અજય દેવગનને છે ખૂબ મોંઘા શોખ, તેની આ 4 સૌથી મોંઘી ચીજોથી જ એક આખું ગામ વસી શકે છે

 • અજય દેવગણનું નામ આવતાની સાથે જ આપણા મનમાં શાંત, ગંભીર અને ઉત્તમ અભિનેતાની છબી બનાવવા લાગે છે. તે 26 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છે. તે આજે જેટલો સારો કલાકાર છે તેટલોજ સારો તે બાળપણ માં પણ હતો. હા બાળ કલાકાર તરીકે અજયે પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત કરી હતી. આજે તેના ખાતામાં એકથી એક હિટ ફિલ્મો છે. પાછલા વર્ષોમાં અજય દેવગને એવું નામ કમાયો છે કે તેની ફેન ફોલોઇંગ ભારતની સાથે સાથે સમગ્ર વિશ્વના દેશોમાં છે. આજે તેઓના વિશ્વભરમાં લાખો ચાહકો છે. તાજેતરમાં જ અજય દેવગણની કોમેડી ડ્રામા ફિલ્મ દે દે પ્યાર દે રિલીઝ થઈ હતી જેણે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે તબ્બુ અને રકુલ પ્રીત જોવા મળી હતી.
 • અજય દેવગને તેની ફિલ્મી કરિયરમાં બોલિવૂડને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. આજે તેઓને કોઈ ઓળખની જરૂર નથી. અજય દેવગન એવા બોલિવૂડ કલાકારોમાંથી એક છે જેમણે કરોડોની કમાણી કરી છે. શાંત અને ગંભીર દેખાતા અજય દેવગનના શોખ ખૂબ મોંઘા છે. કરોડોની કમાણી કરનાર અજય દેવગન મોંઘી ચીજો ખરીદવાનો શોખીન છે. આજની પોસ્ટમાં, અમે તમને તેમની કેટલીક સૌથી મોંઘી ચીજો વિશે જણાવીશું કિંમત સાંભળ્યા પછી તમારા પગ નીચેથી જમીન સરકી જશે.
 • ફાર્મ હાઉસ
 • તમને અજય દેવગણ પાસે પોતાનું એક શાનદાર ફાર્મ હાઉસ છે. આ ફાર્મ હાઉસ મુંબઇ નજીક કરજત શહેરમાં આવેલું છે. 28 એકરમાં આ ફાર્મ હાઉસની કિંમત 25 કરોડ છે. આ ફાર્મ હાઉસમાં શાકભાજી અને ફળોની ખેતી કરવામાં આવે છે.
 • લંડન નું ઘર
 • તમને જણાવી દઈએ કે બોલિવૂડના સિંઘમ અજય દેવગને લંડનમાં પણ એક ઘર ખરીદ્યુ છે. લંડનનું આ મકાન ખૂબ મોંઘું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અજય દેવગનના લંડનના મકાનની કિંમત લગભગ 54 કરોડ છે.
 • ખાનગી જેટ
 • તમને જાણીને આશ્ચર્ય થશે કે અજય દેવગનની પાસે પોતાનું ખાનગી જેટ પણ છે. તેની પાસે હોકર 800 નામનું એક ખાનગી જેટ છે. આ જેટની કિંમત 84 કરોડ છે. આ જેટ આજની અજયની સૌથી મોંઘી ચીજોમાંની એક છે.
 • રેન્જરોવર કાર
 • અજય દેવગણ પાસે રેન્જ રોવર કંપનીની સૌથી મોંઘી કાર છે. અજય દેવગણ પાસે રેન્જ રોવર વોગ કાર છે જેની કિંમત 2.08 કરોડ છે. આટલું જ નહીં તેમની પાસે બીએમડબ્લ્યુ અને ઓડી કાર પણ છે.
 • આ હિટ ફિલ્મોમાં કામ કર્યું છે
 • અજય દેવગને 90 ની દાયકામાં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. વધારે એક્શન ફિલ્મો કરવાને કારણે તે એકશન હીરો તરીકે પ્રખ્યાત થઈ ગયો હતો. પરંતુ જ્યારે અજય દેવગને કોમેડીમાં હાથ અજમાવ્યો ત્યારે તેમને સમજાયું કે તે બોલિવૂડમાં દરેકના ગુરુ છે. અત્યાર સુધી અજય દેવગને ઘણી હિટ ફિલ્મો આપી છે. અભિનેતા તરીકેની તેમની પ્રથમ ફિલ્મ 'ફૂલ ઔર કાંટે' હતી. તેમની ફિલ્મોમાં દ્રશ્યમ, સિંઘમ, ગોલમાલ, ગંગાજલ, દિલવાલે, અપહરણ, શિવાય, વગેરે હિટ ફિલ્મોનો સમાવેશ છે.

Post a Comment

0 Comments