બોલીવૂડ ના આ 5 સિતારાઓની પહેલી ફિલ્મ ની ફી હતી માત્ર આટલી, એક એક્ટર ને તો માત્ર મળ્યા હતા 100 રૂપિયા..

 • દરેક વ્યક્તિને તેની પ્રથમ આવક ગમતી હોય છે અને દરેક તેમની પ્રથમ આવક સાથે ભાવનાત્મક રૂપે જોડાયેલા હોય છે કારણ કે તે આપણા જીવનની સૌથી મોટી રકમ હોય છે. આ પ્રથમ કમાણી સામાન્ય માણસની હોય કે સ્ટાર્સની પરંતુ દરેક તેને ખૂબ જ ચાહે છે. પ્રથમ કમાણી હંમેશાં ઓછી હોય છે, જે આપણને વિચારવા મજબૂર કરે છે, પરંતુ તમને જણાવી દઈએ કે બોલિવૂડના આ 5 સ્ટાર્સની ફી ઘણી ઓછી હતી, તમારે તેમની પ્રથમ ફી વિશે જાણવું જોઈએ ..
 • ખૂબ ઓછી હતી બોલીવૂડ ના આ 5 સિતારા ની પહેલી ફિલ્મ ની ફીસ
 • અમે જે કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેમાંથી કેટલાક તેમના બાળપણમાં જ ડેબ્યૂ કર્યું હતું કારણ કે તેમના પિતા અથવા કાકા ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા હતા, પરંતુ પહેલી ફિલ્મ માટે લાખો મળે તે જરૂર નથી. તો ચાલો તમને જણાવીએ તે સ્ટાર્સ વિશે ..
 • ઋતિક રોશન
 • રિતિકની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ સુપર -30 સારું પ્રદર્શન કરી રહી છે અને તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરે છે જેના માટે રિતિક 10 થી 15 કરોડ રૂપિયા લે છે પરંતુ તેની પ્રથમ ફિલ્મની ફી માત્ર 100 રૂપિયા હતી. તેમણે આશા ફિલ્મમાં બાળ અભિનેતા તરીકે કામ કર્યું હતું અને આ માટે તેમને આ ફી આપવામાં આવી હતી પરંતુ મોટા થઇને તેમની પ્રથમ ફિલ્મ કહો ના પ્યાર હૈ હતી જે સુપરહિટ હતી.
 • અમિતાભ બચ્ચન
 • બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ભારત અને વિદેશમાં પોતાના અભિનયથી કમાલ કર્યો છે. તેની પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાની હતી જે ફ્લોપ થઈ. તેમને આ ફિલ્મમાં કામ કરવા માટે 5000 રૂપિયા મળ્યા હતા પરંતુ આજે અમિતાભ બચ્ચન 8 થી 10 કરોડ લે છે.
 • અક્ષય કુમાર
 • બોલિવૂડ ખિલાડી કુમારે તેની કારકિર્દીમાં એક થી વધીને એક ફિલ્મોમાં કામ કર્યું છે. આજે અક્ષય તેની એક ફિલ્મ માટે ફી તરીકે 20-25 કરોડ લે છે, પરંતુ તેની પહેલી ફિલ્મ સૌગંધ માટે તેમને ફી તરીકે ફક્ત 5 હજાર રૂપિયા મળ્યા છે.
 • સલમાન ખાન
 • બોલિવૂડના દબંગ ખાન આજે એક ફિલ્મ માટે 40-50 કરોડ રૂપિયા લે છે અને સફળ ફિલ્મ માટે કમિશન પણ લે છે. પરંતુ બિવી હો તો એસી (1988) ફિલ્મમાં તેમને સહાયક અભિનેતાની ભૂમિકા મળી અને આ માટે તેમને 31 હજાર રૂપિયા ફી આપવામાં આવી.
 • આમિર ખાન
 • મિસ્ટર પરફેક્શનિસ્ટ આજે કોઈ ફિલ્મ માટે 50 ટકા ભાગીદારી લે છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેની ફી હજારોમાં હતી. તેની પહેલી ફિલ્મ હોળી હતી પરંતુ સુપરહિટ ફિલ્મ ક્યામત સે ક્યામત તક હતી, જેના માટે તેમને 11 હજાર રૂપિયા ફી આપવામાં આવી હતી.

Post a Comment

0 Comments