3 વર્ષની ઉંમરમાં બોલિવૂડની આ હિરોઇનનું થયું હતું શોષણ, કાસ્ટિંગ કાઉચ વિશે પણ કર્યો ખુલાસો

  • બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચની સત્યતા કોઈથી છુપાયેલી નથી. અહીં કામની શોધમાં આવેલી નવી અભિનેત્રીઓને કામના બદલામાં શારીરિક સંબંધો બાંધવાની ઓફર કરવામાં આવે છે. દરેક આવું કરતા નથી પરંતુ ઇંડસ્ટ્રીમાં કેટલાક લોકો એવા છે જે આજે પણ આ વસ્તુઓ કરે છે. બોલીવુડમાં ઘણી વાર જાતીય શોષણ અને કાસ્ટિંગ કાઉચની ચર્ચા થઈ છે.
  • તાજેતરમાં જ આમિર ખાનની કો-સ્ટાર અને 'દંગલ' ફેમ ફાતિમા સના શેખે પણ એક ઇન્ટરવ્યુમાં બોલિવૂડમાં તેમના સાથે થયેલ જાતીય શોષણ અને કાસ્ટિંગ કાઉચ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. ફાતિમાએ જણાવ્યું કે તેમણે તેમના કરિયરમાં અનેક રિજેક્સ્નનો સામનો કરવો પડ્યો છે. તેમને કહેવામાં આવતું કે તે દીપિકા પાદુકોણ અને એશ્વર્યા રાય જેવી દેખાતી નહોતી.
  • ફાતિમા કહે છે કે ઇંડસ્ટ્રીના ઘણા લોકોએ મને ઘણી વાર કહ્યું હતું કે તમે ક્યારેય અભિનેત્રી નહીં બનો. તમારો ચહેરો દીપકા કે એશ્વર્યા જેવો નથી. તમે કેવી રીતે અભિનેત્રી બની શકો છો? ફાતિમા આગળ જણાવે છે કે મને ઘણી વાર નિરાશ કરવામાં આવી હતી. જો કે હવે જ્યારે હું પાછળ જોઉં છું ત્યારે લાગે છે કે તે બધુ બરાબર હતું. અહીં અભિનેત્રી બનવા માટે સુંદરતાનું ધોરણ નક્કી કરાયું છે.
  • ફાતિમાએ એમ પણ કહ્યું કે જ્યારે તે ત્રણ વર્ષની હતી ત્યારે તેની છેડતી કરવામાં આવી હતી. તે કહે છે કે મેં મારા કરિયરની શરૂઆતમાં જાતીયતાનો સામનો કરવો પડ્યો છે. આમાંના કેટલાક લોકોએ મને એમ પણ કહ્યું હતું કે જો તમે નોકરી મેળવવા માંગતા હો તો એક માત્ર રસ્તો છે સેક્સ. આ વસ્તુને કારણે ઘણી વાર ઘણી ફિલ્મો મારા હાથમાંથી નીકળી ગઈ.
  • કામની વાત કરીએ તો ફાતિમાં ટૂંક સમયમાં 'લુડો' અને 'સૂરજ પે મંગલ ભારી' જેવી ફિલ્મોમાં જોવા મળશે. તેમણે આમિર ખાનની 'દંગલ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે ફાતિમાએ 'ઇશ્ક', 'ચાચી 420', 'વન ટુ કા ફોર', 'બડે દિલવાલા' જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું છે.
  • આ ફાતિમાની લેટેસ્ટ ફિલ્મ 'સૂરજ પે મંગલ ભારી' નું ટ્રેલર છે જે એક્ટ્રેસએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યું છે.

Post a Comment

0 Comments