પોતાના જીવનમાં કરવામાં આવેલા એક કપટ માટે, ભગવાન રામને ભોગવવું પડ્યું હતું આ પરિણામ વાંચો

  • આપણે બધા બાળપણથી જ સાંભળી રહ્યા છીએ કે માણસને તેના કાર્યોની સજા મળે છે, પછી ભલે તે આ જીવનમાં મળે કે પછીના જીવનમાં અને આ વાત હંમેશા સનાતન ધર્મમાં લાગુ પડે છે. ત્યાં સુધી કે જ્યારે ભગવાન પોતે માનવ સ્વરૂપે ધરતી પર જન્મ્યા હતા, ત્યારે તેમણે પણ તેમની સર્જિત સૃષ્ટિની આ માયાનો સામનો કરવો પડ્યો હતો. પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન રામને પણ તેમણે માનવ રુપમાં કરેલા કપટનાં પરિણામો ભોગવ્યાં હતાં. આજે અમે તમને આ વિષય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ કે ભગવાન રામે તેમના જીવનમાં કોની સાથે એ કપટ કર્યું હતું અને તેનું શું પરિણામ મળ્યું હતું.
  • ભગવાનનો શ્રી રામના રૂપમાં માનવ અવતાર સૌથી આદર્શ માનવામાં આવે છે. શ્રીરામને મરિયાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે, તેમના કર્મો સમગ્ર માનવ જાતિ માટે આદર્શ માનવામાં આવે છે. પણ જો પૌરાણિક માન્યતાઓને માનવામાં આવે તો શ્રીરામે પણ તેમના જીવનમાં એક પાપ કર્યું હતું અને તેને તેની સજા પણ મળી હતી. ખરેખર આ ઘટના બાલીના વધ સાથે જોડાયેલી છે. દંતકથા એવી છે કે સુગ્રીવને મદદ કરવા માટે શ્રીરામે બાલીનો વધ કરવાનું નક્કી કર્યું કારણ કે બાલીએ બળપૂર્વક સુગ્રીવથી તેનું રાજ્ય અને તેની પત્ની છીનવી લીધી હતી.
  • પણ બાલીની હત્યા કરવી એ શ્રી રામ માટે પણ ખૂબ મુશ્કેલ હતું. કેમકે બાલીને એવું વરદાન હતું કે જે કોઈ પણ વ્યક્તિ તેની સામે આવે છે તેની અડધી શક્તિ બાલીમાં સમાઈ જશે. આ રીતે, શ્રીરામ સાથે સમસ્યા એ હતી કે જો તે બાલીની સામે જઈને તેનો વધ કરવાનો પ્રયત્ન કરશે, તો તેની પોતાની શક્તિ બાલીમાં સમાઈ જશે તેથી આ રીતે શ્રીરામએ બાલીને ઝાડની પાછળથી બાણ ચલાવીને મારી નાખ્યો.
  • આ જ એ પાપા હતું જે શ્રીરામએ બાલી સાથે કર્યું અને તેનું પરિણામ તેને તેના આગળના જન્મમાં મળ્યું. જ્યારે ભગવાન વિષ્ણુએ કૃષ્ણ તરીકે અવતાર લીધો, ત્યારે બાલીનો જન્મ આગલા જીવનમાં ભીલ તરીકે થયો હતો અને જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ યાદવના ગૃહ યુદ્ધથી પરેશાન હતા, ત્યારે સોમનાથ નજીક પ્રભાસ ક્ષેત્રમાં થાકેલા હારેલા એક ઝાડ નીચે એકલા બેઠા હતા, તે જ સમયે ભીલ કૃષ્ણના ચરણોમાં ચમકતી મણિને હરણની કસ્તુરી સમજીને તીર ચલાવ્યું. તે તીરથી કૃષ્ણએ શરીરનો ત્યાગ કરવો પડ્યો. અર્થાત્, જે બાલીને રામએ છુપાઇને માર્યો હતો, તે જ બાલીએ પછીના જન્મમાં ભીલ બનીને અને ઝાડની પાછળ છુપાઇને કૃષ્ણનો વધ કર્યો અને આ રીતે ભગવાન રામ પોતે પણ તેમના કર્મોથી ન બચી શક્યા.

Post a Comment

0 Comments