીપિકાએ કોસ્મેટિક કંપનીના માલિક હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યા હતા. અત્યારે દીપિકા આ કંપનીની રિસર્ચ અને માર્કેટિંગ ટીમને સંભાળે છે. દીપિકાને નીધી અને જુહી નામની બે પુત્રી પણ છે. સમાચાર આવ્યા છે કે નાના પડદે તેનો અભિનય ફેલાવ્યા બાદ હવે 54 વર્ષીય દીપિકા બોલિવૂડની ફિલ્મથી કમબેક કરવા જઇ રહી છે. રિપોર્ટ અનુસાર આ ફિલ્મનું નામ 'ગાલિબ' હશે અને તે અફઝલ ગુરુના પુત્ર ગાલિબ ગુરુના જીવન પર આધારિત હશે.

Post a Comment

0 Comments