આ 5 લગ્નને જોવા આવ્યા બધા દેવતાવો(ભગવાન), આપ્યા હતા આશીર્વાદ

  • હિન્દુ ધર્મમાં લગ્નને સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ બંધન ફક્ત મનુષ્ય માટે જ મહત્ત્વનું નથી, પણ ભગવાન માટે પણ ખૂબ મહત્વનું છે. પુરાણો અનુસાર, હિન્દુ ધર્મમાં આવા ઘણા લગ્નો છે, જે જોવા માટે બધા ભગવાન હાજર હતા. હા, ભગવાન તે લગ્નમા પ્રત્યક્ષ સાક્ષી બન્યા અને નવદંપતીઓને આશીર્વાદ પણ આપ્યા. એટલું જ નહીં, તમે આ લગ્નોની ચર્ચા પુરાણોમાં ખૂબ સારી રીતે જોશો, પરંતુ અહીં અમે તે લગ્ન વિશે જણાવવા જઇ રહ્યા છીએ,જે જોવા માટે ભગવાન પોતે હાજર હતા અને પુષ્પવર્ષા પણ કરી હતી.
  • રામ અને સિતા ના લગ્ન
  • રામાયણ અનુસાર રામ અને સીતાના લગ્નની ઇતિહાસમાં સૌથી વધુ ચર્ચા છે. સામાન્ય લોકો જ નહીં પરંતુ સર્વ ભગવાન પણ જોડાવા ઇચ્છતા હતા. આટલું જ નહીં, આ લગ્નમાં ત્રિદેવ સહિતના બધા ભગવાન કોઈ ન કોઈ રૂપે સામેલ હતા. એવું કહેવામાં આવે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને રૂદ્ર લગ્ન જોવા માટે બ્રાહ્મણોનો વેશ ધારણ કર્યો હતો, ત્યારબાદ ધૂમધામ સાથે લગ્ન થયા.એવું કહેવાય છે કે રામ અને સીતાને તમામ દેવી-દેવતાઓએ આશીર્વાદ આપ્યા હતા.
  • શિવ,પાર્વતિ અને સતી ના લગ્ન
  • ભગવાન શિવએ પ્રથમ સતી સાથે લગ્ન કર્યા. આ લગ્ન જોવા માટે બધા ભગવાન હાજર હતા. આ લગ્ન ખૂબ જ મુશ્કેલ સંજોગોમાં થયાં છે. બ્રહ્માજીના કહેવાથી સતીના પિતાએ શિવજીની સાથે લગ્ન કરવા તૈયાર થયા, પરંતુ પછી સતીએ પોતાને આગના હવાલે કરી દીધી, ત્યારબાદ શિવજીએ પાર્વતી સાથે લગ્ન કર્યા. શિવ અને પાર્વતીના લગ્નમાં પણ બધા ભગવાન બારાતી બન્યા અને આશીર્વાદ આપ્યા હતા
  • ગણેશ ના લગ્ન
  • ગણેશનાં લગ્ન ખૂબ જ રસપ્રદ સંજોગોમાં થયાં હતાં. ખરેખર, તેમના લગ્ન થતા ન હતા, પરંતુ તે પછી તેઓ એક નહીં, પણ બે કન્યા સાથે લગ્ન કર્યા. પુરાણો અનુસાર ગણેશજીના લગ્ન રિદ્ધિ અને પ્રજાપતિ વિશ્વકર્માની પુત્રી સિદ્ધિ નામની બે પુત્રીઓ સાથે થયા હતા. સિદ્ધિથી 'ક્ષેમ'અને રિદ્ધિથી 'લાભ' નામના એમ બે પુત્ર થયા, જે શુભ લાભ તરીકે ઓળખાય છે. બધા દેવતાઓ ગણેશનાં લગ્નમાં સામેલ થયા અને તેમને આશીર્વાદ આપ્યા હતા.
  • વિષ્ળુ અને લક્ષ્મી ના લગ્ન
  • પુરાણોમાં વિષ્ણુ અને લક્ષ્મીના લગ્નનો પણ ઘણો ઉલ્લેખ છે. હકીકતમાં લક્ષ્મીનો સ્વયંવર આયોજન કરવામાં આવ્યો હતો અને તેણે વિષ્ણુને તેના મનથી પતિ તરીકે સ્વીકર્યા હતા,પરંતુ નારદાજી પણ તેની સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ તે પછી લક્ષ્મીજીએ વિષ્ણુના ગળામાં વારમાળા મૂકી, જેના પછી નારદજી ખૂબ દુ :ખી થયા. જણાવી દઈએ કે આ લગ્નને પણ બધા દેવતાઓનો આશીર્વાદ મળિયો હતો.
  • રુકમણી અને કૃષ્ણના લગ્ન
  • રુક્મણી અને કૃષ્ણના લગ્ન પણ ઘણા રસપ્રદ સંજોગોમાં થયા હતા, જેની સાથે જોડાયેલા તમામ કિસ્સા પુરાણોમા છે. આ ટુચકાઓ અનુસાર, તમામ દેવગત્તાઓએ આ લગ્નમાં ભાગ લીધો હતો અને દંપતીને તેમના આશીર્વાદ આપ્યા હતા.

Post a Comment

0 Comments