નેહા કક્કડ અને રોહનપ્રીતની હલ્દી સેરેમની દરમિયાન આમ ડૂબ્યા એકબીજાના પ્રેમમાં, જુઓ હલ્દીની ખૂબ સુંદર તસવીરો

  • બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કડ, જે હંમેશાં તેના ગીતો માટે હેડલાઇન્સમાં રહે છે, અને આ વખતે નેહા તેના ગીતો થી નહીં પરંતુ તેના લગ્ન થી ચર્ચામાં છે. જણાવી દઈએ કે નેહા બસ થોડા કલાકોમાં જ વહુ બનવા જઈ રહી છે. લગ્ન સમારોહની તસવીરો દરરોજ દેખાતી રહે છે, તાજેતરમાં નેહાનો રોકા સમારોહ નેહાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં તે પોતાના ભાવિ પતિ રોહનપ્રીત સાથે ખૂબ જ સુંદર સ્ટાઈલમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થયો હતો અને હવે નેહાએ તેની હલ્દી સેરેમનીની તસવીરો શેર કરી છે જેમાં નેહા સુંદર લાગી રહી છે અને રોહનપ્રીત સાથે તેની જોડી આકર્ષક લાગી રહી છે.
  • જણાવી દઈએ કે નેહા કક્કડના લગ્નના થોડા કલાકો જ બાકી છે, આ સ્થિતિમાં નેહા ખુબ ખુશ છે અને તે તેની હલ્દી સેરેમનીની તસવીરો શેર કરીને ખૂબ જ હેડલાઇન્સ બનાવી રહી છે જણાવી દઈએ કે નેહાની હલ્દી સેરેમનીની તસવીરો અને વીડિયો ઘણા બધા લોકોને આકર્ષિત કરી રહ્યાં છે. અને દરેકને આ તસવીરો પસંદ આવી રહી છે તેમજ હલ્દીની સાથે સાથે નેહાની મહેંદીની તસવીરો ઇન્સ્ટા પર ખૂબ વાયરલ થઈ રહી છે આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે નેહા કેવી રીતે આરામથી પલંગ પર બેસીને મહેંદી મૂકાવી રહી છે.
  • નેહાએ તેના ઇન્સ્ટા પર રોહનપ્રીત સાથે જે તસ્વીરો શેર કરી છે તેમાં નેહા અને તેના પતિએ પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. તસવીરોમાં નેહા પણ પીળી રંગની સાડીમાં ખૂબ સુંદર લાગી રહી છે અને વાળને નેહાએ મેસી લૂક આપીને ખૂબ જ સુંદર લુકમાં આપ્યો છે. તેમજ નેહાએ ફૂલોથી બનેલી જ્વેલરી પણ પહેરી છે જે તેના પર એકદમ ખીલી રહી છે જો વાત કરીએ નેહાના મેક-અપ વિશે તો તેણે વધારે મેકઅપ કર્યો નથી ખૂબજ હળવા મેકઅપ હોવા છતાં નેહાની સુંદરતા આશ્ચર્યજનક લાગે છે.
  • નેહાએ હલ્દીની જે તસવીરો શેર કરી છે તેમાં રોહનપ્રીત નેહાના કપાળ પર કિસ કરતા જોવા મળી રહ્યાં છે, અને આ કપલે ઘણા રોમેન્ટિક પોઝ આપ્યા છે અને શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. તમને જણાવી દઈએ કે નેહા કક્કડનું રિશેપ્શન ફકશન 26 ઓક્ટોબરનું રાખેલું છે જે પંજાબમાં યોજાશે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેહા અને રોહનપ્રીતની ભવ્ય રિસેપ્શન પાર્ટી પંજાબના મોહાલીમાં 'ધ અમલતાસ'માં આયોજન થવાનું છે.
  • કોરોનાને કારણે સરકારે આપેલી માર્ગદર્શિકા મુજબ વધુ મહેમાનો લગ્નમાં આવી શકશે નહીં, તેથી નેહાએ તેમના લગ્નમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટાભાગના લોકોને આમંત્રણ આપ્યું નથી, આ સ્થિતિમાં નેહાનું ઘર અને ખૂબ જ ખાસ મહેમાનો નેહા અને રોહનપ્રીતનાં લગ્ન છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે.
  • આ દરમિયાન, નેહા અને રોહનનું નવું ગીત "નેહુ દ બ્યાહ" પણ રિલીઝ થયું છે અને ઘણા લોકોને આ ગીત પસંદ પણ આવી રહ્યું છે, કેટલાક લોકોએ કહ્યું કે ગીતના પ્રમોશન માટે નેહાએ આ બધું નથી કર્યું ને. બાદમાં જ્યારે નેહાની હલ્દી અને મહેંદીની તસવીરો એક પછી એક બહાર આવી ત્યારે લોકોને ખાતરી થઈ ગઈ કે નેહા ખરેખર લગ્ન કરવા જઇ રહી છે.

Post a Comment

0 Comments