40 વર્ષીય શ્વેતા તિવારીએ કરાવ્યું ફોટોશૂટ, તસવીરો જોઇને 20 વર્ષીય યુવતીને પણ શરમાઈ જાય

  • શ્વેતા તિવારી એ ટીવી ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. 'કસૌટી જિંદગી કી' સિરિયલથી પ્રખ્યાત બનેલી શ્વેતા 40 વર્ષની થઈ ગઈ છે. જોકે તેમનો લુક તેમની ઉંમર જાહેર કરતો નથી. તે દેખાવમાં ખૂબ જ યુવાન અને સુંદર લાગે છે. શ્વેતા હંમેશા ફેશનેબલ અને સ્ટાઇલિશ રહેવાનું પસંદ કરે છે. આ જ કારણ છે કે તે પોતાની પુત્રી પલક તિવારીને દેખાવની દ્રષ્ટિએ પણ જોરદાર સ્પર્ધા આપે છે.
  • શ્વેતા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. અહીં તે તેના અંગત જીવનથી સંબંધિત ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમને 1.5 મિલિયન લોકો ફોલો કરે છે. તાજેતરમાં શ્વેતાએ તેમના કેટલાક સુંદર ફોટા શેર કર્યા છે. આ તસવીરો હવે ફેન્સનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. આ ફોટામાં શ્વેતા આશ્ચર્યજનક લાગી રહી છે.
  • આ ફોટામાં શ્વેતાએ રેડ વ્હાઇટ પ્રિન્ટ સાથે શોર્ટ વન પીસ પહેરયુ છે. આમાં તે ખૂબ જ યુવાન અને ગ્લેમરસ જોવા મળી રહી છે. આની સાથે જ તેમણે વાળ ખુલ્લા રાખ્યા છે.સાથે જ કાળા રંગના ચશ્મા આંખો પર સુંદર લાગી રહ્યા છે. તેમણે પગમાં ક્રીમ રંગના જૂતા પહેર્યા છે. શ્વેતાના આ ફોટાને અત્યાર સુધીમાં 92 હજારથી વધુ લાઈક્સ મળી છે. શ્વેતાની આ શૈલી ફેન્સને આકર્ષિત કરી રહી છે.
  • જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે શ્વેતાના ફોટા ઇન્ટરનેટ પર હીટ થયા છે. આ અગાઉ તેમણે સ્વિમિંગ પૂલમાં નહાતી વખતે પોતાની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. સ્વિમ શૂટ અને કાળા ચશ્મામાં શ્વેતાની આ હોટ પિક્ચરો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ હતી. જો તમે તે જોયા નથી તો તમે તેને અહીં જોઈ શકો છો.
  • કામની વાત કરીએ તો શ્વેતા હાલમાં સોની ટીવીના મેરે ડેડ કી દુલ્હન'માં જોવા મળી રહી છે. આ સાથે જ તેમની પુત્રી પલક તિવારી પણ 'રોસી' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. તેનું ટીઝર તાજેતરમાં રિલીઝ થયેલ છે જેમાં પલક ખૂબ ગુસ્સે ભરાયેલી જોવા મળી રહી છે. આ ફિલ્મમાં વિવેક ઓબેરોય મુખ્ય ભૂમિકામાં છે.

Post a Comment

0 Comments