16 વર્ષની ઉંમરે આના જેવી દેખાતી હતી આ અભિનેત્રીઓ, દિવ્યાની ખૂબસૂરતી જોઈને આશ્ચર્યચકિત થઈ જશો

 • બોલીવુડની ફિલ્મોએ આખી દુનિયામાં ધૂમ મચાવી છે. બોલિવૂડને લગતી નાની નાની વાતોને જાણવા લોકોમાં ઉત્સુકતા છે. દરેક વ્યક્તિ તેમના જુના ફોટોગ્રાફ્સને ખૂબ જ ઉત્સાહથી જુએ છે. દરેકને જુના ફોટોગ્રાફ્સ જોવાની મજા આવે છે. ખાસ કરીને આજકાલના યુવાનો જુના ફોટોગ્રાફ્સમાં ખૂબ રસ લે છે. તે પોતાના દાદા-દાદી, મમ્મી પાપાની તસવીરો ખૂબ રસથી જુએ છે. પરંતુ આજે આ પોસ્ટમાં અમે તમારા માટે બોલીવુડ અભિનેત્રીઓની કેટલીક ન જોઈ હોય તેવી અને રેયર તસવીરો લાવ્યા છીએ. અમને ખાતરી છે કે તમે આજ પહેલાં આ તસ્વીરો નહીં જોઈ હોય. તમે પણ જોશો કે 16 વર્ષની ઉંમરે તમારી મનપસંદ અભિનેત્રીઓ કેવી દેખાતી હતી.
 • શ્રીદેવી
 • દિવગંત અભિનેત્રી શ્રીદેવીને આ દુનિયા છોડી તેને એક વર્ષ કરતા વધારે સમય થઈ ગયો છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં દુબઈની એક હોટલમાં તેમનું અવસાન થયું હતું. શ્રીદેવી એક મહાન અભિનેત્રીની સાથે સાથે એક મહાન ડાન્સર પણ હતી. શ્રીદેવી ભારતીય સિનેમાની પ્રથમ મહિલા સુપરસ્ટાર હતી. શ્રીદેવીની સુંદરતાની દુનિયા કાયલ હતી. તમે જોઈ શકો છો 16 વર્ષની ઉંમરમાં પણ તે ખૂબ જ સુંદર દેખાતી હતી.
 • રેખા
 • બોલિવૂડમાં ઘણી સુંદર અકટ્રેસઓ આવી અને ગઈ છે પણ રેખાની સુંદરતા સાથે કોઈ મુકાબલો કરી શકે નહીં. રેખા 64 વર્ષની ઉંમરે પણ કોઈપણ અભિનેત્રીને માત આપી શકે છે. જેમ જેમ રેખાની ઉંમર વધતી જાય છે તેમ તેમ તેની સુંદરતા પણ વધી રહી છે. રેખા એક એવી અભિનેત્રી છે કે જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ વધુ સુંદર બની રહી છે. રેખાની આ તસવીર 14 વર્ષની ઉંમરે લેવામાં આવી હતી.
 • તબ્બુ
 • તબ્બુ બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી છે. તબુએ અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી છે અને દરેક તેમના અભિનય પ્રતિભાથી વાકેફ છે. તે બોલિવૂડની સૌથી શક્તિશાળી અભિનેત્રીઓમાં ગણાય છે. તબ્બુએ તેમના ફિલ્મી કરિયરની શરૂઆત 1985 માં ફિલ્મ 'હમ નૌજવાન'થી કરી હતી. તમને જણાવી દઈએ કે તબ્બુની આ તસવીર તે સમયની છે જ્યારે તે સ્કૂલમાં હતી.
 • દિવ્યા ભારતી
 • દિવ્યા ભારતી હિન્દી ફિલ્મ ઇંડસ્ટ્રીની એક એવી અભિનેત્રી હતી જેમણે ખૂબ જ નાની ઉંમરે પોતાનું સ્થાન બનાવ્યું હતું. તેમણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. દિવ્યા ખૂબ સુંદર હોવા સાથે હોશિયાર પણ હતી. જો કે તેમનુ ફિલ્મી કરિયર ખૂબ ટૂંકુ હતુ પરંતુ આ દરમિયાન તેમણે ઘણી હિટ ફિલ્મો પણ આપી હતી. તમને જણાવી દઈએ કે, બિલ્ડિંગના પાંચમા માળેથી નીચે પડી જવાને કારણે દિવ્ય ભારતીનું મોત નીપજ્યું હતું. દિવ્યા ભારતીની આ તસવીર 16 વર્ષની છે, જ્યારે તેમણે બોલિવૂડમાં પગ મૂક્યો ન હતો.
 • માધુરી દીક્ષિત
 • માધુરી દીક્ષિત બોલીવુડની આવી જ એક અભિનેત્રી છે જેમણે પોતાના સ્મિતથી લાખોના દિલને ઘાયલ કરી દે છે. દુનિયાભરના લાખો એવા ફેન્સ છે જે માધુરીના મુસ્કાન પર ફીદા છે. દેશભરમાં લોકો તેમને ઘણા નામથી ઓળખે છે. જો કોઈ તેમને 'ધક-ધક ગર્લ' ના નામથી ઓળખે છે, તો કોઈ તેમને 'મોહિની' કહે છે. માધુરી દીક્ષિતની સ્માઇલ માત્ર કાતિલના જ નથી, પરંતુ લોકો તેમના ડાન્સ માટે પણ કાયલ છે. તમને જણાવી દઈએ કે, માધુરીની આ તસવીર 16 વર્ષની ઉંમરે લેવામાં આવી હતી.

Post a Comment

0 Comments