ઈન્સ્ટાગ્રામ પર 1 ફોટો મૂકીને કરોડોની કમાણી કરી છે આ 10 સ્ટાર્સ, પ્રિયંકાને 1 ફોટોના મળે છે આટલા કરોડ

 • આજકાલ દેશ-વિદેશની દરેક મોટી હસ્તીઓ ઇન્સ્ટાગ્રામ પર છે. આજના સમયમાં, ઇન્સ્ટાગ્રામ એ ફેસબુકને માત આપી છે. મોટાભાગની હસ્તીઓ ઇન્સ્ટાગ્રામ પર સક્રિય હોય છે અને દરરોજ તેઓ કેટલાક ફોટો અથવા વીડિયો ચાહકો માટે શેર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ હસ્તીઓ ફક્ત લાઈક્સ મેળવા માટે તે વિડિઓઝ અથવા ફોટા શેર કરતા નથી. પરંતુ તેને તેની પોસ્ટ્સ અને વિડિઓઝમાંથી નોંધપાત્ર રકમ મેળે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કોઈ સેલિબ્રિટીને પોસ્ટ શેર કરવા કરોડો રૂપિયા મળે છે. તાજેતરમાં હોપ્પર એચક્યુ એ ટોપ 10 રિચ ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટીની સૂચિ બહાર પાડી છે જેમને પોસ્ટ શેર કરવા માટે સૌથી વધુ પૈસા મળે છે. ચાલો આપણે જાણીએ કે આમાં કોનો સમાવેસ થઈ છે આ યાદીમાં ભારતની માત્ર બે હસ્તીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમે પણ જુઓ કે કઈ સેલિબ્રિટી પોસ્ટ શેર કરવા માટે કેટલા પૈસા લે છે.
 • કાઇલી જેનર
 • આ સૂચિમાં પ્રથમ ક્રમે કાઇલી જેનર છે, જેની પાસે તેના ઇન્સ્ટાગ્રામ પર 139,226,677 ફોલોઅર્સ છે. કાઇલી એક પોસ્ટ શેર કરવા માટે 8 કરોડ 73 લાખ 78 હજાર લે છે.
 • અરિઆના ગ્રાંડે
 • બીજા નંબર પર એરિઆના ગ્રાન્ડે છે, જેના ઇન્સ્ટાગ્રામ પર 158,417,760 ફોલોઅર્સ છે. એરિઆના એક પોસ્ટની કિંમત 6 કરોડ 87 લાખ 10 હજાર રૂપિયા લે છે.
 • કિમ કર્દાશિયન
 • ત્રીજા નંબર પર કિમ કર્દાશિયન છે, જેમના ઇન્સ્ટાગ્રામ પર કુલ 142,671,156 ફોલોઅર્સ છે. તેમને એક પોસ્ટ કરવા માટે ઇન્સ્ટાગ્રામથી 6 કરોડ 27 લાખ 77 હજાર રૂપિયા મળે છે.
 • સેલેના ગોમેજ
 • સેલિના ગોમેઝના ફોલોઅર્સ ની સંખ્યા 152,774,303 છે. તે એક પોસ્ટ માટે 6 કરોડ 11 લાખ 22 હજાર રૂપિયા લે છે.

 • ડેન જોનસન
 • ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ ની સંખ્યા 147,838,634 છે.એક પોસ્ટ કરીને 6 કરોડ 08 લાખ 46 હજાર રૂપિયા કમાય છે.
 • બેયોંસે નોર્લેસ
 • 6 માં ક્રમે આવતી બેયોંસે નોર્લેસ ઇન્સ્ટાગ્રામ પર કુલ 128,885,800 ફોલોઅર્સ છે. એક પોસ્ટ કરીને તેઓ 5 કરોડ 41 લાખ 54 હજારની કમાણી કરે છે.
 • ટેલર સ્વિફ્ટ
 • ટેલર સ્વિફ્ટ પાસે 118,988,437 ફોલોઅર્સ છે. તેની એક પોસ્ટની કિંમત 5 કરોડ 16 લાખ 01 હજાર છે.
 • જસ્ટિન બીબર
 • 8 માં રેન્કમાં આવતા જસ્ટિન બીબરના ઇન્સ્ટાગ્રામ પર 103,409,270 ફોલોઅર્સ છે. તેમની એક પોસ્ટની કિંમત 4 કરોડ 98 લાખ 08 હજાર રૂપિયા છે.
 • નીકી મિનાજ
 • નિકી મિનાજના ફોલોઅર્સની સંખ્યા 103,409,270 છે. તેઓએ એક પોસ્ટથી 4 કરોડ 49 લાખ 10 હજારની કમાણી કરી છે.
 • કેંડલ જેનર
 • 112,905,386 લોકો તેમને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. તેઓ એક પોસ્ટથી 4 કરોડ 21 લાખ 50 હજાર રૂપિયા કમાય છે.
 • લિસ્ટ માં ભારતીયો નું નામ
 • બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા આ યાદીમાં 19 મા ક્રમે આવે છે. પ્રિયંકા ચોપરાના ઇન્સ્ટાગ્રામ પર 43,038,343 ફોલોઅર્સ છે અને પ્રિયંકાને એક પોસ્ટ માટે લગભગ 1 કરોડ 86 લાખ 95 હજાર મળે છે. જયારે, બીજો ખેલાડી વિરાટ કોહલી છે, જેના ફોલોઅર્સની સંખ્યા 3 કરોડ 80 લાખ છે અને તેમને એક પોસ્ટ કરવા માટે લગભગ 1 કરોડ 35 લાખ 21 હજાર રૂપિયા મળે છે.

Post a Comment

0 Comments