વર્ષોથી આ ભયાનક બીમારી સાથે સંઘર્ષ કરી રહી છે શ્રદ્ધા કપૂર, ખુદ પોતે જ કર્યો હેરાન કરવા વાળો ખુલાસો

 • શ્રદ્ધા કપૂરનું નામ આજે બોલીવુડની ટોચની હિરોઇનોમાં જોવા મળે છે. ખાસ કરીને આજકાલના યુવાનોમાં શ્રદ્ધા કપૂરનો ઘણો ક્રેઝ છે. ખૂબ જ નાની ઉંમરે શ્રદ્ધાએ બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. ફિલ્મો સિવાય શ્રદ્ધા પણ તેના રિલેશનશીપને લઈને ઘણી હેડલાઇન્સ બનાવે છે. શ્રદ્ધા સુંદર હોવાની સાથે સાથે ખૂબ ટેલેંટેડ પણ છે. શ્રદ્ધાએ બોલિવૂડમાં તેમના કરિયરની શરૂઆત ફિલ્મ 'આશિકી 2' થી કરી હતી. આ ફિલ્મમાં તેમની સાથે અભિનેતા આદિત્ય રોય કપૂર હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ અને શ્રદ્ધા રાતોરાત સ્ટાર બની ગઈ.
 • આ ફિલ્મ પછી તેમની વધુ ફિલ્મો આવી અને સમય જતાં તે બોલિવૂડની પ્રથમ નંબરની એક્ટ્રેસ બની ગઈ. તાજેતરમાં રિલીઝ થયેલી શ્રદ્ધાની ફિલ્મ 'છીછોરે' બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ છે. આ ફિલ્મમાં તેમની સાથે સુશાંત સિંહ રાજપૂત જોવા મળ્યા છે. લોકોને લાગે છે કે સ્ટારકીડ હોય તો તેમના માટે બધું ખૂબ જ સરળ થઈ જાય છે. પરંતુ જણાવી દઈએ કે સ્ટાર કિડ હોવા છતાં કેટલાક લોકોને ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે અને આવું જ કંઈક બન્યું છે આ અભિનેત્રી સાથે.
 • હાલમાં જ શ્રદ્ધા કપૂરે એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જ્યાં તેમણે પોતાના વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. શ્રદ્ધાએ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી તે એક ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી છે અને તેમને આ સમસ્યા 'આશિકી 2' ના સમયથી શરૂ થઈ હતી. જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયથી શ્રદ્ધા એંગ્જાયટી બીમારીથી પીડિત છે. આ સમય દરમિયાન તેમણે કહ્યું કે શરૂઆતમાં તેમને ખબર પણ ન હતી કે એંગ્જાયટી શું છે. શ્રદ્ધાને શરીરમાં બધે જ દુખાવો થતો હતો પરંતુ કોઈ પ્રકારનાં લક્ષણો દેખાતા નહોતા.
 • શ્રદ્ધાએ કહ્યું કે તેમણે અનેક મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યા, પરંતુ દરેક વખતે તમામ ટેસ્ટ ક્લિયર આવ્યા. આ બધું તેમના માટે એકદમ વિચિત્ર હતું કારણ કે તેમને પીડા થવાનું બંધ ન થર્યું અને સમજી ન શકી કે આ પાછળનું કારણ શું હોઈ શકે. પાછળથી તેમને ખબર પડી કે ચિંતાને કારણે તે આ બધું થઈ રહયું છે. જો કે તે હજી પણ એંગ્જાયટીથી પીડિત છે, પરંતુ તેમણે તેની સાથે જીવવાની આદત બનાવી લીધી છે. શ્રદ્ધાએ તેની સાથે વ્યવહાર કરવાની એક સારી રીત શોધી કાઢી છે. હવે તે જાણે છે કે આ તેમના જીવનનો એક ભાગ છે. શ્રદ્ધા મુજબ પ્યારથી આ સમસ્યા ઉકેલી શકાય છે.
 • એંગ્જાયટીના લક્ષણો
 • અસ્વસ્થતા અનુભવાય છે
 • કોઈ અજાણી વ્યક્તિ હોય એવું લાગે છે
 • વધારે ચિંતા
 • ભારે થાક
 • ચીડિયાપણું લાગે છે
 • લોકોને મળવામાં મુશ્કેલી આવવી
 • ઊંઘ ન આવે
 • એકાગ્રતા તૂટી જાય

 • એંગ્જાયટીની સારવાર
 • સમયસર સૂઈ જાઓ
 • મનોરોગ ચિકિત્સા ઉપાય
 • ભાવનાઓને નિયંત્રણમાં રાખવી
 • વધારે તણાવ ટાળો
 • મિત્રો, આશા છે કે તમને અમારો આ લેખ ગમ્યો હશે. તમને ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.

Post a Comment

0 Comments