ભૂલથી પણ ન કરો શનિની પૂજામાં તાંબાનાં વાસણો અને આ વસ્તુઓનો ઉપયોગ વાંચો

 • 23 જાન્યુઆરીથી શનિગ્રહ તેની રાશિ બદલવા જઈ રહ્યો છે તે ધનુ રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિના આ પરિવર્તનથી ઘણી રાશિઓ મા સઢેસાતી શરું થવાની છે. જ્યારે જે રાશિ મા સાઢેસતી ચાલી રહી છે, તે સમાપ્ત થશે.
 • આ રાશિઓ ઉપર અસર પડસે
 • શનિના આ રાશિ પરિવર્તથી, કુંભ રાશિના લોકોના જીવન મા સાઢેસતી શરું થશે. જયારે વૃશ્ચિક રાશિમાં સાઢેસતી સમાપ્ત થશે. આ સિવાય વૃષભ અને કન્યા રાશિમાં ચાલતી ઢય્યા પણ પૂર્ણા થશે અને મિથુન-તુલા રાશિમાં શનિની ઢય્યા શરૂ થશે. તે લોકો કે જેના જીવનમાં સાઢેસતી શરૂ થાય છે,તે નીચેના ઉપાયો કરો આ ઉપાય કરવાથી શનિની સાઢેસતીની ખોટી અસર નહીં પડે.
 • આ રીતે બચો સાઢેસતી પ્રકોપ થી
 • શનિદેવ ની કરો પુજા
 • દર શનિવારે શનિ મંદિરમાં જાઓ અને શનિદેવની પૂજા કરો. શનિદેવની પૂજા કરતી વખતે માત્ર લોખંડના વાસણોનો ઉપયોગ કરો. આ ઉપરાંત શનિદેવને લોખંડની ધાતુ અર્પણ કરો.
 • ન કરો તાંબાના વાસણ નો પ્રયોગ
 • શનિદેવની પૂજા કરતી વખતે તાંબાના વાસણોનો ઉપયોગ કરવાનું ટાળો. કારણ કે તાંબુ સૂર્યની ધાતુ છે અને પુરાણો અનુસાર શનિ અને સૂર્ય એક બીજાના શત્રુ માનવામાં આવે છે. તેથી શનિની પૂજામાં તાંબાનાં વાસણોનો ઉપયોગ ન કરો.
 • તેલ જરૂર અર્પણ કરો
 • શનિદેવની પૂજા કરતી વખતે તેમને સરસવનું તેલ અર્પણ કરો. પૂજા કરતી વખતે સૌ પ્રથમ શનિદેવની સામે દીવો પ્રગટાવો. આ પછી, તેમને સરસવનું તેલ અર્પણ કરો. આ ઉપરાંત પૂજા દરમિયાન કાળા તલનો પણ ઉપયોગ કરવો.
 • ફક્ત કાળી અને વાદળી રંગની વસ્તુઓ ચઢાવો
 • જ્યારે કુંડળીમાં સાઢેસતીની શરૂઆત થાય, ત્યારે સમય-સમય પર શનિદેવને કાળી અથવા વાદળી રંગની વસ્તુ ચઢાવો. આ ઉપરાંત, ધ્યાનમાં રાખો કે તમારે શનિદેવને ભૂલથી પણ લાલ રંગના કપડાં, ફૂલો અને ફળો ચઢાવા જોઈએ નહીં.
 • પુજા કરતી વખતે પશ્ચિમ દિશા બાજુ મુખ રાખવું
 • શનિદેવને પશ્ચિમના સ્વામી કહેવામાં આવે છે. તેથી જ્યારે પણ તમે તેમની પૂજા કરો છો અથવા તેમના મંત્રોનો જાપ કરો છો ત્યારે તમારા ચહેરાને આ દિશામાં રાખો.
 • હનુમાન ની પુજા કરો
 • શનિ મંદિરમાં શનિદેવની સાથે હનુમાનની મૂર્તિ પણ રાખવામાં આવી છે. ખરેખર એવું માનવામાં આવે છે કે જો શનિદેવની સાથે ભગવાન હનુમાનની પૂજા કરવામાં આવે તો સાઢેસતીની અસર થતી નથી. તેથી, જ્યારે કુંડળીમાં સાઢેસતીની શરૂઆત થાય છે, ત્યારે તમારે શનિદેવની સાથે ભગવાન હનુમાનની પૂજા કરવી જોઈએ. શનિ મંદિરમાં જઇને પહેલા શનિદેવની પૂજા કરો અને ત્યારબાદ હનુમાનજીને સરસવનું તેલ ચઢાવો અને તેમની સામે તેલનો દીવો પ્રગટાવો.
 • ઉપરોક્ત બાબતોનું પાલન કરવાથી, તમે શનિદેવની સાઢેસતી થી સુરક્ષિત રહેશો અને સાઢેસતી તમારા જીવનને અસર કરશે નહીં. તેથી, જે લોકોની રાશિમા શનિ ની સાઢેસતી શરૂ થઈ રહ્યો છે, તેઓએ આ ઉપાય કરવા જોઈએ.

Post a Comment

0 Comments