પુત્રી પલક સાથે પૂલમાં એન્જોય કરતી જોવા મળી એક્ટ્રેસ શ્વેતા તિવારી, માતા-પુત્રીનો બિકીની અવતાર થયો વાયરલ

  • ટીવી જગતની પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારીએ ઘણાં વર્ષોની મહેનત બાદ દર્શકોના દિલમાં પોતાની એક અલગ છાપ છોડી દીધી છે. તે એકતા કપૂરની સિરિયલ 'કસૌટી જિંદગી કી'માં પ્રેરણાની ભૂમિકા નિભાવવા માટે જાણીતી છે. જોકે, શ્વેતાએ આ સિરિયલ પછી પણ ઘણી ફિલ્મો અને સિરિયલમાં કામ કર્યું છે. આ સિવાય તે બિગ બોસની વિનર પણ રહી ચૂકી છે. આ દિવસોમાં શ્વેતાને આપણે સોનીનું પ્રખ્યાત નાટક 'મેરે ડેડ કી દુલ્હન'માં જોઈ રહ્યા છીએ. આમાં તે ગુનીતની ભૂમિકા નિભાવી રહી છે, જે ફેંસ ને ખૂબ પસંદ આવિ રહ્યું છે. શ્વેતા માત્ર એક સારી અભિનેત્રી જ નહીં પરંતુ એક અદભૂત માતા પણ છે. આ દિવસોમાં શ્વેતા અને તેની પુત્રી પલક તિવારીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
  • આ ફોટાઓની વિશેષતા એ છે કે આ ફોટામાં શ્વેતાએ બિકીની પહેરી છે અને તે પૂલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. તાજેતરમાં જ શ્વેતાએ પૂલમાં આરામ કરતી હોય તેવી પોતાની આ તસવીર પોતે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. 41 વર્ષીય શ્વેતાના આ ફોટાઓ જોતા કોઈ પણ વિચારી નહીં શકે કે તે એક પુત્રીની માતા છે. તેનો આ હોટ અવતાર તેને ફરી એકવાર ચર્ચામાં લાવ્યો છે.
  • જણાવી દઈએ કે શ્વેતા સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેના લેટેસ્ટ ફોટા ફેન્સ સાથે શેર કરતી રહે છે. આ દરમિયાન,તેનો પૂલમાં બિકીની પહેરેલો ફોટો ખૂબ જ પોપુલર થયો છે. આમાં શ્વેતા બ્લુ રંગ ની બિકિની પહેરીને સ્વિમિંગ પૂલમાં મસ્તી કરી રહી છે. સાથે તેણે બ્લેક શેડ્સ પણ પહેર્યા છે.
  • પોતાના લાજવાબ લુકથી શ્વેતા કોઈ પણ ને દિવાના બનાવી રહી છે. તેનો આ કિલર લૂક તેના ફેન્સને ફરી એકવાર દિવાના બનાવી રહ્યો છે. તમે ઉપર આપેલી તસ્વીર જોઈને વિચારમાં પડી જાસો કે શ્વેતા 40 વર્ષ ઉપર હશે ? અને તે બે બાળકોની માતા છે? હા, શ્વેતાને એક પુત્ર છે જેનું નામ રેનેશ છે અને એક પુત્રી છે તેનું નામ પલક છે.
  • જણાવી દઈએ કે શ્વેતા સાથે તેની પુત્રી પલક પણ પૂલમાં બ્લેક મોનોકોનીમાં જોવા મળી રહી છે. બનેની જુગલબંધીને લઈને ઘણી કોમેંટ્સ આવી રહી છે. એક યુઝરે લખ્યું, "આ સુંદરતાનું આખરે સિક્રેટ શું છે, તમે તો ઉમરને પણ પાછળ છોડી રહ્યાં છો અને નવી એક્ટ્રેસસ કરતાં પણ વધુ હોટ દેખાઈ રહ્યા છો." બીજા ચાહકે લખ્યું, "મેમ તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો."

Post a Comment

0 Comments