શું તમે જાણો છો કે ભગવાન વિષ્ણુજીને સુદર્શન ચક્ર કેવી રીતે પ્રાપ્ત થયું હતું? વાંચો આ અચૂક શસ્ત્રની સ્ટોરી

  • તમે બધાએ વિષ્ણુજીના અવતારો વિશે સાંભળ્યું જ હશે ભગવાન વિષ્ણુજીએ જ્યારે પાપનો ભાર વધ્યો છે ત્યારે ત્યારે કોઈ ના કોઈ અવતારમાં તે પાપને નાશ કરવા આવિયા છે ભગવાન વિષ્ણુજીના સૌથી અમોધ અસ્ત્ર સુદર્શન ચક્ર છે અને પુરાણોમાં પણ આ વાત નો ઉલ્લેખ મળે છે કે આ ચક્રએ દેવતાઓની રક્ષા અને રાક્ષસોની હત્યા કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે ભગવાન વિષ્ણુજી પાસે જે સુદર્શન ચક્ર છે તેને એક વાર છોડીયા પછી તે પોતાના લક્ષ્યનો પીછો કરે છે અને આ જ્યાં સુધી તે પોતાનું લક્ષ્ય સમાપ્ત ન કરે ત્યાં સુધી પાછુ નથી આવતું પોતાનો લક્ષ્ય સમાપ્ત કર્યા પછી તે ફરીથી તેની જગ્યાએ આવે છે.
  • આ સુદર્શન ચક્રને ભગવાન વિષ્ણુજીની તર્જની આગળીમાં હંમેશા જોવા મળે છે. આ ચક્ર સૌ પ્રથમ વિષ્ણુજીને જ પ્રાપ્ત થયું હતું, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ખરેખર ભગવાન વિષ્ણુજી પાસે સુદર્શનચક્ર કેવી રીતે આવિયું? તે સ્પષ્ટ નથી કારણ કે આને લગતી ઘણી કથા છે, આજે અમે તમને આ લેખ દ્વારા ભગવાન વિષ્ણુજીના સુદર્શન ચક્રની પ્રાપ્તિ પાછળની પ્રચલિત કથાઓ વિશે જણાવીશું.
  • લોકપ્રિય કથાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે જ્યારે રાક્ષસોના અત્યાચાર ખૂબ વધી ગયા હતા, ત્યારે બધા દેવતા શ્રી હરિ વિષ્ણુજી પાસે પહોંચ્યા હતા, ત્યારે ભગવાન વિષ્ણુએ કૈલાસ પર્વત પર જઇને ભગવાન શિવની વિધિપૂર્વક આરાધના કરી હતી વિષ્ણુ શિવની સ્તુતિ કરતી વખતે એક કમળ અર્પણ કરતાં હતા. ત્યારે ભગવાન શિવ વિષ્ણુજીની કસોટી કરવા માટે લાવેલા કમળમાંથી એક કમળ છુપાવી દે છે, વિષ્ણુજી શિવજીની આ માયાને સમજી શક્યા નહીં, ત્યારે વિષ્ણુજી કમળની પૂર્તિ કરવા માટે એક આંખ કાઢીને શિવને અર્પણ કરી દીધી હતી.
  • ભગવાન વિષ્ણુની આ અપાર ભક્તિ જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને વિષ્ણુજીને અજેય અસ્ત્ર સુદર્શન ચક્ર આપ્યું, તે સાથે શિવજીએ એમ પણ કહ્યું કે નિર્ભય થઈને દુશ્મનોને મારી નાખો, ત્યારે ભગવાન વિષ્ણુજીએ આ રીતે રાક્ષસોનો સહાર કર્યો હતો
  • ભગવાન શિવજી એ સુદર્શન ચક્ર બનાવ્યું હતું જે પાછળથી વિષ્ણુને સોંપવામાં આવ્યું, જે વિષ્ણુજીએ દેવી પાર્વતીને આપી દીધું હતું. સુદર્શન ચક્રના સંબંધમાં, એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુજીના શ્રીકૃષ્ણ અવતારમાં તે પરશુરામ પાસેથી મેળવવામાં આવ્યૂ હતું. સુદર્શન ચક્ર સિવાયના ચક્ર પુરાણોમાં ચક્ર દેવી દેવતાઓને જ પ્રાપ્ત થયા હતા, તેના અલગ અલગ નામ હતા શિવના ચક્રનું નામ ભાવરેન્દુ વિષ્ણુના ચક્રનું નામ કાંતા ચક્ર અને બીજા દેવીના ચક્રને મૃત્યુ મંજરી નામથી જાણવામાં આવતું હતું આ પ્રકારે ભગવાન વિષ્ણુને રાક્ષસોને મારવા ભગવાન શિવ પાસેથી સુદર્શન ચક્ર પ્રાપ્ત થયું હતું.

Post a Comment

0 Comments