શ્રી કૃષ્ણને પત્ની સત્યભામાએ પૂછ્યું - મારામાં અને સીતામાં વધારે સુંદર કોણ, શ્રી કૃષ્ણએ આપ્યો આવો જવાબ

  • શ્રી કૃષ્ણના હૃદયમાં તો રાધારાણી જ વસી હતી, પરંતુ આ સિવાય તેમની આઠ રાણીઓ હતી. રુકમણી તેમની પટરાણી હતી અને બાકીની પત્નીઓ જાંબવતી, સત્યભામા, કાલિંદી, મિત્રબિંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા હતાં. આ બધી રાણીઓ શ્રી કૃષ્ણના હૃદયની નજીક હતી. તેમાંથી, મહારાણી સત્યભામાને તેની સુંદરતા પર ખૂબ ગર્વ હતો. તેને લાગતું હતું કે આખી દુનિયામાં તે એક જ છે જે ખૂબ જ સુંદર છે. તેને આ વાતનો અહંકાર હતો અને તેનો અહંકાર ખૂબ જ હોશિયારીથી શ્રી કુષ્ણ તોડ્યો હતો. તેની સાથે, ગરુડ અને સુદર્શન ચક્રના અહંકારને પણ કૃષ્ણે તોડી નાખ્યો હતો.
  • સત્યભામાએ પૂછ્યો પ્રશ્ન
  • શ્રી કૃષ્ણ તેમની પત્ની રાણી સત્યભામા સાથે દ્વારિકામાં બેઠા હતા. તે જ સમયે, સત્યભામાએ કટાક્ષ પર હસતાં શ્રી કૃષ્ણને પૂછ્યું કે તમે ત્રેતાયુગમાં રામ તરીકે અવતાર લીધો હતો અને તે સમયે તમારી પત્ની સીતા બની હતી. શું તે મારા કરતા પણ વધુ સુંદર હતી. શ્રી કૃષ્ણ સત્યભામાનો પ્રશ્ન સાંભળીને તે કંઈક કહેવા જઇ રહ્યા હતા કે ગરુડે પણ એક સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે પ્રભુ આ દુનિયામાં કોઈ છે જે મારા કરતા ઝડપથી ઉડી શકે. સુદર્શન એ કહ્યું કે મારા કારણે તમે કેટલી વાર દુશ્મનોનો નાશ કર્યો છે. મારા કરતાં કોઈ વધુ શક્તિવાન છે? ત્રણેયના પ્રશ્નોથી ભગવાન જાણી ગયા હતા કે તેમનામાં ઘમંડ આવી ગયો છે, જે કોઈ જવાબ આપવાથી નહીં જાય, પરંતુ તેઓને બતાવવું પડશે. શ્રી કૃષ્ણએ એક યુક્તિ વિચારી, ત્યારે તેમણે ગરુડને કહ્યું કે તું હનુમાન પાસે જા અને કહેજે કે ભગવાન રામ અને સીતા મા તેમના દરબારમાં રાહ જોઇ રહ્યા છે. આ સાંભળીને ગરુડ દેવ તરત જ ચાલ્યા ગયા. શ્રી કૃષ્ણે સત્યભામને કહ્યું કે તમે સીતાના રૂપમાં તૈયાર થઈને સામે આવો. સુદર્શન ચક્રને આદેશ આપ્યો કે તમે મહેલના પ્રવેશદ્વાર પર ધ્યાન આપો કે કોઈ મારી પરવાનગી વિના મહેલમાં પ્રવેશ ન કરે. સુદર્શન તરત જ સંમત થઈને પ્રવેશદ્વાર પર ઉભો રહ્યો. બીજી તરફ, કૃષ્ણ રામના રૂપમાં આવ્યા.
  • હનુમાનની સહાયથી તૂટી ગયો દરેકનો ઘમંડ
  • ગરુણદેવે હનુમાનજીનો સંપર્ક સાધ્યો અને કહ્યું કે વાનરશ્રેષ્ઠ પ્રભુ રામ અને સીતા તમને દ્વારકાના દરબારમાં બોલાવે છે. તમે મારી સાથે આઓ હું તરત જ તને પહોંચાડી દઇશ. હનુમાનજીએ ખૂબ આદર સાથે કહ્યું કે તમે આગળ જાઓ ભાઈ હું આવું છુ. ગરુળદેવે વિચાર્યું કે હનુમાનજી એટલા વૃદ્ધ છે, ખબર નહી કે તેઓ કેટલા સમયે પહોંચશે. મેં ભગવાનના આદેશનું પાલન કર્યું , હવે તેને જ્યારે આવવું હોય ત્યારે આવશે. એવું વિચારીને તેઓ ત્યાંથી દ્વારકા પહોંચ્યા, તો તેમણે જોયું કે હનુમાનજી પહેલેથી જ ત્યાં બિરાજમાન છે. ગરુણનું માથું શરમથી નમી ગયું. હનુમાનજી જ્યારે આગળ ગયા, ત્યારે તેમણે રામ અવતારમાં કૃષ્ણને જોઇને નમન કર્યું. શ્રી કૃષ્ણે કહ્યું કે હનુમાન તું અંદર કેવી રીતે આવ્યો. કોઈએ તને દરવાજે રોક્યો ન હતો આના પર હનુમાનજીએ મોંમાંથી સુદર્શન ચક્ર કાઢયું અને બહાર રાખી દીધું. હનુમાનજીએ કહ્યું કે ભગવાન તમને મળવામાં મને કોઈ કેવી રીતે રોકી શકે છે. ચક્રએ થોડો પ્રયત્ન કર્યો હતો તેથી મેં તેને મોંમાં જ દબાવ્યું. ભગવાન હસવા લાગ્યા.
  • આ રીતે તૂટ્યો સત્યભામાનો અહંકાર
  • સત્યભામા હજી સીતા તરીકે હનુમાનની સામે બેઠા હતા. હનુમાનજીએ તરત જ શ્રી કૃષ્ણને કહ્યું કે ભગવાન, હું તમને તો ઓળખું છું. તમે શ્રી કૃષ્ણ અને મારા સ્વામી રામ પણ, પરંતુ માતા સીતાની જગ્યાએ, તમે કોઈ દાશીને આટલું માન આપ્યું, કે તે તમારી સાથે ગાદી પર બેસશે. આ સાંભળીને સત્યભામાની આંખો ભરાઈ ગઈ અને તેનું અભિમાન કચડાઈ ગયું. સાથોસાથ, સુદર્શન અને ગરુન પણ શરમ પામ્યા અને સમજી ગયા કે તેમનું ઘમંડ તૂટી ગયું છે. સીતા માતા કોઈ બીજું નહીં ત્રેતાયુગમાં રાધાનું રૂપ હતી.

Post a Comment

0 Comments