શનિદેવના ક્રોધથી બચવા માટે અપનાવો આ ઉપાય, શનિદેવની મળશે કૃપા

  • હિન્દુ ધર્મના ગ્રંથોમાં શનિદેવને ન્યાયાધીશની પદવી આપવામાં આવી છે. આનો અર્થ છે કે શનિદેવ માણસના સારા અને ખરાબ કાર્યો અનુસાર ફળ આપે છે. પ્રાચીન કાળથી શનિદેવને સૌથી વધુ ગુસ્સેલ દેવતા ના રૂપ માં ઓળખવામાં આવે છે. જો શનિદેવની કૃપા કોઈ વ્યક્તિ પર થાય, તો તે માલામાલ થઈ શકે છે જો શનિદેવની ત્રાસી નજર કોઈ વ્યક્તિ પર પડે, તો ટૂંક સમયમાં રાજા પણ રંક બની શકે છે, શનિદેવને ગુસ્સાવાળા સ્વભાવ અને ભૂલ માટે સજા આપનાર દેવતા માનવામાં આવે છે. હિંદુ શાસ્ત્રોમાં શનિદેવને ભાગ્ય બનાવનાર અને ખરાબ કાર્ય સુધારનાર માનવામાં આવે છે.
  • હિન્દુ ધર્મની પરંપરાઓમાં દંડાધિકારી માનવામાં આવેલ શનિદેવનું ચરિત્ર પણ કર્મ અને સત્યને અપનાવવાની પ્રેરણા આપે છે, પુરાણોમાં શનિદેવને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો તમે આ ઉપાયો કરશો. તો તેનાથી તમને જીવનમાં સફળતા મળશે અને સુખ સૌભાગ્ય મળશે આજે અમે તમને આ લેખ દ્વારા શનિદેવને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય વિશે જણાવીશું.
  • ચાલો જાણીએ શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય
  • માન્યતા અનુસાર સૂર્ય ઉદય પહેલા પીપળાની પૂજા કરવાથી શનિદેવ ખૂબ પ્રસન્ન થાય છે જો તમે શનિદેવને પ્રસન્ન કરવા માંગતા હોય તો શનિવારે પીપળાના ઝાડની પૂજા જરૂર કરો અને તેના પર સરસવના તેલમાં લોખંડની કીલ નાખીને ચઢાવો.
  • જો તમે શનિદેવને પ્રસન્ન કરવા માંગતા હોય, તો રવિવારનો દિવસ છોડીને સતત 43 દિવસ સુધી શનિદેવની મૂર્તિ પર તેલ ચઢાવવું શનિદેવને પ્રસન્ન કરવાનો આ ઉપાય તમે શનિવારથી શરૂ કરી શકો છો.
  • જો તમે શનિદેવના ક્રોધને શાંત રાખવા માંગતા હોય તો એ માટે શનિવારે વ્રત જરૂર રાખો અને કાળી ગાય અથવા ભેંસને અડદ, તેલ, તલ, નીલમ રત્ન અને બ્રાહ્મણને કાળા ધાબળાનું અથવા લોખંડનું દાન જરૂર કરો.
  • તમે શનિવાર ના દિવસે પીપળાના ઝાડની ચારે તરફ 7 વાર કાચી સુતને વીટીને આ દરમિયાન શનિ મંત્રનો જાપ ચાલુ રાખો, જો તમે આ ઉપાય કરો છો,તો શનિના સાઢેસાતીની બધી મુશ્કેલીઓ દૂર થશે, દોરા લપેટીને પીપળાના ઝાડની પૂજા અને દીવો પ્રગટાવવો જરૂરી છે, સાઢેસાતી ક્રોધથી બચવા માટે આ દિવસે વ્રત રાખવું અને મીઠા વગરનો ખોરાક લેવો જરૂરી છે.
  • તમે શનિવારે વાંદરા અને કૂતરાને ગોળ અને કાળા ચણા પણ ખવડાવી શકો છો,ઉપરાંત કેળા અથવા મીઠાઇ પણ ખવડાવી શકો છો, જો તમે આ ઉપાય કરો તો શનિદેવની અશુભ અસરો દૂર થઈ જશે.
  • કોઈ પણ શનિવારે ચોકર સહિત લોટની બે રોટલી બનાવો, જેમાં એક રોટલી પર સરસવનું તેલ અને મીઠાઈ નાંખો અને બીજી રોટલી પર ઘી લગાવો, હવે પ્રથમ રોટલી કાળી ગાયને અને બીજી રોટલી એ જ ગાયને ખવડાવો. જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી શનિના પ્રભાવથી થતી સમસ્યાઓ દૂર થશે.

Post a Comment

0 Comments